Bihar Exit Poll Results 2024 Live : બિહારમાં NDA ને 10 બેઠકોનું નુક્સાન, BJP ની સીટો પર કેસરીયો લહેરાશે, જાણો

|

Jun 01, 2024 | 8:46 PM

લોકસભાની ચૂંટણીનાં પરીણામ માટે 4 જૂનની રાહ આતુરતા જોવાઈ રહી છે. આ પહેલા એક્ઝિટ પોલ સામે આવ્યા છે. બિહારમાં લોકસભાની 40 બેઠકો આવેલી છે. અહીં 1.62 કરોડ મતદારો છે અને 134 ઉમેદવારો 40 બેઠક પર ચૂંટણી લડી રહ્યા હતા. અંતિમ તબક્કાના મતદાન બાદ તુરત ટીવી9નો એક્ઝિટ પોલ સામે આવ્યો છે.

Bihar Exit Poll Results 2024: લોકસભા ચૂંટણી 2024 ના અંતિમ તબક્કાના મતદાન સાથે જ હવે એક્ઝિટ પોલ સામે આવ્યા છે. TV9ના એક્ઝિટ પોલ પણ સામે આવ્યા છે, જેમાં બિહારમાં NDA ને 10 બેઠકોનું નુક્સાન જોવામાં આવી રહ્યું છે. બિહારની 40 બેઠકો દિલ્હીની સત્તા હાંસલ કરવા માટે મહત્વની માનવામાં આવે છે.

PEOPLE’S INSIGHT, POLSTRAT અને TV9ના એક્ઝિટ પોલમાં બિહારને NDA ને મોટી સફળતા મળી રહી છે. NDA ને 29 બેઠકો પર બિહારમાં વિજય મળશે. જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ખાતામાં 8 બેઠકો રહેવાની શક્યતા છે. રાજકીય પક્ષ મુજબ બેઠકોના આંકડાઓ જોવામાં આવે તો, BJP ને 17 બેઠકો પર, JDU ને 07 બેઠકો, LJP ને 4 બેઠકો અને જીતન રામ માઝીની હમ પાર્ટીને 01 બેઠક પર વિજય મળી રહ્યાનું જોવામાં આવી રહ્યું છે. જ્યારે ઈન્ડિયા ગઠબંધનમાં RJD ને 06 અને કોંગ્રેસને 02 બેઠકો મળી રહી છે એમ એક્ઝિટ પોલમાં જોવામાં આવી રહ્યું છે.

વર્ષ 2019ના લોકસભાની સામાન્ય ચૂંટણીમાં બિહારની 40 બેઠકોના પરીણામના આંકડાઓ જોવામાં આવે તો, ભાજપ 17 બેઠકો પર વિજય રહ્યું હતુ. જેડીયૂએ 16 બેઠકો મળી હતી. એલજેપીએ 06 અને કોંગ્રેસે માત્ર 01 બેઠક પર જીત મેળવી હતી.

 

આ પણ વાંચો:  ભારતનું VVIP વૃક્ષ, લોખંડી સુરક્ષા અને દિવસ-રાત પોલીસ જવાનોનો પહેરો, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:43 pm, Sat, 1 June 24

Next Video