ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાનું ટ્વિટર એકાઉન્ટ હેક, રશિયાની મદદ માટે કરવામાં આવી ટ્વીટ

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાના ટ્વિટર એકાઉન્ટ સાથે ચેડા કરવામાં આવ્યા હતા. ટ્વિટર ઈન્ડિયા હેડ ઓફિસે હાલમાં એકાઉન્ટ બ્લોક કરી દીધું છે.

ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાનું ટ્વિટર એકાઉન્ટ હેક, રશિયાની મદદ માટે કરવામાં આવી ટ્વીટ
BJP president JP Nadda (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 10:57 AM

ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાનું (JP Nadda) ટ્વીટર એકાઉન્ટ હેક થઈ ગયુ છે. હેક થયા બાદ તેમના ટ્વીટર એકાઉન્ટથી એક બાદ એક યુક્રેન અને રશિયાની મદદથી જોડાયેલા ટ્વીટ કરવામાં આવ્યા. હેકર્સે સવારે તેમનું એકાઉન્ટ હેક કરતા એક ટ્વીટ કર્યુ. આ ટ્વીટમાં લખ્યું હતું સોરી મારૂ એકાઉન્ટ હેક થઈ ગયું. હેકર્સે પાછળથી પ્રોફાઈલનું નામ પણ બદલી નાખ્યું અને તેને ICG OWNS INDIA કરી દીધું. જોકે હવે તેમનું ટ્વિટર એકાઉન્ટ રિસ્ટોર કરી દેવામાં આવ્યું છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાના ટ્વિટર એકાઉન્ટ સાથે ચેડા કરવામાં આવ્યા હતા. ટ્વિટર ઈન્ડિયા હેડ ઓફિસે હાલમાં એકાઉન્ટ બ્લોક કરી દીધું છે. તે હેકર ક્યાંથી અને કોણ હતો તેની તપાસ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ અધ્યક્ષનું ટ્વિટર એકાઉન્ટ છેલ્લા કેટલાક દિવસોમાં મુંબઈ અને દેશના અન્ય સ્થળોએથી લોગ ઈન કરવામાં આવ્યું હતું. આ ઘટના એ જ સમયે બની છે અને આ દરમિયાન આ એકાઉન્ટ હેક થઈ ગયું હતું.

હવે ભાજપ અધ્યક્ષના ટ્વીટર હેન્ડલ પર છેલ્લી ટ્વીટ 2 કલાક પહેલાની છે, જેમાં તેઓ ઉત્તરપ્રદેશના લોકોને 5માં તબક્કામાં મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે. આમાં તેમને લખ્યું છે કે આજે ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પાંચમા તબક્કાની તમામ 61 બેઠકોના મતદારોને મારી અપીલ છે કે, તેઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરે અને રાજ્યમાં મજબૂત સરકાર બનાવવા માટે તેમની ભૂમિકા ભજવે. પ્રથમ વખત મતદાન કરી રહેલા મતદારોને લોકશાહીને મજબૂત કરવા આગળ આવવા વિનંતી કરવામાં આવી છે.

આ પણ વાંચો: IND vs SL: ટીમ ઇન્ડિયા આજે શ્રીલંકા સામે મોકાની રાહ જોતા ખેલાડીઓને મેદાને ઉતારશે, રોહિત શર્માએ કહ્યુ ’27 નો ઉપયોગ કર્યો હજુ થોડા વધારે’

આ પણ વાંચો: યુક્રેનમાં ફસાયેલા 32 વિદ્યાર્થી રેસ્ક્યૂ ફ્લાઈટથી સહી સલામત દિલ્હી એરપોર્ટ પહોંચ્યા, તમામ ગુજરાત આવવા થયા રવાના

Latest News Updates

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">