Breaking News : પ્રસુતાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તે પૂર્વે બાળકના જન્મનુ પ્રમાણપત્ર આપી દેવાશે
દેશના રજિસ્ટ્રાર જનરલે તમામ રાજ્યોના નોંધણી અધિકારીઓને જણાવ્યું છે કે, તેમના રાજ્યની હોસ્પિટલોમાંથી નવજાત શિશુની માતાને રજા આપવામાં આવે તે પહેલાં જ તેના હાથમાં નવજાત બાળકના જન્મનુ પ્રમાણપત્ર આપવામાં આવે. ખાસ કરીને સરકારી હોસ્પિટલોમાં કે જ્યાં જન્મ થતા બાળકોમાંથી 50 % થી વધુ નવજાતનો જન્મ થાય છે.

દેશના રજિસ્ટ્રાર જનરલ તમામ રાજયોના નોંધણી અધિકારીને જણાવ્યું છે કે, તેમના રાજ્યમાં હોસ્પિટલોમાં એવી વ્યવસ્થા કરવામાં આવે કે, બાળક જન્મે કે તરત જ તેની માતાના હાથમાં નવજાતના જન્મનુ પ્રમાણપત્ર સોંપી દેવામાં આવે. આના માટે સાત દિવસમાં પ્રમાણપત્ર આપવાનો જે નિયમ છે તેની રાહ જોવાની જરૂર નથી. આવા જન્મના પ્રમાણપત્ર ઇલેક્ટ્રોનિક અથવા અન્ય ફોર્મેટમાં ઈસ્યું કરવું જોઈએ.
ભારતના રજિસ્ટ્રાર જનરલ (RGI) એ તમામ રાજ્યોને ખાતરી કરવા જણાવ્યું છે કે, નવજાત શિશુઓની માતાઓને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવે તે પહેલાં જન્મ પ્રમાણપત્ર ઈસ્યું કરવામાં આવે, ખાસ કરીને સરકારી હોસ્પિટલો જે દેશમાં 50% થી વધુ સંસ્થાકીય જન્મો ધરાવે છે.
RGI ઓફિસે જણાવ્યું હતું કે, રજિસ્ટ્રારોએ જન્મ નોંધણી પૂર્ણ થાય કે તરત જ ઇલેક્ટ્રોનિક અથવા અન્ય ફોર્મેટમાં જન્મ પ્રમાણપત્રો ઈસ્યું કરવા જોઈએ સાત દિવસ પછી નહીં.
RGI કાર્યાલય દ્વારા 12 જૂન, 2025 ના રોજ તમામ રાજ્યોના જન્મ અને મૃત્યુ અંગેના નોંધણી અધિકારીને લખાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, નાગરિક નોંધણી પ્રણાલીમાં સુધારો કરવા માટે ઘણા પગલાં લીધા છે, જેમાં જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ, 1969 માં સુધારા, રાજ્ય જન્મ અને મૃત્યુ નોંધણી નિયમોમાં સુધારા, નવા કેન્દ્રીય CRS પોર્ટલનો વિકાસ વગેરેનો સમાવેશ થાય છે. જન્મ પ્રમાણપત્રના વધતા મહત્વને ધ્યાનમાં લેતા, એ સમયની જરૂરિયાત છે કે નવજાત શિશુની માતાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તે પહેલાં જ તેના હાથમાં બાળકના જન્મનુ પ્રમાણપત્ર આપવામાં આવે. ખાસ કરીને સરકારી હોસ્પિટલોમાં કે જ્યાં કુલ સંસ્થાકીય જન્મના 50% થી વધુ જન્મ થાય છે.”
આ પત્રમાં એવુ પણ કહેવામાં આવ્યું છે કે દેશભરમાં સરકારી હોસ્પિટલો, સામુહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો નોંધણી એકમો તરીકે કાર્યરત છે અને આવા એકમોના રજિસ્ટ્રારને જન્મ પ્રમાણપત્ર તાત્કાલિક ઈસ્યુ કરવાના મહત્વ પ્રત્યે સંવેદનશીલ બનાવવું જોઈએ, કારણ કે તાજેતરના સમયમાં તેની ઉપયોગિતા અનેકગણી વધી ગઈ છે. 1 ઓક્ટોબર, 2023 થી, શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ, સરકારી નોકરીઓ, લગ્ન નોંધણી વગેરે જેવી વિવિધ સેવાઓ માટે જન્મ તારીખ સાબિત કરવા માટે ડિજિટલ જન્મ પ્રમાણપત્ર એકમાત્ર દસ્તાવેજ હશે.
જન્મ પ્રમાણપત્ર રજિસ્ટ્રાર દ્વારા 1969 ના જન્મ અને મૃત્યુ નોંધણી (RBD) અધિનિયમ, 1969 ની કલમ 12 મુજબ જાહેર કરવામાં આવે છે. 2023 માં સુધારેલ RBD અધિનિયમ, 1969, 1 ઓક્ટોબર, 2023 થી કેન્દ્રના પોર્ટલ પર તમામ જન્મ અને મૃત્યુની નોંધણી ફરજિયાત કરે છે. અગાઉ, રાજ્યો પોતાનો ડેટાબેઝ જાળવી રાખતા હતા અને ગૃહ મંત્રાલય (MHA) હેઠળની RGI ઓફિસ સાથે આંકડા શેર કરતા હતા.
કેન્દ્રીયકૃત ડેટાબેઝનો ઉપયોગ રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર (NPR), રેશન કાર્ડ, મિલકત નોંધણી અને મતદાર યાદીને અપડેટ કરવા માટે કરવામાં આવશે. RGI પત્રમાં કહેવામાં આવ્યું છે કે આ પગલાં સામાન્ય લોકોને સુવિધા આપશે અને સદ્ભાવના બનાવશે. અગાઉ 17 માર્ચે, RGI કાર્યાલયે ખાનગી અને સરકારી હોસ્પિટલોને 21 દિવસની અંદર જન્મ અને મૃત્યુની ઘટનાઓની જાણ કરવા ચેતવણી આપી હતી, જ્યારે તેને ઘણી તબીબી સંસ્થાઓ કાયદાનું ઉલ્લંઘન કરતી જોવા મળી હતી, અને કહ્યું હતું કે લગભગ 10 % જન્મ નોંધાયેલા નથી.
દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો