Big Breaking : દિલ્લીના લક્ષ્મી નગર વિસ્તારમાંથી પાકિસ્તાની આતંકવાદી ઝડપાયો, AK-47 રાઇફલ સહિત વિસ્ફોટકો કબજે કરાયા
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે (Delhi Police Special Cell) લક્ષ્મી નગરના રમેશ પાર્કમાંથી (Ramesh Park) એક આતંકવાદીની ધરપકડ કરી છે, જે પાકિસ્તાનનો નાગરિક છે. તે નકલી આઈડી લઈને રહેતો હતો. તેની પાસેથી એકે -47 રાઇફલ સહિત અનેક હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે.
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે (Delhi Police Special Cell) લક્ષ્મી નગરના રમેશ પાર્કમાંથી (Ramesh Park) એક આતંકવાદીની ધરપકડ કરી છે, જે પાકિસ્તાનનો નાગરિક છે. તે નકલી આઈડી લઈને રહેતો હતો. તેની પાસેથી એકે -47 રાઇફલ સહિત અનેક હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે.
પકડાયેલા વ્યક્તિની ઓળખ મોહમ્મદ અસરાફ (Mohammad Asraf) તરીકે થઈ છે. જેના પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, વિસ્ફોટકો અધિનિયમ, આર્મ્સ એક્ટ અને અન્ય જોગવાઈઓની સંબંધિત જોગવાઈ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
Delhi Police Special Cell arrests a terrorist of Pakistani nationality from Ramesh Park, Laxmi Nagar. He was living with a fake ID of an Indian national. One AK-47 assault rifle with one extra magazine and 60 rounds, one hand grenade, 2 sophisticated pistols with 50 rounds seized
— ANI (@ANI) October 12, 2021
NIA એ દિલ્હી-એનસીઆર, યુપી, જમ્મુ અને કાશ્મીર સહિત 18 સ્થળો પર એક સાથે દરોડા પાડ્યા છે. આ સાથે એક મોટા આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ થયો છે. તાજેતરમાં 10 ઓક્ટોબરના રોજ લશ્કર, જૈશ, હિઝબુલ, અલ-બદર અને અન્ય આતંકી મોડ્યુલ અંગે કેસ નોંધવામાં આવ્યો હતો. તેમાં લખવામાં આવ્યું છે કે આ તમામ આતંકી મોડ્યુલો મળીને ઘાટીમાં ષડયંત્ર રચી રહ્યા છે.
તહેવારો પર આતંકી હુમલાનો પ્લાન હોય શકે છે.
એક ગુપ્તચર અહેવાલ અનુસાર, પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI એક મોટું કાવતરું ઘડી રહી છે. ગુપ્તચર અહેવાલો અનુસાર, ISI ના નિશાન પર દેશના ઘણા મોટા શહેરો અને ગીચ બજારો છે, જ્યાં તહેવારોની સીઝનમાં IED બ્લાસ્ટનું કાવતરું ઘડી શકાય છે. રિપોર્ટમાં, પ્લાસ્ટિકના લંચ બોક્સ દ્વારા બ્લાસ્ટનું કાવતરું ઘડી શકાય છે. ISI ના ઈશારે આતંકવાદી સંગઠનો કાસ નાલા, કાંચી ગેંગ અને દાણચોરી ગેંગ દ્વારા ભારતમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી બાજુ, ગુપ્તચર અહેવાલો બાદ દેશની સરહદ પર સુરક્ષા કડક કરવામાં આવી છે.
પાકિસ્તાની આતંકવાદી છેલ્લા 15 વર્ષથી ભારતમાં રહેતો હતો. પૂછપરછ દરમિયાન, તેણે પહેલા લગ્ન કરવાનો ઇનકાર કર્યો અને બાદમાં દાવો કર્યો કે તે એક મહિલા સાથે રહેતો હતો અને પછી તેનાથી અલગ થઈ ગયો હતો. તેના દાવાઓની ચકાસણી કરવામાં આવી રહી છે. જો કે, રાજધાનીનો છેલ્લો આતંકવાદી હુમલો 2011 માં દિલ્હી હાઇકોર્ટ પાસે બોમ્બ બ્લાસ્ટ હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, તેની પાસે નદીના પટમાં હથિયારો અને દારૂગોળો/ગ્રેનેડ અને રોકડ હતી. પોલીસ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તાજેતરમાં તે કોને કોને મળ્યો હતો અને તેની પાસેથી મેળેલા હથિયારો ક્યાંથી આવ્યા હતા. તેના બંને મોબાઈલ ફોનની વિગતો કાઢવામાં આવી રહી છે, પાકિસ્તાનમાંથી ઘણા ઓનલાઈન કોલ વિશે મોબાઈલમાંથી માહિતી મળી છે.
આ પણ વાંચો –
Share Market : નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે કારોબારની ફ્લેટ શરૂઆત, Sensex 60000 નીચે સરક્યો
આ પણ વાંચો –
Singing Video : પિતા-પુત્રીએ જાદુઇ અવાજમાં ગાયુ સોન્ગ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
આ પણ વાંચો –