AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓડિશા ટ્રેન દુર્ઘટના અંગે મોટો ખુલાસોઃ લૂપ લાઇન પર ઉભી હતી માલગાડી, તેમ છતાં કોરોમંડલ એક્સપ્રેસને મળ્યુ ગ્રીન સિગ્નલ, જુઓ Video

રેલવે બોર્ડે જણાવ્યું હતું કે, કોરોમંડલ એક્સપ્રેસને ગ્રીન સિગ્નલ મળ્યું હતું, તેમ છતાં માલ ગાડી લૂપ લાઇન પર ઊભી હતી. જેના કારણે કોરોમંડલ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. તેમણે કહ્યું હતું કે દુર્ઘટના બાદ રેલવે દ્વારા પ્રથમ રાહત અને બચાવ કાર્ય કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ ટ્રેક મરામતનું કામ કરવામાં આવી રહ્યું છે.

ઓડિશા ટ્રેન દુર્ઘટના અંગે મોટો ખુલાસોઃ લૂપ લાઇન પર ઉભી હતી માલગાડી, તેમ છતાં કોરોમંડલ એક્સપ્રેસને મળ્યુ ગ્રીન સિગ્નલ, જુઓ Video
Railway Board MemberImage Credit source: ANI
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2023 | 4:13 PM
Share

ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ, આજે રવિવારે રેલવે બોર્ડે મોટો ખુલાસો કર્યો છે. બોર્ડે કોરોમંડલ એક્સપ્રેસના ડ્રાઈવરને ટાંકીને કહ્યું કે, ટક્કર પહેલા બંને ટ્રેનોને ગ્રીન સિગ્નલ મળી ગયું હતું. માત્ર કોરોમંડલ એક્સપ્રેસ જ અકસ્માતનો ભોગ બની હતી. બોર્ડે કહ્યું કે માત્ર કોરોમંડલ એક્સપ્રેસ જ અકસ્માતનો ભોગ બની હતી, જ્યારે ગુડ્સ ટ્રેન તો લૂપ લાઇનમાં ઊભી હતી.

કોરોમંડલ એક્સપ્રેસને ગ્રીન સિગ્નલ મળ્યું હતું

જયા વર્મા સિન્હા, મેમ્બર, ઓપરેશન્સ એન્ડ બિઝનેસ ડેવલપમેન્ટ, રેલવે બોર્ડે જણાવ્યું હતું કે, કોરોમંડલ એક્સપ્રેસને ગ્રીન સિગ્નલ મળ્યું હતું તેમ છતાં માલ ગાડી લૂપ લાઇન પર ઊભી હતી. જેના કારણે કોરોમંડલ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. તેમણે કહ્યું હતું કે દુર્ઘટના બાદ રેલવે દ્વારા પ્રથમ રાહત અને બચાવ કાર્ય કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ ટ્રેક મરામતનું કામ કરવામાં આવી રહ્યું છે.

માત્ર કોરોમંડલ એક્સપ્રેસ જ અકસ્માતનો ભોગ બની હતી

જયા વર્માએ કહ્યું કે પ્રારંભિક તારણો અનુસાર, “સિગ્નલિંગમાં થોડી સમસ્યા આવી છે. અમે હજુ પણ રેલવે સુરક્ષા કમિશનરના વિગતવાર અહેવાલની રાહ જોઈ રહ્યા છીએ. માત્ર કોરોમંડલ એક્સપ્રેસ જ અકસ્માતનો ભોગ બની હતી. ટ્રેન લગભગ 128 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી.” તેમણે વધુમાં જણાવ્યું કે કોરોમંડલ એક્સપ્રેસની પાટા પરથી ઉતરેલી બોગી યશવંતપુર એક્સપ્રેસની છેલ્લી બે બોગી સાથે અથડાઈ હતી.

આગામી સમયમાં ‘કવચ’ની નિકાસ કરશે

જયા વર્મા સિન્હાએ કહ્યું કે ‘કવચ’ ભારતમાં બનેલી સિસ્ટમ છે. આવનારા ભવિષ્યમાં અમે તેની નિકાસ પણ કરી શકીશું. તે રેલવેની સુરક્ષા સાથે સંબંધિત છે. એટલા માટે અમે તેનું સખત પરીક્ષણ કર્યું છે. રેલવે મંત્રીએ પોતે ટ્રેનમાં બેસીને ચેકિંગ કર્યું હતું. તમામ લાઈનો અને ટ્રેનોમાં આ ડિવાઈસ ઈન્સ્ટોલ કરવામાં સમય અને પૈસા લાગશે.

ઓડિશામાં ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક 275 થયો

ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ કહ્યું કે ગઈકાલે રેલવેએ શેર કર્યું હતું કે, મૃત્યુઆંક 288 પર પહોંચી ગયો છે. ગઈકાલે રાત્રે ડીએમ અને તેમની આખી ટીમે દરેક મૃતદેહની તપાસ કરી. ડીએમ દ્વારા ડેટાની તપાસ કરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે કેટલાક મૃતદેહોની ગણતરી બે વખત કરવામાં આવી હતી, તેથી મૃત્યુઆંકને સુધારીને 275 કરવામાં આવ્યો છે. 1,175 ઘાયલોમાંથી 793ને સારવાર બાદ રજા આપવામાં આવી છે.

કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન અકસ્માતના અન્ય સમાચાર જાણવા અહીં ક્લિક કરો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">