AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : બદ્રીનાથના માણા ગામ નજીક ગ્લેશિયર તુટી પડતા 57 મજૂરો દટાયા

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હાલમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જનજીવન સામાન્ય કરવા માટે રસ્તાઓ પરથી બરફ હટાવવામાં આવી રહ્યો છે. આ બરફ હટાવવા દરમિયાન શુક્રવારે સવારે એક ગોજારો અકસ્માત સર્જાયો હતો. ગ્લેશિયર તુટી પડવાને કારણે 57 મજૂરો બરફ નીચે દટાઈ ગયા છે. હિમશીલા નીચે દટાયેલા મજૂરોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

Breaking News : બદ્રીનાથના માણા ગામ નજીક ગ્લેશિયર તુટી પડતા 57 મજૂરો દટાયા
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2025 | 6:51 PM
Share

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. બદ્રીનાથ ધામમાં ગ્લેશિયર તુટી પડવાને કારણે 57 મજૂરો બરફ નીચે દટાયા છે. કામદારોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 10 મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે અન્ય મજૂરોની શોધખોળ ચાલી રહી છે. આ તમામ મજૂરો બદ્રીનાથ ધામમાં રોડ બનાવવાના કામમાં રોકાયેલા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. ચમોલી જિલ્લા પોલીસ-પ્રશાસનના અધિકારીઓ અને BRO ટીમના સભ્યો ઘટનાસ્થળે ઉપસ્થિત છે.

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાની તારીખો જાહેર કરવામાં આવી છે. આ જોતા બદ્રીનાથ ધામથી ત્રણ કિલોમીટર આગળ માના ગામ પાસે રસ્તા પરથી બરફ હટાવવાનું અને રોડ વાહનવ્યવહારને અનુરૂપ કરવાનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું હતું. શુક્રવારે સવારે પણ એક ખાનગી કોન્ટ્રાક્ટરના 57 કામદારો રસ્તા પરથી બરફ હટાવી રહ્યા હતા ત્યારે અચાનક પહાડ પરથી ગ્લેશિયર તૂટી પડતા કામ કરી રહેલા તમામ કામદારો બરફ નીચે દટાઈ ગયા હતા.

બીઆરઓ કમાન્ડરે જાહેર કરી માહિતી

અકસ્માતની માહિતી મળતા જ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) અને જિલ્લા પોલીસ પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તરત જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આ સમાચાર લખાઈ રહ્યાં છે ત્યાં સુધીમાં બરફમાં દટાયેલા 10 મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે અન્યની શોધ ચાલી રહી છે. બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન કમાન્ડર અંકુર મહાજને જણાવ્યું કે આ દુર્ઘટના માના ગામથી લગભગ એક કિલોમીટર પહેલા આર્મી કેમ્પ પાસે રોડ પર થઈ હતી.

57 મજૂરો બરફમાં દટાયા, બચાવ કામગીરી યથાવત

BRO કમાન્ડર અંકુર મહાજને કહ્યું કે, અમને સવારે 8:00 વાગ્યે હિમપ્રપાત એટલે કે હિમ સ્ખલનની માહિતી મળી હતી. અંકુર મહાજને જણાવ્યું કે માહિતી મળતાની સાથે જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. મળતી માહિતી મુજબ એક ખાનગી કોન્ટ્રાક્ટરના 57 કામદારો બરફમાં દટાયા છે. આ તમામ મજૂરો ત્યાં કેમ્પ બનાવીને રહેતા હતા ત્યારે તેઓ અકસ્માતનો ભોગ બન્યા હતા.

આ સમયે બદ્રીનાથ ધામમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જનજીવન સામાન્ય કરવા માટે રસ્તાઓ પરથી બરફ હટાવવામાં આવી રહ્યો છે. BRO કમાન્ડર અંકુર મહાજને જણાવ્યું કે હિમવર્ષાના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હજુ પણ અમારી ટીમ કામદારોને બરફમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">