Telangana: CM ચંદ્રશેખર રાવ PM મોદીને રિસીવ કરવા એરપોર્ટ ન પહોંચ્યા, કોંગ્રેસ-ભાજપના તમામ નેતાઓએ કરી ટીકા
બીજેપી નેતા પ્રકાશ રેડ્ડી (BJP Leader Prakash Reddy)એ કહ્યું, 'હું મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવને વિનંતી કરું છું કે તેઓ વડાપ્રધાન મોદી (PM Narendra Modi)સાથે વાત કરે અને તેમની માફી માંગે. કારણ કે, મુખ્યમંત્રીના આ નિર્ણયથી તેલંગાણાની રાજકીય ગતિવિધિઓ પર ખૂબ જ ખરાબ અસર પડશે.
Telangana: તેલંગાણા (Telangana)ના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ (K Chandrashekhar Rao) શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને રિસીવ કરવા માટે એરપોર્ટ પર પહોંચ્યા ન હતા, જેના માટે ભાજપ અને કોંગ્રેસ (BJP and Congress) સહિત તમામ રાજકીય પક્ષોના નેતાઓ તેમની ટીકા કરી રહ્યા છે. જો કે રાવે એરપોર્ટ પર તેમની ગેરહાજરી માટે નાદુરસ્ત તબિયતને ટાંકીને કહ્યું કે, ખરાબ તબિયતને કારણે તેઓ પીએમ મોદીને રિસીવ કરવા આવી શક્યા નથી.
સ્થિતિને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા ભાજપના નેતા પ્રકાશ રેડ્ડી (BJP Leader Prakash Reddy)એ કહ્યું કે, મુખ્યમંત્રીના આ નિર્ણયની અસર રાજ્યની રાજકીય ગતિવિધિઓ પર પડશે. રેડ્ડીએ કહ્યું, આ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે કે, મુખ્યમંત્રી દેશના વડાપ્રધાનને લેવા પણ ન ગયા. આ એક બહાનું છે. મને લાગે છે કે પીએમ મોદી પર અનેકવાર આરોપ લગાવ્યા બાદ તેમનામાં પીએમનો સામનો કરવાની હિંમત નથી.
ભારતના બંધારણની વિરુદ્ધ છે – કોંગ્રેસ
કોંગ્રેસ નેતા વી હનુમંત રાવે પણ (K Chandrashekhar Rao)ના આ વલણની નિંદા કરી અને કહ્યું કે, આ ભારતના બંધારણની વિરુદ્ધ છે. તેમણે કહ્યું, વિરોધી પક્ષના નેતા તરીકે મને લાગે છે કે,તેઓ બંધારણની અવગણના કરવા માંગે છે. રાવ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને બંધારણની વિરુદ્ધ કામ કરી રહ્યા છે. આ લોકશાહી રાષ્ટ્ર છે. હું બંધારણ વિરુદ્ધ થઈ રહેલી કોઈપણ પ્રવૃત્તિની વિરુદ્ધ છું.
PM મોદી 11મી સદીના સંત શ્રી રામાનુજાચાર્યની સ્મૃતિમાં ‘સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી (Statue of Equality)રાષ્ટ્રને સમર્પિત કરવા અને ઈન્ટરનેશનલ ક્રોપ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ફોર સેમી-એરીડ ટ્રોપિક્સ (ICRISAT) ની 50મી વર્ષગાંઠની ઉજવણી માટે તેલંગાણાની મુલાકાતે આવ્યા હતા.
રાજ્યપાલ અને કેન્દ્રીય પ્રવાસન મંત્રી હાજર રહ્યા
પીએમ મોદી એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ગવર્નર તમિલિસાઈ સૌંદરરાજન, કેન્દ્રીય પર્યટન મંત્રી જી કિશન રેડ્ડી અને તેલંગાણાના મંત્રી તલસાની શ્રીનિવાસ યાદવ પણ અહીં મોદીનું સ્વાગત કરનારા VIPમાં સામેલ હતા. પરંતુ આ દરમિયાન મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ (K Chandrashekhar Rao) ગેરહાજર હતા.