Big Breaking News : RBI News on 2000 Note : RBIનો મોટો નિર્ણય, હવેથી RBI એક પણ 2 હજાર રુપિયાની નવી નોટ બહાર નહીં પાડે
2,000 Rupee Note : RBIએ કહ્યું છે કે હવે 2000 રૂપિયાની નોટ છાપવામાં આવશે નહીં. પરંતુ જો તમારી પાસે હોય તો ગભરાવાની જરૂર નથી. આ કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે. આ નોટો તમે બેંકમાં જઈને એક્સચેન્જ કરાવી શકો છો. આરબીઆઈએ શુક્રવારે એક રિલીઝમાં કહ્યું કે 2,000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવી છે.
ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ પર મોટો નિર્ણય લીધો છે. RBI ટૂંક સમયમાં દેશભરમાંથી 2000 રૂપિયાની નોટ પાછી ખેંચી લેશે. પરંતુ આ કિસ્સામાં પણ એક સમસ્યા છે. RBI એ પણ સ્પષ્ટ કર્યું છે કે 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે.RBIએ કહ્યું છે કે હવે 2,000 રૂપિયાની બેંક નોટ છાપવામાં આવશે નહીં. પરંતુ જો તમારી પાસે હોય, તો તમારે બેંકમાં જઈને તેને બદલાવવું પડશે.
આ નોટો તમે બેંકમાં જઈને એક્સચેન્જ કરાવી શકો છો. આરબીઆઈએ શુક્રવારે એક રિલીઝમાં કહ્યું કે 2,000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચી લેવામાં આવી છે. પરંતુ તે લીગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે. 2000 રૂપિયાની આ નોટ નવેમ્બર 2016માં રજૂ કરવામાં આવી હતી.
RBIનો મોટો નિર્ણય
₹2000 Denomination Banknotes – Withdrawal from Circulation; Will continue as Legal Tender#RBI #Rs2000Notes #2000Note #TV9News pic.twitter.com/oINXju6FF4
— Tv9 Gujarati (@tv9gujarati) May 19, 2023
આરબીઆઈના આદેશના મહત્વના પોઈન્ટ
- 2000ની નવી નોટ હવે નહીં છપાઈ.
- હાલમાં બજારમાં 2000ની નોટ કાયદેસર ઉપયોગમાં લઈ શકાશે.
- 23 મે, 2023 થી કોઈપણ બેંકમાં રૂ. 2000 ની બેંક નોટને અન્ય મૂલ્યોની બેંક નોટોમાં બદલી શકાય છે.
- તમામ બેંકો 30 સપ્ટેમ્બર, 2023 સુધી રૂ. 2000 ની નોટ માટે ડિપોઝીટ અને વિનિમયની સુવિધા પૂરી પાડશે.
- એકવારમાં 20 હજાર સુધીની નોટ જમા કરાવી શકાશે અથવા બદલી શકાશે.
- ક્લીન નોટ પોલીસ હેઠળ આરબીઆઈ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બે હજાર રૂપિયાની નોટ આરબીઆઈ એક્ટ 1934ની કલમ 24 (1) હેઠળ લાવવામાં આવી હતી. જૂની 500 અને 1000 રૂપિયાની નોટો બંધ થયા બાદ ચલણની જરૂરિયાતને કારણે આ નોટો રજૂ કરવામાં આવી હતી. બીજી નોટ બજારમાં પૂરતી માત્રામાં આવ્યા બાદ રૂ. 2,000 રજૂ કરવાનો હેતુ નિષ્ફળ ગયો હતો. આથી 2018-19માં રૂ. 2,000ની નોટનું પ્રિન્ટિંગ બંધ કરવામાં આવ્યું હતું.
છેલ્લા ત્રણ વર્ષમાં 2000ની કેટલી નોટ છપાઈ ?
રિપોર્ટ અનુસાર, વર્ષ 2019-20, 2020-21 અને 2021-22 દરમિયાન રૂ. 2,000 (બે હજાર રૂપિયાની નોટ)ની કોઈ નવી નોટ છાપવામાં આવી ન હતી. આરબીઆઈ નોટ મુદ્રાન (પી) લિમિટેડે નાણાકીય વર્ષ 2016-17માં રૂ. 2,000ની 3,5429.91 કરોડ નોટો છાપી હતી. આ પછી, 2017-18માં ખૂબ જ ઓછી 1115.07 કરોડ નોટો (2000 રૂપિયાની નોટ) છાપવામાં આવી હતી અને 2018-19માં તે ઘટીને માત્ર 466.90 કરોડ નોટ રહી હતી.
નકલી નોટનો ઉપયોગ વધ્યો હતો
2016 અને 2020 વચ્ચે દેશમાં જપ્ત કરાયેલી 2,000 રૂપિયાની નકલી નોટોની સંખ્યા 2,272 થી વધીને 2,44,834 થઈ ગઈ છે. આંકડા અનુસાર, વર્ષ 2016માં દેશમાં 2,000 રૂપિયાની નકલી નોટોની કુલ સંખ્યા 2,272 હતી. તે વર્ષ 2017માં વધીને 74,898 થઈ ગઈ છે. આ પછી, વર્ષ 2018 માં તે ઘટીને 54,776 થઈ ગયો. વર્ષ 2019માં આ આંકડો 90,566 હતો અને વર્ષ 2020માં 2,44,834 નોટોનો હતો.