AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : હરભજન સિંહ હવે CRPF સુરક્ષા હેઠળ રહેશે, માન સરકારે તેમની સુરક્ષા પાછી ખેંચી લીધી, કેન્દ્રએ વધારાની સુરક્ષા પૂરી પાડી

રાજ્યસભાના સાંસદ હરભજન સિંહની પંજાબ સરકાર દ્વારા સુરક્ષા દુર કર્યા બાદ કેન્દ્ર સરકારે સીઆરપીએફની સુરક્ષા આપી છે. આ ઘટના પંજાબમાં જોવા મળતા રાજનીતિક સંકટ વચ્ચે થઈ છે. રાધવ ચઢ્ઢાએ દાવો કર્યો કે, આમ આદમી પાર્ટીના અનેક સાંસદ પાર્ટી બદલી રહ્યા છે. હરભજન સિંહનું નામ પણ આ લિસ્ટમાં સામેલ થવાથી રાજનીતિમાં હલચલ મચી ગઈ છે.

Breaking News : હરભજન સિંહ હવે CRPF સુરક્ષા હેઠળ રહેશે, માન સરકારે તેમની સુરક્ષા પાછી ખેંચી લીધી, કેન્દ્રએ વધારાની સુરક્ષા પૂરી પાડી
| Updated on: Apr 27, 2026 | 10:52 AM
Share

પંજાબ સરકારે રાજ્યસભાના સાંસદ હરભજન સિંહની સિક્યોરિટી પરત લઈ લીધી છે. તેના ઘરની બહારથી પંજાબ પોલીસ સુરક્ષાકર્મચારીઓને દુર કર્યા છે. રાધવ ચઢ્ઢાએ હરભજન સિંહના આમ આદમી પાર્ટી છોડવાનો દાવો કર્યો હતો. પંજાબ પોલીસની સુરક્ષા કવર દુર કર્યા બાદ તરત જ રાજ્યસભાના સાંસદ અને પૂર્વ ક્રિકેટર હરભજન સિંહને સીઆરપીએફની સુરક્ષા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. તેના જલંધરના ઘરની બહાર સીઆરપીએફને તૈનાત કરવામાં આવ્યા છે.

પંજાબ સરકારે રાજ્યસભાના સાંસદ અને પૂર્વ ક્રિકેટર હરભજન સિંહની સુરક્ષા પરત લઈ લીધી છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે. જયારે આમ આદમી પાર્ટીથી અલગ થઈ ભાજપમાં સામેલ થયેલા રાધવ ચઢ્ઢાએ દાવો કર્યો હતો કે, હરભજન સિંહ પણ આમ આદમી પાર્ટી છોડનાર 7 સાંસદમાં સામેલ છે. હરભજન સિંહના સ્ટાફ મુજબ પંજાબ સરકારે પોલીસ સિક્યોરીટી પરત લઈ લીધી છે. 9 થી 10 સુરક્ષાકર્મચારીઓ અને સરકારી એસ્કોર્ટ ગાડી પંજાબ સરકારે પરત લઈ લીધી છે.

આમ આદમી પાર્ટીના 7 સાંસદોએ પક્ષ બદલ્યો

આ ઘટના પંજાબમાં રાજકીય સંકટ વચ્ચે આવી છે, જે AAPના સાત રાજ્યસભા સાંસદો – રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક, સ્વાતિ માલીવાલ, હરભજન સિંહ, રાજિન્દર ગુપ્તા, અશોક મિત્તલ અને વિક્રમ સાહનીના પક્ષપલટા પછી શરૂ થયું હતું, જેના કારણે પક્ષના કાર્યકરો અને નેતાઓ તરફથી તીવ્ર પ્રતિક્રિયાઓ આવી હતી.શુક્રવારના રોજ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા રાધવ ચઢ્ઢાએ દાવો કર્યો હતો કે, આમઆદમી પાર્ટીના ઉપરના સદનમાં લગભગ બે તૃતીયાંશ સાંસદો તેમની સાથે જવા તૈયાર છે, જે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળની પાર્ટી માટે મોટો ઝટકો છે.

હરભજન સિંહ પાસે સૌથી મોટી સુરક્ષા ટીમ હતી, જેમાં એક ડઝનથી વધુ કર્મચારીઓ હતા. સુરક્ષા હટાવવાનું આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે AAP લુધિયાણા, ભટિંડા, ફરીદકોટ અને ચંદીગઢમાં આ સાંસદો વિરુદ્ધ સતત વિરોધ પ્રદર્શન કરી રહી છે.

બોલીવુડની સુંદર અભિનેત્રીના દિલ પર રાજ કરનાર સાંસદ-ક્રિકેટર હરભજન સિંહના પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
g clip-path="url(#clip0_868_265)">