રાફેલ ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપના ખુલાસા, UPA શાસનમાં કમિશનખોરી થઈ

મીડિયાને સંબોધતા સંબિત પાત્રાએ કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે વિપક્ષી પાર્ટીઓ ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીએ 2019ની ચૂંટણી પહેલા ખોટુ વાતાવરણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

રાફેલ ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપના ખુલાસા, UPA શાસનમાં કમિશનખોરી થઈ
Rahul Gandhi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2021 | 1:02 PM

રાફેલ ડીલ પર ફ્રેન્ચ મેગેઝીનના નવા ખુલાસા બાદ ભાજપે કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા છે. બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે આજે તે તમામ સત્ય સામે આવી ગયું છે, જે 2007 થી 2012 દરમિયાન થયું હતું. તેમણે કહ્યું કે આજે અમે તમારી સામે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો મૂકવા જઈ રહ્યા છીએ, જેથી કોના સમયગાળામાં ભ્રષ્ટાચાર થયો તે જણાવશે. ફ્રાન્સની એક મીડિયા સંસ્થાએ થોડા સમય પહેલા ખુલાસો કર્યો હતો કે રાફેલમાં ભ્રષ્ટાચાર થયો છે.

મીડિયાને સંબોધતા, બીજેપી નેતાએ કહ્યું, “આપણે બધાએ જોયું કે જે રીતે વિરોધ પક્ષો, ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીએ 2019ની ચૂંટણી પહેલા રાફેલને લઈને ખોટું વાતાવરણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમને લાગ્યું કે આનાથી તેમને થોડો રાજકીય ફાયદો થશે.”

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

કોંગ્રેસ પર પ્રહાર કરતા પાત્રાએ કહ્યું કે, રાફેલનો વિષય કમિશનની વાર્તા છે, જે બહુ મોટા કૌભાંડનું ષડયંત્ર છે. આ સમગ્ર મામલો 2007 થી 2012 ની વચ્ચે બન્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધી પર પણ નિશાન સાધતા તેમણે કહ્યું – “રાહુલ ગાંધીજી, જવાબ આપો – તમે અને તમારી પાર્ટીએ આટલા વર્ષો સુધી રાફેલને લઈને ભ્રમ ફેલાવવાની કોશિશ કેમ કરી? આજે ખુલાસો થયો છે કે તેમની સરકાર હેઠળની પાર્ટીએ 2007 અને 2012ની વચ્ચે રાફેલમાં આ કમિશન કર્યું હતું, જેમાં વચેટિયાનું નામ પણ સામે આવ્યું છે.

બીજી તરફ ફ્રેંચ મેગેઝીનના આ ઘટસ્ફોટ પર રાહુલ ગાંધીએ પણ કહ્યું કે જ્યારે સત્ય દરેક પગલા સાથે હોય તો ચિંતા કરવાની શું વાત છે? મારા કોંગ્રેસના સાથીઓ – ભ્રષ્ટ કેન્દ્ર સરકાર સામે આ રીતે લડતા રહો. રાહ જોશો નહીં, થાકશો નહીં, ડરશો નહીં!

જણાવી દઈએ કે ફ્રેન્ચ ઓનલાઈન મેગેઝિન મીડિયાપાર્ટે રવિવારે દાવો કર્યો હતો કે ડસોલ્ટ એવિએશને આ ડીલ માટે ભારતીય મધ્યસ્થ સુશેન ગુપ્તાને ઓછામાં ઓછા 65 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. જેથી કંપની ભારત સાથે 36 રાફેલ ફાઈટર જેટનો સોદો કરી શકે. સીબીઆઈને પણ આ વાતની જાણ હતી અને ઈડીને પણ, પરંતુ આ એજન્સીઓએ આ બાબતે કોઈ કાર્યવાહી કરી ન હતી.

આ પણ વાંચો : ‘નવાબ મલિકે દાઉદ ઈબ્રાહિમની ગેંગ પાસેથી જમીન ખરીદી હતી, નવાબ મલિકનું અંડરવર્લ્ડ સાથે કનેક્શન’ દેવેન્દ્ર ફડણવીસનો સ્ફોટક ખુલાસો

આ પણ વાંચો : નવાબ મલિકને ઝટકો, મોહિત કંબોજની અરજી પર સુનાવણી કરતા કોર્ટે ફોજદારી માનહાનિનો કેસ ચલાવવાનો આપ્યો આદેશ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">