બેંગલુરુની મહિલાએ 7 બેન્કોમાં 8 ખાતા ખોલાવ્યા પછી જે થયું તે જાણીને આચંકો લાગશે, વાંચો આ અહેવાલ

મહિલાને યુકેમાં બેન્જામિન નામના માણસે ડોક્ટર તરીકે ઓળખ આપી હતી. જેની સાથે તેણે નવેમ્બર 2020માં સોશિયલ મીડિયા પર મિત્રતા કરી હતી.

બેંગલુરુની મહિલાએ 7 બેન્કોમાં 8 ખાતા ખોલાવ્યા પછી જે થયું તે જાણીને આચંકો લાગશે, વાંચો આ અહેવાલ
સાંકેતિક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 9:07 PM

સાઈબર ક્રાઈમની (Cyber Crime) ઘટના વારંવાર સામે આવતી રહે છે. આવી જ એક સાઈબર ક્રાઈમની ઘટના હાલ સામે આવી છે. બેંગલુરુ સ્થિત એક મહિલાને કથિત રીતે ઓનલાઈન છેતરપિંડી કરનારાઓના ગ્રુપ દ્વારા છેતરવામાં આવી હતી. 37 વર્ષીય પીડિતાએ પોલીસને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે સાયબર બદમાશો તેના બેંક ખાતાની ઓળખ સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

પીડિતાની ઓળખ સાઈ મીના કેજે તરીકે થઈ છે. રિપોર્ટ મુજબ તેણીએ આરોપ લગાવ્યો કે યુકેમાં બેન્જામિન નામના માણસ ડોક્ટર તરીકે ઓળખ આપી હતી. જેની સાથે તેણે નવેમ્બર 2020માં સોશિયલ મીડિયા પર મિત્રતા કરી હતી. થોડા સમય પછી શંકાસ્પદ વ્યક્તિએ સાઈ મીનાને બેંક ખાતું ખોલવાની વિનંતી કરી હતી. કારણ કે તેના એક મિત્રએ ભારતમાં વ્યવસાય શરૂ કર્યો છે.

બેન્જામિને ત્યારબાદ મીનાને જાણ કરી કે તેનો મિત્ર જ્હોન ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવશે, જેથી તે કેટલાક કરાર કરી શકે. તે વોટ્સએપ દ્વારા મીના સાથે સતત સંપર્કમાં હતો અને તેને ઘણા બેંક ખાતા ખોલવાની વિનંતી કરી હતી, કારણ કે તેનો મિત્ર ભારતમાં વ્યવસાયની યોજના બનાવી રહ્યો છે. 27મી જુલાઈએ મીનાએ વ્હાઈટફિલ્ડ CEN ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરી હતી.

મીનાએ પોતાની ફરિયાદમાં વધુમાં ઉમેર્યું હતું કે “તેમણે મને ખાતરી આપી કે તેઓ મને બદલામાં થોડા ડોલર આપીને મદદ કરશે. હું તેમને સાચા માનતી હતી અને તેમને મદદ કરતી હતી.” તેના ખરાબ ઈરાદાને જાણ્યા વિના, મીનાએ SBI, એક્સિસ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, ફેડરલ બેંક અને અન્યમાં બેંક ખાતા ખોલાવ્યા હતા. તે પછી, તેણીએ યુકે સ્થિત સોશિયલ મીડિયા મિત્ર સાથે બેંક વિગતોના પ્રમાણપત્રો મોકલ્યા. મીનાએ કડુગોડીમાં એક મહિલાને ખાતું ખોલવામાં પણ મદદ કરી હતી.

થોડા મહિના પછી પીડિતાને દિલ્હી એરપોર્ટ પરથી ફોન આવ્યો હતો. ફોન લાઈન પરની મહિલાએ દાવો કર્યો હતો કે જોનસન ભારત આવ્યો છે અને એરપોર્ટ પર માન્ય દસ્તાવેજો ન હોવાના કારણે પકડાયો હતો. તેણે એવો પણ દાવો કર્યો હતો કે તે મીનાનો મિત્ર છે.

દરમિયાન, સાયબર ક્રાઈમ પોલીસની ટીમે મીનાને જાણ કરી હતી કે તેના ખાતા સ્થગિત કરી દેવામાં આવ્યા છે, કારણ કે પીડિતોએ તે ખાતાઓ પર તેમના પૈસા સાયબર ક્રૂક્સમાં ટ્રાન્સફર કર્યા છે. વ્હાઈટફિલ્ડ સીઈએન ક્રાઈમ પોલીસે જણાવ્યું હતું કે પીડિતાને ખાતરી નથી કે જોનસન અને જોન એક જ છે.

આ પણ વાંચો :Vadodara : સ્વીટી પટેલના ભાઇએ એસીબી સમક્ષ અજય દેસાઇના આર્થિક વ્યવહારોની તપાસ કરવા માંગ કરી

આ પણ વાંચો :પાકિસ્તાનથી ઉડીને આવેલું શંકાસ્પદ કબૂતર ઝડપાયું, તેના પગ અને પાંખ પર મોબાઈલ નંબર લખેલો જોવા મળ્યો

 

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">