AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : દિલ્હીમાં જંતર મંતર પર પ્રદર્શનકારી પહેલવાનો અને પોલીસ વચ્ચે ધક્કા-મુક્કી, જુઓ Video

દિલ્હીમાં જંતર મંતર પ્રદર્શનકારી પહેલવાનો અને પોલીસ વચ્ચે ધક્કા -મુક્કી થઇ હોવાનો વિડિયો સામે આવ્યો છે.દિલ્હીમાં જંતર-મંતર પર ધરણા કરી રહેલા પહેલવાનો અને પોલીસ વચ્ચે બોલાચાલી અને ઝપાઝપીનો એક વીડિયો સામે આવ્યો છે. બુધવારે (3 રાત્રે લગભગ 11.30 વાગ્યે વિરોધ કરી રહેલા પહેલવાનો અને દિલ્હી પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી.

Breaking News : દિલ્હીમાં જંતર મંતર પર પ્રદર્શનકારી પહેલવાનો અને પોલીસ વચ્ચે ધક્કા-મુક્કી, જુઓ  Video
Delhi Jantar Mantar Clash
| Updated on: May 04, 2023 | 12:02 AM
Share

દિલ્હીમાં જંતર મંતર પર પ્રદર્શનકારી પહેલવાનો અને પોલીસ વચ્ચે ધક્કા -મુક્કી થઇ હોવાનો વિડિયો સામે આવ્યો છે.દિલ્હીમાં જંતર-મંતર પર ધરણા કરી રહેલા પહેલવાનો અને પોલીસ વચ્ચે બોલાચાલી અને ઝપાઝપીનો એક વીડિયો સામે આવ્યો છે. બુધવારે રાત્રે લગભગ 11.30 વાગ્યે વિરોધ કરી રહેલા પહેલવાનો અને દિલ્હી પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી.પહેલવાનો આરોપ છે કે વરસાદને કારણે પથારી મંગવવામાં આવી હતી. પોલીસે તેમને આવતા અટકાવ્યા. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સ્ટાર ખેલાડી બજરંગ પુનિયા અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ રહી છે.

હડતાલ ફરી શરૂ કરી

ઉલ્લેખનીય છે કે,  કુસ્તીબાજોએ જાન્યુઆરીમાં જંતર-મંતર ખાતે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહના વિરુદ્ધ ધરણા કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે WFI પ્રમુખે મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કર્યું હતું. ભારતીય ઓલિમ્પિક એસોસિએશન અને રમતગમત મંત્રાલયે આ મામલે એક કમિટી બનાવી હતી. પિકેટિંગ કરનારા ખેલાડીઓનું કહેવું છે કે કમિટી બન્યા બાદ પણ આ મામલે હજુ સુધી કંઈ થયું નથી, તેથી આ લોકો ફરીથી ધરણા પર બેઠા છે. આ તમામ આંદોલનકર્તા પહેલવાનો, બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે વહેલી તકે FIRની માંગ કરી રહ્યા છે.

ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયાએ કહ્યું છે કે તે ધરણાસ્થળેથી હટશે નહીં. મીડિયા સાથે વાત કરતા બજરંગે કહ્યું કે દિલ્હી પોલીસ તેની સાથે જે રીતે વર્તન કરી રહી છે તે ખોટું છે. જંતર-મંતર પર રાત્રે પ્રદર્શનની મંજૂરી નથી. પરંતુ ખેલાડીઓએ આ માટે પરવાનગી માંગી હતી, જે દિલ્હી પોલીસ દ્વારા આપવામાં આવી ન હતી. બજરંગે કહ્યું કે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી તેઓ હડતાળ ચાલુ રાખશે.

આ પણ વાંચો : ભારતીય એરલાઇન્સ ઉદ્યોગના સંકટની સ્ટોરી, ત્રણ બરબાદ ચોથીનો TATAએ કર્યો બેડો પાર

Follow Us
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
g clip-path="url(#clip0_868_265)">