પંજાબી ગાયક દલેર મહેંદીની ધરપકડ, 18 વર્ષ જૂના માનવ તસ્કરી કેસમાં 2 વર્ષની સજા

ગુરુવારે પંજાબ પોલીસે માનવ તસ્કરીના (Human Trafficking Case) 18 વર્ષ જૂના કેસમાં દલેર મહેંદીની ધરપકડ કરી હતી. પંજાબની પટિયાલા કોર્ટે મહેંદીની જેલની સજાને યથાવત રાખી છે.

પંજાબી ગાયક દલેર મહેંદીની ધરપકડ, 18 વર્ષ જૂના માનવ તસ્કરી કેસમાં 2 વર્ષની સજા
Daler Mehndi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2022 | 5:38 PM

પંજાબી સિંગર દલેર મહેંદીની (Daler Mehndi) મુશ્કેલીઓ વધી ગઈ છે. ગુરુવારે પંજાબ પોલીસે માનવ તસ્કરીના (Human Trafficking Case) 18 વર્ષ જૂના કેસમાં દલેર મહેંદીની ધરપકડ કરી હતી. પંજાબની પટિયાલા કોર્ટે મહેંદીની જેલની સજાને યથાવત રાખી છે. દલેર મહેંદી પર ગેરકાયદેસર રીતે લોકોને વિદેશ મોકલવાનો આરોપ છે. કોર્ટના નિર્ણય બાદ તરત જ દલેર મહેંદીની ધરપકડ કરવામાં આવી છે. મેડિકલ કરાવ્યા બાદ તેને પટિયાલા જેલમાં મોકલવામાં આવી રહ્યો છે. હવે દલેર મહેંદીએ રાહત મેળવવા માટે પંજાબ-હરિયાણા હાઈકોર્ટનો સંપર્ક કરવો પડશે.

ગાયક દિલેર મહેંદીને 18 વર્ષ જૂના માનવ તસ્કરી કેસમાં 2018માં નીચલી અદાલતે 2 વર્ષની જેલની સજા ફટકારી હતી. ગુરુવારે પટિયાલા સેશન્સ કોર્ટમાં આ મામલાની સુનાવણી દરમિયાન નીચલી કોર્ટે 2 વર્ષની સજા યથાવત રાખી હતી. તમને જણાવી દઈએ કે, 19 સપ્ટેમ્બર 2003ના રોજ દલેર મહેંદી પર વિદેશમાં મ્યુઝિકલ કોન્સર્ટની આડમાં લોકોને ગેરકાયદેસર રીતે વિદેશ લઈ જવાનો આરોપ લાગ્યો હતો.

આ કેસમાં શમશેર મહેંદી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. શમશેર મહેંદી દલેર મહેંદીના મોટા ભાઈ છે. પૂછપરછ દરમિયાન આ કેસમાં દલેર મહેંદીનું નામ પણ સામે આવ્યું હતું. વર્ષ 2018માં નીચલી અદાલતે મહેંદીને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ પણ અપરાધ હત્યાના કેસમાં પટિયાલા જેલમાં બંધ છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

10 લોકોને વિદેશ લઈ જવાથી મહેંદી ખરાબ રીતે ફસાયા

તમને જણાવી દઈએ કે મ્યુઝિકલ કોન્સર્ટની આડમાં દલેર મહેંદી 1998-99માં ગેરકાયદેસર રીતે 10 લોકોને વિદેશમાં લઈ ગયો હતો. આ માટે તેમની સામે પૈસા લેવાના આરોપો પણ સામે આવ્યા હતા. તે જ સમયે, 19 સપ્ટેમ્બર, 2003ના રોજ દલેરના ભાઈ શમશેર વિરુદ્ધ માનવ તસ્કરીનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં દલેરનું પણ નામ હતું. વર્ષ 2018માં નીચલી અદાલતે મહેંદીને બે વર્ષની જેલની સજા ફટકારી હતી.

સિદ્ધુ પટિયાલા જેલમાં એક વર્ષની સજા ભોગવી રહ્યા છે

ભૂતપૂર્વ ક્રિકેટર અને પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ આ દિવસોમાં દોષિત છે, જેઓ જૂના રોડ રેજ કેસમાં પટિયાલા જેલમાં એક વર્ષની જેલની સજા ભોગવી રહ્યા છે. પરંતુ, પોતાના વિવાદોને કારણે હેડલાઇન્સમાં રહેનારા સિદ્ધુ સાથે જોડાયેલા વિવાદો જેલમાં પણ તેમનો પીછો નથી છોડી રહ્યા. તમને જણાવી દઈએ કે તાજેતરના કેસમાં તે તેની સાથે બેરેકમાં બંધ તેના સાથી કેદીને કારણે ચર્ચામાં આવ્યો હતો. અહીં નવજોત સિંહ સિદ્ધુના વર્તન પર સવાલો ઉભા થયા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">