ભારતીય નૌકાદળે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલની બતાવી તાકાત, યુદ્ધ જહાજથી સમુદ્રમાં કરાયું પરીક્ષણ

ભારતીય નૌકાદળે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલની બતાવી તાકાત, યુદ્ધ જહાજથી સમુદ્રમાં કરાયું પરીક્ષણ
Brahmos supersonic cruise missile
Image Credit source: ANI

BrahMos Supersonic Cruise Missile: ભારત દ્વારા અંડરવોટર વેરિઅન્ટ પણ વિકસાવવામાં આવી રહ્યું છે, જેનો ઉપયોગ માત્ર ભારતની સબમરીનમા કરવાની સાથોસાથ મિત્ર દેશોમાં પણ નિકાસ કરવામાં આવશે.

TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Feb 18, 2022 | 2:24 PM

BrahMos Supersonic Cruise Missile: ભારતીય નૌસેના (Indian Navy)એ શુક્રવારે તેના યુદ્ધ જહાજ INS વિશાખાપટ્ટનમ (INS Visakhapatnam)થી સમુદ્રમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ (BrahMos Supersonic Cruise Missile)નું પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિની ફ્લીટ રિવ્યુમાં ભાગ લેવા માટે યુદ્ધ જહાજ 21 ફેબ્રુઆરીએ વિશાખાપટ્ટનમ પહોંચ્યું છે. INS વિશાખાપટ્ટનમ એ ભારતીય નૌકાદળનું નવીનતમ યુદ્ધ જહાજ છે જેને તાજેતરમાં સામેલ કરવામાં આવ્યું છે.

અંડરવોટર વેરિઅન્ટ પણ વિકસાવવામાં આવી રહ્યું છે, જેનો ઉપયોગ માત્ર ભારતની સબમરીન જ નહીં, પરંતુ મિત્ર દેશોમાં પણ નિકાસ કરવામાં આવશે. ન્યૂઝ એજન્સી ANIએ પણ પોતાના ટ્વિટમાં તેનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં સમુદ્રમાં યુદ્ધ જહાજ પરથી મિસાઈલનું પરીક્ષણ કેવી રીતે થઈ રહ્યું છે તે જોઈ શકાય છે.

બ્રહ્મોસ મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું

21મી ફેબ્રુઆરીના રોજ કાર્યક્રમ યોજાશેનૌકાદળ 21 ફેબ્રુઆરીએ વિશાખાપટ્ટનમમાં રાષ્ટ્રપતિની ફ્લીટ રિવ્યુ કરશે. જેમાં ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.ભારતે વર્ષ 1995માં મિલન કાર્યક્રમનું આયોજન કરવાનું શરૂ કર્યું હતું. હવે મિલાન 2022ને તેની 11મી આવૃત્તિ કહેવામાં આવી રહી છે. તેમાં ભાગ લેવા માટે 45 થી વધુ દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

બ્રહ્મોસ મિસાઈલ અનેક વિશેષતાઓથી સજ્જ છે

બીજી તરફ બ્રહ્મોસ મિસાઈલની વાત કરીએ તો તે ઘણી સુવિધાઓથી સજ્જ છે. આ મિસાઈલ 400 કિમી સુધીના લક્ષ્યને મારવામાં સક્ષમ છે. તેને ભારત અને રશિયાના સંયુક્ત પ્રયાસથી વિકસાવવામાં આવ્યું છે. આ મિસાઈલની લંબાઈ 8.4 મીટર છે. જ્યારે જાડાઈ 0.6 મીટર છે. ફિલિપાઈન્સ આ મિસાઈલ ભારત પાસેથી ખરીદી રહ્યું છે. આ માટે તેણે લગભગ $374.9 મિલિયન (રૂ. 27.89 બિલિયન)ના સોદાને મંજૂરી આપી છે.

આ પણ વાંચો : Live 2008 Ahmedabad Serial Blast verdict Live: અમદાવાદ બ્લાસ્ટ કેસમાં સૌથી વધુ 7 હજાર 15 પાનાંનો ચુકાદો, 38 દોષિતને ફાંસી,11 દોષિતને આજીવન કેદની સજા

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati