AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: જમ્મુકાશ્મીરમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાને લઈને મોટો ખૂલાસો, આતંકીઓએ નામ પૂછી-ધર્મ જાણીને ગોળી મારી

જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓ પર કરવામાં આવેલા આતંકી હુમલામાં પ્રત્યક્ષદર્શીઓ સૌથી મોટો ખૂલાસો કર્યો છે. આતંકીઓએ નામ પૂછી-પૂછીને ધર્મ જાણ્યા બાદ ગોળી મારી હોવાનો દાવો કરાયો છે. આ હુમલામાં એક પ્રવાસીનું મોત થયુ છે જ્યારે 12 પ્રવાસીઓને ગોળી વાગવાથી ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.

Breaking News: જમ્મુકાશ્મીરમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાને લઈને મોટો ખૂલાસો, આતંકીઓએ નામ પૂછી-ધર્મ જાણીને ગોળી મારી
| Updated on: Apr 22, 2025 | 5:42 PM
Share

જમ્મુકાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો છે. જેમા પ્રવાસીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા છે આ હુમલામાં 6 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમા ત્રણ સ્થાનિક અને ત્રણ પ્રવાસીઓ સામેલ છે. આતંકીઓને પકડવા માટે સેના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યુ છે. આતંકીઓના ફાયરીંગમાં 1 વ્યક્તનું મોત થયુ છે. સૂત્રો અનુસાર બે થી ત્રણ આતંકવાદીઓ પોલીસ અને આર્મીના યુનિફોર્મમાં આવ્યા હતા.

આતંકવાદીઓએ પ્રવાસીઓના નામ જાણ્યા બાદ કર્યુ ફાયરીંગ

આતંકી હુમલાના એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર આતંકીઓ પોલીસ અને આર્મીના યુનિફોર્મમાં હતા અને પ્રવાસીઓના પહેલા નામ જાણ્યા હતા અને ધર્મની ઓળખ કર્યા બાદ ફાયરીંગ કર્યુ હતુ. જમ્મુકાશ્મીરના પહલગામના બેસરનમાં પ્રવાસીઓ પર આતંકી હુમલો કરવામાં આવ્યો છે. આતંકીઓએ ઘોડેસવારી કરી રહેલા પ્રવાસીઓના ગૃપને ટાર્ગેટ કર્યુ હતુ. જેમા 12 લોકો ઘાયલ થયા છે. જેમા બે લોકોની હાલ અત્યંત ગંભીર છે. આ હુમલામાં પ્રવાસીઓની સાથે અશ્વો પણ ઘાયલ થયા છે. જેમને પણ ગોળીઓ વાગી છે. હુમલાખોર આતંકવાદીઓને પકડવા માટે CRPF ની વધારાની એક ક્વિક રિએક્શન ટીમ (QAT) હાલ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે.

હિંદુ નામ સાંભળીને ભેળ પુરી ખાઈ રહેલા મહિલાના પતિને મારી ગોળી

જમ્મુ-કાશ્મીરના પહલગમમાં થયેલા આતંકી હુમલાઓ સુરક્ષા ચિંતાને વધારી દીધી છે. એક પ્રત્યક્ષદર્શી મહિલાએ રડતા રડતા  જણાવ્યુ કે તેના પતિ જ્યારે ભેળપુરી ખાઈ રહ્યા હતા. ત્યારે આતંકવાદીએ તેનુ નામ પૂછ્યુ અને ગોળી મારી દીધી. મહિલાએ જણાવ્યુ કે તેના પતિને એ કારણ થી ગોળી મારી દીધી કેમ કે તેઓ મુસ્લિમ નથી.

બેસરન ઘાટી એક પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ છે જે પહલગામથી થોડા કિલોમીટરના અંતરે આવેલુ છે. અહીં ઘોડા દ્વારા અથવા ચાલીને જ જઈ શકાય છે. અહીં મોટી સંખ્યામાં પર્યટકો દર વર્ષે ફરવા માટે આવે છે. આ હુમલો પણ એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે મોટ સંખ્યામાં પ્રવાસીઓની આવવાની સીઝન શરૂ થઈ ચુકી છે અને ઘાટીમાં ઘણી ભીડ રહેતી હોય છે.

આ હુમલા પાછળ TRF આતંકવાદી સંગઠનનો હાથ

પહેલગામ આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને, CRPF ની વધારાની ક્વિક રિએક્શન ટીમ (QAT) ને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. પ્રારંભિક માહિતીમાં જાણવા મળ્યું છે કે આ આતંકવાદી હુમલા પાછળ TRF આતંકવાદી સંગઠનનો હાથ હોઈ શકે છે. ગુપ્તચર સુરક્ષા એજન્સીના જણાવ્યા અનુસાર, હુમલાખોરો પોલીસ/સેનાના ગણવેશમાં હતા અને તેમની સંખ્યા 2 થી 3 હતી. આ હુમલાનો હેતુ ખાસ કરીને પ્રવાસીઓને નિશાન બનાવવાનો હતો.

“મારા દીકરાને ગોળી વાગી છે “

આતંકવાદી હુમલા પછી, એક મહિલાનો વીડિયો સામે આવ્યો છે જેમાં તે કહી રહી છે કે મારા પુત્રને ગોળી વાગી છે. હુમલામાં ઘાયલ થયેલા લોકોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

PM મોદીએ અમિત શાહને જમ્મુકાશ્મીર પહોંચવા કર્યો નિર્દેશ

હાલ હુમલાની જાણ થતા જ PM મોદીએ પણ ગૃહમંત્રી અમિત શાહને ફોન કરીને જાણકારી મેળવી હતી અને જરૂરી તમામ કાર્યવાહી કરવાની સૂચના આપી છે. પીએમ મોદીએ અમિત શાહને પહલગામ જઈ ઘટનાસ્થળની મુલાકાત લેવાનો પણ નિર્દેશ કર્યો છે.  હાલ હુમલા બાદ ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચસ્તરીય બેઠ બોલાવી છે. જેમા IB ના ગૃહ વિભાગના સચિવ અને ગૃહમંત્રાલયના અન્ય અધિકારીઓ હાજર ચે. જમ્મુ-કાશ્મીરના લોકો અને J&Kના ડીજીપી પણ આ વર્ચ્યુઅલ મીટીંગમાં સામેલ થયા છે.

ઓમર અબ્દુલાએ હુમલાને ગણાવ્યુ કાયરતાપૂર્ણ કૃત્યુ

જમ્મુકાશ્મીરના CM ઓમર અબ્દુલાએ પણ હુમલાની નીંદા કરતા જણાવ્યુ, “આ અત્યંત ધૃણાસ્પદ કૃત્ય છે. આ હુમલાખોરો દાનવો છે, આ અમાનવીય અને તિરસ્કારને પાત્ર કૃત્ય છે. શ્રીનગરથી હાલ પરત ફરી રહ્યો છુ. ઈજાગ્રસ્તોની દેખરેખ માટે મારા સહયોગી હોસ્પિટલમાં ખડેપગે તૈનાત છે અને આ ઘટનાથી ઘણો વ્યથિત છુ.”

દેશ અને દુનિયાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">