Breaking News: Atiq Ahmed Murder: અતીક-અશરફની સુરક્ષામાં તૈનાત તમામ 19 પોલીસ કર્મચારી ભૂર્ગભમાં
માફિયા ભાઈઓ અતીક અહેમદ અને અશરફ અહેમદને રવિવારે રાત્રે કડક પોલીસ સુરક્ષા વચ્ચે કસારી મસારી કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. આ દરમિયાન અતીકના બંને સગીર પુત્રો અહજમ અને અબાન હાજર રહ્યા હતા.
અતીક-અશરફની સુરક્ષામાં તૈનાત તમામ 19 પોલીસ કર્મચારી જ ભાગી ગયા છે. જાણકારી મુજબ 19 પોલીસ કર્મચારી અતીક-અશરફને મેડિકલ કરાવવા લઈને ગયા હતા. તેમને પોલીસ સ્ટેશનની ડ્યૂટી પરથી હટાવી દેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે શનિવારે રાત્રે જ 3 હુમલાખોરોએ અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની પોલીસની સામે જ હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ ત્રણે હુમલાખોરોએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા અને પોલીસ સામે આત્મસમર્પણ કર્યુ હતું.
અતીક-અશરફને દફનાવવામાં આવ્યા
માફિયા ભાઈઓ અતીક અહેમદ અને અશરફ અહેમદને રવિવારે રાત્રે કડક પોલીસ સુરક્ષા વચ્ચે કસારી મસારી કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા. આ દરમિયાન અતીકના બંને સગીર પુત્રો અહજમ અને અબાન હાજર રહ્યા હતા. બીજી તરફ અશરફની પત્ની અને તેની બે પુત્રીઓ પણ હાજર હતી.
એસઆરએન હોસ્પિટલમાં અતીક અને અશરફ અહેમદનું પોસ્ટમોર્ટમ થતાં જ સાંજે જ બંનેના મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા હતા. ત્યાંથી ભારે પોલીસ બંદોબસ્ત સાથે પરિવાર અતીક અને અશરફના મૃતદેહને લઈને કસારી મસારી કબ્રસ્તાન ખાતે સોંપણી માટે પહોંચ્યા હતા.
આ પણ વાંચો: ગુડ્ડુ મુસ્લિમ ક્યાં છે? હત્યા પહેલા અશરફે લીધું હતું નામ, UP ATF અલગ-અલગ રાજ્યમાં પાડી રહી છે દરોડા
ત્રણ સભ્યના ન્યાયિક તપાસ પંચની રચના
શનિવારે રાત્રે પ્રયાગરાજમાં માફિયા ભાઈઓ અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ ધુમાનગંજ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. બીજી તરફ આ ઘટનાની તપાસ માટે રાજ્ય સરકારે ન્યાયિક તપાસ પંચની રચના કરી છે. આ ત્રણ સભ્યોના ન્યાયિક તપાસ પંચે 60 દિવસમાં તેનો તપાસ રિપોર્ટ દાખલ કરવાનો રહેશે.
આ અંગેની માહિતી પ્રયાગરાજ કમિશનરેટ ઓફિસ દ્વારા રવિવારે બપોરે આપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ ગૃહ વિભાગ દ્વારા કમિશન ઓફ ઈન્ક્વાયરી એક્ટ-1952 હેઠળ ન્યાયિક તપાસ પંચની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 2 મહિનામાં તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ સબમિટ કરવાની જવાબદારી કમિશનની રહેશે.
આ રિપોર્ટ ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારને સુપરત કરવામાં આવશે. તપાસ પંચે નક્કી કરવાનું રહેશે કે ઘટનામાં ક્યાં અને કયા તબક્કે ક્ષતિ રહી છે. શું આ ઘટનાને અટકાવી શકાઈ હોત? ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થવું જોઈએ. આ સંબંધમાં તપાસ પંચ પણ રિપોર્ટમાં પોતાની સલાહ આપી શકે છે.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…