BJP National Working Committee meeting: સરકારની અગ્નિપથ યોજના અને રોજગારની જાહેરાતોની થઈ પ્રશંસા

આજે શનિવારથી તેલંગાણામાં ભાજપની (BJP) રાષ્ટ્રીય કાર્ય સમિતિની બે દિવસીય બેઠક શરૂ થઈ છે. પ્રથમ દિવસે અર્થતંત્ર અને ગરીબ કલ્યાણનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

BJP National Working Committee meeting: સરકારની અગ્નિપથ યોજના અને રોજગારની જાહેરાતોની થઈ પ્રશંસા
BJP National Working Committee meetingImage Credit source: BJP
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2022 | 11:50 PM

ભારતીય જનતા પાર્ટી (BJP)ની 2 દિવસીય રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠક શનિવારથી તેલંગાણામાં શરૂ થઈ છે. ભાજપની રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠકમાં (BJP National Working Committee Meeting) પ્રથમ દિવસે કેન્દ્ર સરકારની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જે અંતર્ગત કેન્દ્ર સરકારની અનેક જાહેરાતો અને યોજનાઓ પર ચર્ચાનું કરવામાં આવી. ભાજપની રાષ્ટ્રીય કાર્ય સમિતિના સભ્યોએ સર્વસંમતિથી અગ્નિપથ સેૈન્ય ભરતી યોજના અને આગામી 18 મહિનામાં 10 લાખ નોકરીઓ આપવાની મોદી સરકારની જાહેરાતની પ્રશંસા કરી. સાથે સાથે ભાજપની રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠકમાં પ્રથમ દિવસે અર્થતંત્ર અને ગરીબ કલ્યાણ ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો.

તેલંગાણામાં બે દિવસથી યોજાઈ રહેલી રાષ્ટ્રીય કાર્ય સમિતિની બેઠક ભાજપ માટે ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. એકંદરે આ બેઠકને વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ માટે જોવામાં આવી રહી છે. દક્ષિણ ભારતમાં ભાજપનો વિજય થાય તે વિચાર સાથે દક્ષિણમાં તેલંગાણામાં આ ભાજપની આ બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થશે.

વડાપ્રધાનનું કાર્ય વૈશ્વિક મોડેલ

ભાજપની રાષ્ટ્રીય કાર્ય સમિતિના પ્રથમ દિવસે અર્થતંત્ર અને ગરીબ કલ્યાણ ઠરાવ પસાર થયા બાદ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પત્રકારોને સંબોધિત કર્યા. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કાર્ય વૈશ્વિક મોડેલ બની ગયું છે. તેમણે રોજગાર સંકટ અંગે વિપક્ષના આક્ષેપોને પણ ફગાવ્યા હતા. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે છેલ્લા કેન્દ્રીય બજેટમાં જાહેર ખર્ચ માટે અત્યાર સુધીની સૌથી વધુ ફાળવણી કરવામાં આવી હતી અને સરકારે કોવિડ-19 રોગચાળા દરમિયાન અત્યાર સુધીનો સૌથી વધુ મૂડી ખર્ચ કર્યો હતો.

આ પણ વાંચો

તેમણે કહ્યું કે આ તમામ પગલાં રોજગાર સર્જન સાથે સંબંધિત છે. જો કોઈ ગંભીર સંકટ હોત તો સામાજિક સમરસતાને અસર થઈ હોત. તેમણે સરકાર દ્વારા નોકરીઓનું સર્જન કરવા અને ગરીબોની કાળજી લેવાનો ઉલ્લેખ કરતા આ વાત કહી. ભાજપની રાષ્ટ્રીય કાર્ય સમિતિના સભ્યોએ સર્વસંમતિથી અગ્નિપથ સેેૈન્ય ભરતી યોજના અને આગામી 18 મહિનામાં 10 લાખ નોકરીઓ આપવાની મોદી સરકારની જાહેરાતની પ્રશંસા કરી.

મહામારીની સાથે મોંઘવારીથી આખી દુનિયા થઈ પ્રભાવિત

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ કે ભારતીય અર્થવ્યવસ્થા આઠ ટકાથી વધુના દરે વધી રહી છે અને દેશ વૈશ્વિક રોકાણનું મુખ્ય કેન્દ્ર બની ગયો છે. મહામારી અને મોંઘવારીથી ભારત સહિત તમામ દેશોની અર્થવ્યવસ્થા પર અસર થઈ છે.તેમ છતા ભારત વિકાસના કામો અવિરત કરી રહી છે.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે લાભ થશે
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">