Rohini Court Blast: દિલ્હીની રોહિણી કોર્ટના રૂમ નંબર 102માં બ્લાસ્ટ થતાં ખળભળાટ મચ્યો, વિસ્ફોટ બાદ દિલ્હી પોલીસે ઘટના સ્થળની આસપાસ સુરક્ષા વધારી
રોહિણી કોર્ટના રૂમ નંબર 102માં બ્લાસ્ટ થયા બાદ ખળભળાટ મચી ગયો હતો. લેપટોપમાં વિસ્ફોટના સમાચાર મળતા જ ફાયરના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
દેશની રાજધાની દિલ્હીની રોહિણી કોર્ટમાંથી આજે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં કોર્ટના રૂમ નંબર 102માં બ્લાસ્ટ થતાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે આ દરમિયાન દિલ્હી પોલીસ અને ફાયર કર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આ સાથે દિલ્હી પોલીસે ઘટના સ્થળને કોર્ડન કરીને વિસ્તારની સુરક્ષા વધારી દીધી છે.
આ સિવાય રોહિણી કોર્ટમાં ચાલી રહેલા તમામ કેસોની સુનાવણી રોકી દેવામાં આવી છે. ત્યારે દિલ્હી પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. હકીકતમાં દિલ્હી ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, રોહિણી કોર્ટમાં સવારે 10:40 વાગ્યે બ્લાસ્ટનો કોલ આવ્યો હતો, ત્યારબાદ 7 ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. સાથે જ આ કેવો બ્લાસ્ટ છે તેની તપાસ કરવામાં આવી રહી છે.
વિસ્ફોટથી રોહિણી કોર્ટ કેમ્પસમાં અંધાધૂંધી મચી ગઈ હતી, જ્યાંથી સલામત સ્થળે પહોંચવાનો પ્રયાસ શરૂ થયો હતો. જ્યારે આ બ્લાસ્ટમાં 2 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ સિવાય પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે લેપટોપને કારણે બ્લાસ્ટ થયો હોઈ શકે છે. તપાસ માટે કેબિનની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા
જણાવી દઈએ કે, દિલ્હીની રોહિણી કોર્ટમાં થયેલા વિસ્ફોટમાં બે લોકોને નાની-મોટી ઈજાઓ થવાના અહેવાલ છે, જેમને CATની એમ્બ્યુલન્સની મદદથી નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. તેમજ પરિસ્થિતિને સંભાળવા માટે, રોહિણી જિલ્લાના ડીસીપી અને એસીપી આરતી શર્મા ટીમ ફોર્સ સાથે રોહિણી કોર્ટ પહોંચ્યા છે.
આ દરમિયાન પોલીસ તપાસ ટીમને જાણવા મળ્યું કે કોર્ટ નંબર 102માં ઈલેક્ટ્રોનિક ડિવાઈસ બ્લાસ્ટ થયો હતો, ત્યારબાદ લોકોએ ફાયરિંગની અફવા ફેલાવી હતી. જેના કારણે સમગ્ર કોર્ટમાં હોબાળો મચી ગયો હતો. જેમાં લોકો સલામત સ્થળ માટે આમથી તેમ દોડવા લાગ્યા હતા.
રોહિણી કોર્ટમાં ગેંગસ્ટરની હત્યા, પોલીસે બંને હુમલાખોરોને પણ માર્યા
નોંધનીય છે કે થોડા સમય પહેલા હુમલાખોરોએ રોહિણી કોર્ટમાં ગોગી ગેંગના ગેંગસ્ટર જીતેન્દ્ર માન ઉર્ફે ગોગીની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. તે જ સમયે દિલ્હી પોલીસે ગોગી પર હુમલો કરનારા બંને હુમલાખોરોને સ્થળ પર જ ઠાર માર્યા હતા. હાલ રોહિણી કોર્ટમાં તમામ ગતિવિધિઓ સામાન્ય છે.