‘તે ઈચ્છે તો ગોળી મરાવી દે, આ શિવાય કંઈ ન કરી શકે’, CM નીતિશ કુમારે લાલુ યાદવ પર કર્યો પલટવાર

|

Oct 26, 2021 | 9:13 PM

નીતિશ કુમારે સોમવારે કુશેશ્વરસ્થાન અને તારાપુરમાં ચૂંટણી જનસભાને સંબોધી હતી. આ સાથે તેમણે લાલુ યાદવ પર નિશાન સાધ્યું. નીતિશ કુમારે કહ્યું કે, દાવો કરવામાં શું જાય છે. અમે જાણીએ છીએ કે જ્યારે લોકોએ તેમને તક આપી ત્યારે તેમણે સેવા કરી ન હતી.

તે ઈચ્છે તો ગોળી મરાવી દે, આ શિવાય કંઈ ન કરી શકે, CM નીતિશ કુમારે લાલુ યાદવ પર કર્યો પલટવાર
Lalu Yadav-Nitish Kumar

Follow us on

બિહારમાં પેટાચૂંટણી નજીક આવતા જ રાજકીય નિવેદનોનો દોર શરૂ થઈ ગયો છે. આરજેડી (RJD) પ્રમુખ લાલુ યાદવ (Lalu Yadav) અને મુખ્યમંત્રી નીતીશ કુમાર (Nitish Kumar) વચ્ચેની બયાનબાજી તેજ થઈ ગઈ છે. લાલુ યાદવે કહ્યું હતું કે તેઓ બે બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીમાં પ્રચાર કરશે. આ સાથે તેમણે કહ્યું હતું કે તેઓ એ પણ સુનિશ્ચિત કરશે કે એનડીએ (NDA) અને નીતીશ કુમારને ડૂબાડી શકાય.

હવે આ મામલે નીતિશ કુમારે વળતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું છે કે લાલુ ઈચ્છે તો ગોળી મારી શકે છે અને કંઈ કરી શકે તેમ નથી. લાલુના વિસર્જન અંગેના નિવેદન પર પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્ન પર નીતિશે કહ્યું, ગોળી મરાવી દો, બીજું કંઈ ન કરી શકે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે મારી તબિયત ખરાબ છે અને કસ્ટડીમાં હોવાને કારણે બે ચૂંટણીમાં પ્રચાર કરી શક્યો નથી. જોકે હવે હું પેટાચૂંટણીમાં પ્રચાર કરીશ. 27 ઓક્ટોબરે હું કુશેશ્વરસ્થાન અને તારાપુરમાં જાહેર સભાઓ કરીશ. તેમણે વધુમાં કહ્યું કે હું કુશેશ્વરસ્થાન અને તારાપુર પેટાચૂંટણીમાં આરજેડી માટે પ્રચાર કરીશ અને સીએમ નીતીશ કુમાર અને એનડીએનું વિસર્જન સુનિશ્ચિત કરીશ.

લાલુની વાત પર ધ્યાન ન આપો
નીતિશ કુમારે સોમવારે કુશેશ્વરસ્થાન અને તારાપુરમાં ચૂંટણી જનસભાને સંબોધી હતી. આ સાથે તેમણે લાલુ યાદવ પર નિશાન સાધ્યું. લાલુ યાદવે કહ્યું છે કે તેમની પાર્ટી બંને બેઠકો જીતશે. જેના જવાબમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે, દાવો કરવામાં શું જાય છે. અમે જાણીએ છીએ કે જ્યારે લોકોએ તેમને તક આપી ત્યારે તેમણે સેવા કરી ન હતી. તેમનું કામ માત્ર બોલવાનું છે. તે જે ઈચ્છે તે બોલી શકે છે. અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. અમે તેમના શબ્દો પર ધ્યાન આપતા નથી.

 

આ પણ વાંચો : કેપ્ટન અમરિન્દર સિંહ બુધવારે તેમની નવી પાર્ટીની જાહેરાત કરશે! પ્રેસ કોન્ફરન્સ બોલાવી, અટકળોનો દોર ચાલુ

આ પણ વાંચો : Lakhimpur Case: મુખ્ય આરોપી આશિષ મિશ્રાને ડેન્ગ્યુની પુષ્ટિ માટે કર્યું ક્રોસ ચેકિંગ, ELISA રિપોર્ટમાં બહાર આવ્યું સત્ય

Published On - 9:09 pm, Tue, 26 October 21

Next Article