Atiq Ahmed Murder: અતીક-અશરફની હત્યા કોના કહેવા પર થઈ હતી ? ATSએ 17 કલાક સુધી 3 શૂટર્સને પૂછ્યા 22 પ્રશ્નો
15 એપ્રિલની રાત માફિયા બ્રધર્સ અતીક અને અશરફ અહેમદ માટે છેલ્લી રાત બની. ત્રણ શૂટરોએ બંનેને પોલીસ કસ્ટડીમાં હોસ્પિટલના પ્રાંગણમાં જ ઠાર માર્યા. 16 સેકન્ડમાં 18 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા. ત્રણેય શૂટરોને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
માફિયા બંધુ અતીક અને અશરફ અહેમદની હત્યા કરનારા ત્રણ શૂટર્સને રવિવારે સાંજે જ 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ત્રણેય હત્યારાઓને પ્રયાગરાજના જિલ્લા મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતા. બંને ભાઈઓની હત્યા કર્યા બાદ ત્રણેય હત્યારાઓએ સ્થળ પર જ આત્મસમર્પણ કર્યું હતું. જે બાદ STF અને જિલ્લા પોલીસે ત્રણેય શૂટરોની લગભગ 17 કલાક સુધી પૂછપરછ કરી હતી. જેમાં શૂટર્સને 22 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ અતીક-અશરફ હત્યા કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, નિષ્ણાતોની સમિતિ બનાવી તપાસની કરાઈ માંગ
15 એપ્રિલની રાત્રે જરૂરી પુછપરછ બાદ સ્વસ્થ થયા પછી, અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને મેડિકલ ટેસ્ટ માટે પ્રયાગરાજ મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યા, ત્યારે જ ત્રણ શૂટર્સ લવલેશ તિવારી, મોહિત ઉર્ફે સની અને અરુણ કુમાર મૌર્યે ઓચિંતો હુમલો કરીને બન્નેની હત્યા કરી. 16 સેકન્ડમાં 18 રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાં અતીક અને અશરફનું ઘટનાસ્થળે જ મોત થયું. હત્યાકાંડને અંજામ આપ્યા બાદ ત્રણેએ આત્મસમર્પણ કર્યું હતું.
પ્રશ્નોની યાદી.
- હત્યાનો હેતુ શું છે?
- હત્યાનું કાવતરું ક્યારે ઘડાયું હતું?
- હત્યામાં વપરાયેલા વિદેશી હથિયારો ક્યાંથી મેળવ્યા?
- હત્યા પહેલા રેકી કરવામાં આવી હતી ?
- તમને મીડિયા આઈડી, ડમી કેમેરા અને માઈક ક્યાંથી મળ્યું?
- હત્યાને અંજામ આપવા કોની મદદ લેવામાં આવી?
- શું ત્રણેયએ કોઈના ઈશારે આ હત્યાને અંજામ આપ્યો છે?
- તમે પ્રયાગરાજની હદમાં ક્યારે પ્રવેશ્યા?
- પહેલાં છેલ્લું સ્થાન કયું હતું?
- ત્રણેય કેટલા દિવસથી એકબીજાના સંપર્કમાં હતા?
- સંદેશાવ્યવહાર માટે કઈ તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો?
- અતીક અને અશરફ અહેમદ વચ્ચે શું દુશ્મની હતી?
- હત્યાનો કોન્ટ્રાક્ટ કોઈ પાસેથી લેવામાં આવ્યો હતો?
- અતીક અને અશરફ અહેમદને તમે કેટલા સમયથી ઓળખો છો?
- શું 15મી પહેલા પણ હત્યાનો પ્રયાસ થયો હતો?
- પ્રયાગરાજમાં પ્રવેશ્યા પછી ક્યાં રહ્યા ?
- ત્રણેય પાસે આટલા કારતુસ ક્યાંથી આવ્યા?
- હત્યા બાદ કોના કહેવા પર તેણે આત્મસમર્પણ કર્યું?
- માત્ર અતીકને ખતમ કરવા માંગતા હતા? કે બંનેને મારવા આવ્યા હતા?
- શા માટે શરૂઆતના 7 રાઉન્ડ ગોળી અતીકને નિશાન બનાવીને ચલાવવામાં આવી?
- મીડિયાના સ્વાંગમાં હુમલો કરવાનો પ્લાન કોનો હતો?
- હુમલા બાદ નારા કેમ લગાવ્યા ?
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…