Jammu Kashmir: સાંબામાં LoC પર ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, BSFએ ત્રણ ઘૂસણખોરોને ઠાર કર્યા
2 અને 3 ફેબ્રુઆરી દરમિયાન રાત્રે બીએસએફના એક જવાનને ઘણી શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી, ત્યારબાદ તેને પોતાના સાથીઓને સતર્ક કર્યા હતા.
પાકિસ્તાન (Pakistan) પોતાની નાપાક હરકતો કરવાથી સુધરી રહ્યું નથી. તેની વચ્ચે જમ્મૂ-કાશ્મીર (Jammu Kashmir)માં ઘુસણખોરીના પ્રયત્નોને નિષ્ફળ કરવામાં આવ્યા અને સાંબામાં ભારતીય સુરક્ષા દળના જવાનોએ 3 ઘુસણખોરોને ઠાર કર્યા છે. તેમની પાસથી 36 કિલો નશીલો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે. હાલમાં કેસની તપાસ ચાલી રહી છે. આ જાણકારી બીએસએફએ આપી છે. હાલમાં પંજાબના ફિરોજપુર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદની પાસે એક પાકિસ્તાની ઘુસણખોરને ઠાર કરવામાં આવ્યો હતો. 2 અને 3 ફેબ્રુઆરી દરમિયાન રાત્રે બીએસએફના એક જવાનને ઘણી શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી, ત્યારબાદ તેને પોતાના સાથીઓને સતર્ક કર્યા હતા. સૈનિકોએ ઘૂસણખોરને પડકાર્યો, પરંતુ તે અટક્યો નહીં. ત્યારબાદ જવાનોએ ગોળીબાર કર્યો જેના કારણે અજાણ્યા ઘુસણખોરનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.
#JammuAndKashmir | 3 intruders killed at the international border in Samba; 36kgs of drugs recovered, further search is underway: Border Security Force(ANI)#Tv9News
— Tv9 Gujarati (@tv9gujarati) February 6, 2022
ગયા વર્ષે BSFના જવાનોએ ભારત-પાકિસ્તાન સરહદથી ઘુસણખોરીના પ્રયત્નો કરતા 6 ઘુસણખોરોને ઠાર કર્યા અને 3ને પકડી લેવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે બીએસએફએ તેની સાથે જ 2021માં 17 હથિયાર, 900થી વધારે કારતુસ, 30 વિસ્ફોટક ઉપકરણ અને 38 કિલોથી વધારે નશીલો પદાર્થ જપ્ત કર્યો. BSFએ આંતરરાષ્ટ્રીય સરહદ પર સુરંગ વિરોધી ઓપરેશન સતત ચલાવવામાં આવી રહ્યું છે. જે દરમિયાન તેણે બે સુરંગ શોધી કાઢી અને પાકિસ્તાનના આતંકવાદીઓના ઘૂસણખોરીના પ્રયાસોને ભારે નુકસાન પહોંચાડ્યું.
ગયા વર્ષે જવાનો તરફથી આંતરરાષ્ટ્રીય સરહદથી 38.160 કિલોગ્રામ નશીલો પદાર્થ, 4 એકે-47 રાઈફલ, 7 એકે-47 મેગેઝીન, એકે રાઈફલના 339 કારતુસ, 13 પિસ્તોલ, 32 પિસ્તોલ મેગેઝીન, પિસ્તોલના 371 કારતુસ, 13 ગ્રેનેડ, 233 અન્ય કારતુસ સિવાય એક વાયરલેસ સેટ, 6 મોબાઈલ સેટ, એક રેડિયો રિસીવર, 13 ડેટોનેટર જપ્ત કરવામાં આવ્યા.
આ પણ વાંચો: Ahmedabad: ભિક્ષા માગતા બાળકો માટે AMC શરુ કરશે સિગ્નલ સ્કૂલ બસ, 2 કરોડ 87 લાખના ખર્ચે તૈયાર કરાશે બસો