Bhawanipur By-Election: ચૂંટણીપંચે હુમલા બાદ રાજ્ય સરકાર પાસે માગ્યો અહેવાલ, દિલીપ ઘોષે કહ્યું-‘મને મારી નાખવાનુ ષડયંત્ર હતું’

|

Sep 27, 2021 | 5:54 PM

ભવાનીપુર વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે ભાજપ અને ટીએમસી કાર્યકરો વચ્ચે કથિત અથડામણ બાદ ભવાનીપુરનો જદુબાબુ વિસ્તાર યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયો. હવે આ અંગે પરસ્પર આક્ષેપો પ્રતિઆક્ષેપોનો મારો શરૂ થયો છે.

Bhawanipur By-Election: ચૂંટણીપંચે હુમલા બાદ રાજ્ય સરકાર પાસે માગ્યો અહેવાલ, દિલીપ ઘોષે કહ્યું-મને મારી નાખવાનુ ષડયંત્ર હતું
Dilip Ghosh

Follow us on

પશ્ચિમ બંગાળમાં, ચૂંટણી પંચે (Election Commission) ભવાનીપુર (Bhawanipur) પેટાચૂંટણીને લઈને અહીં જાદુબાબુ બજાર પાસે ભાજપ અને ટીએમસી કાર્યકરો વચ્ચે થયેલી અથડામણ અંગે રાજ્ય સરકાર (State Government) પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે, જ્યારે, દક્ષિણ કોલકાતા ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ મુકુદ ઝા અને પર થયેલા હુમલાને લઈને ટીએમસીને નિશાન બનાવ્યું હતું. કથિત હુમલામાં ભાજપના યુવા મોરચાના પ્રમુખ મુકુદ ઝા ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષ (Dilip Ghosh) પર કરાયેલા હુમલાને લઈને ભાજપે, ટીએમસીને નિશાને લીધા છે. દરમિયાન, દિલીપ ઘોષે કહ્યુ છે તે કે તેમને મારી નાખવાનું કાવતરું ઘડ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં ભવાનીપુર સહિત ત્રણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આજે પ્રચારનો છેલ્લો દિવસ હતો. પ્રચારના છેલ્લા દિવસે ભાજપે મમતા બેનર્જીને રોકવા માટે તેના 80 નેતાઓને ચૂંટણીજંગમાં ઉતાર્યા હતા, પરંતુ ભાજપના કાર્યકરો પર ભવાનીપુરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન હુમલો કરવાનો ટીએમસી ઉપર આરોપ લાગ્યો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે જણાવ્યું હતું કે, જન પ્રતિનિધિ પરના હુમલાની ઘટનાથી સાબિત થાય છે કે, આ વિસ્તારમાં સામાન્ય માનવી માટે જીવવુ કેટલુ મુશ્કેલ છે. આજે ભવાનીપુરના જાદુબાબુ બજાર વિસ્તાર મા તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના ગુંડાઓ દ્વારા સુઆયોજિત હુમલો કરીને મને, મારી હત્યા કરવાનુ કાવતરું ઘડવામાં આવ્યુ હતું.

બીજી બાજુ, ભાજપના પશ્ચિમ બંગાળના અધ્યક્ષ સુકાંત મજુમદાર, ભવાનીપુર પેટાચૂંટણીના ભાજપના ઉમેદવાર પ્રિયંકા તિબ્રેવાલ અને અન્ય નેતાઓ એસએસકેએમ હોસ્પિટલમાં જઈને ભાજપના ઈજાગ્રસ્ત કાર્યકર્તાને મળીને ખબરઅંતર પુછ્યા હતા. દિલીપ ધોષે એમ પણ કહ્યુ છે કે, પશ્ચિમ બંગાળમાં હાલ ચૂંટણી યોજી શકાય તેવી સ્થિતિ નથી.

વિધાનસભામાં ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ ટ્વિટ કર્યું હતું કે, પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે અને ચૂંટણી પંચ કંઈ કરી રહ્યું નથી. અમારી પાર્ટીની એક ટીમ તેમને દિલ્હીમાં મળી હતી અને અહીં (કોલકાતામાં) અમારું પ્રતિનિધિમંડળ તેમને ઘણી વખત મળ્યું હતું, પરંતુ ચૂંટણી પંચે અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરી નથી.

આ પણ વાંચોઃ Pakistan: ગ્વાદરમાં મોહમ્મદ અલી ઝીણાની પ્રતિમા બોંબ ઘડાકો કરીને તોડી પડાઈ, બલોચ લિબરેશન ફ્રન્ટે હુમલાની લીધી જવાબદારી

આ પણ વાંચોઃ સામનામાં શિવસેનાએ ઓવૈસી પર કર્યા આકરા પ્રહાર, કહ્યુ “ઓવૈસી ભાજપના ‘અન્ડરગાર્મેન્ટ’ છે “

 

Next Article