Breaking News : રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરવા પર કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ, કહ્યું- આ અભિવ્યક્તિની આઝાદી પર હુમલો
કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરવું એ કાયદા સમક્ષ આ એક રાજકીય મુદ્દો છે. છે. દેશમાં 2014થી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો થઈ રહ્યો છે. સરકારી સંસ્થાઓને દબાવવામાં આવી રહી છે. રાહુલ ગાંધી નિર્ભયતાથી નિવેદનો આપે છે.સરકારી સંસ્થાઓને દબાવવામાં આવી રહી છે. રાહુલ ગાંધીને સાચું બોલવા બદલ સજા મળી છે
કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરવું એ કાયદા સમક્ષ આ એક રાજકીય મુદ્દો છે. છે. દેશમાં 2014થી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો થઈ રહ્યો છે. સરકારી સંસ્થાઓને દબાવવામાં આવી રહી છે. રાહુલ ગાંધી નિર્ભયતાથી નિવેદનો આપે છે.સરકારી સંસ્થાઓને દબાવવામાં આવી રહી છે. રાહુલ ગાંધીને સાચું બોલવા બદલ સજા મળી છે. સિંઘવીએ આરોપ લગાવ્યો કે સરકારી સંસ્થાઓને દબાવવામાં આવી રહી છે. લોકશાહીનું ગળું દબાવવામાં આવી રહ્યું છે.જેમાં અભિષેક મનુ સિંધવીએ કહ્યું છે કે રાહુલ ગાંધીનું સભ્યપદ સંવિધાનના નિયમોનું ભંગ કરીને કર્યું છે. જેમાં આર્ટીકલ 103નો ભંગ કર્યો છે.
ભારત જોડો યાત્રા કરવા માટે રાહુલ ગાંધીને કિંમત ચૂકવવી પડી છે : અભિષેક મનુ સિંઘવી
કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે આપણે બધા જાણીએ છીએ કે રાહુલ ગાંધી સંસદની અંદર અને બહાર બંને જગ્યાએ નિર્ભયતાથી બોલી રહ્યા છે. દેખીતી રીતે, તે તેની કિંમત ચૂકવી રહ્યો છે. સરકાર ગુસ્સામાં છે. આ સરકાર તેમનો અવાજ દબાવવા માટે નવી નવી તરકીબો શોધી રહી છે.ભારત જોડો યાત્રા કરવા માટે રાહુલ ગાંધીને કિંમત ચૂકવવી પડી છે.
અદાણી ગોટાળાથી ધ્યાન હટાવવા બદલ રાહુલ ગાંધી પર એક્શન લેવામાં આવ્યા : જયરામ રમેશ
જ્યારે કોંગ્રેસ નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે, અદાણી ગોટાળાથી ધ્યાન હટાવવા બદલ રાહુલ ગાંધી પર એક્શન લેવામાં આવ્યા છે. આ ધમકી, પ્રતિશોધ અને ઉત્પીડનની રાજનીતિ છે. ભારત જોડો યાત્રા દરમ્યાન યાત્રા અનેક સવાલ ઉઠાવવામાં આવ્યા છે.આ માત્ર કાનૂની મુદ્દો નથી, આ એક ખૂબ જ ગંભીર રાજકીય મુદ્દો પણ છે, જે આપણા લોકતંત્રના ભવિષ્ય સાથે જોડાયેલો છે. પીએમ મોદી સરકારની વેરની રાજનીતિ, ધમકીની રાજનીતિ અને હેરાનગતિની રાજનીતિનું આ એક ઉત્તમ ઉદાહરણ છે.
અમે તેને એક મોટો રાજકીય મુદ્દો પણ બનાવીશું : જયરામ રમેશ
અમે કાયદાકીય રીતે પણ આ અંગે લડીશું. જે કાયદો આપણને અધિકાર આપે છે, અમે તે અધિકારોનો ઉપયોગ કરીશું, પરંતુ આ પણ એક રાજકીય હરીફાઈ છે, અમે તેની સીધી લડાઈ કરીશું, અમે પીછેહઠ કરીશું નહીં, અમે ડરીશું નહીં, અમે તેને એક મોટો રાજકીય મુદ્દો પણ બનાવીશું.રાહુલ ગાંધી ધમકીથી ડરશે નહિ. રાહુલ ગાંધીએ અગાઉ કહ્યું કહ્યું કે ” જો ખુદ ડરતે હે વો હિ દૂસરો કો ડરાતે હે ”
વર્ષ 2024ને લઇને મહત્વનો સવાલ
રાહુલ ગાંધી માનહાનિ કેસમાં જો મનાઈ હુકમ મળશે તો રાહુલ ગાંધી વર્ષ 2024માં ચુંટણી લડી શકશે. તેવા પ્રશ્નના જવાબમાં કોંગ્રેસે કહ્યું કે કાયદાકીય રીતે જો આ કેસમાં સ્ટે મળે તો રાહુલ ગાંધી વર્ષ 2024માં ચુંટણી લડી શકશે. પરંતુ અમને સરકાર તરફથી આની આશા ઓછી છે.
આ પણ વાંચો : Breaking News : Rahul Gandhi 8 વર્ષ સુધી નહીં લડી શકે ચૂંટણી! જાણો કયા કેસમાં રાહુલ ગાંધીને સજા થઈ