AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara : સ્વીટી પટેલના ભાઇએ એસીબી સમક્ષ અજય દેસાઇના આર્થિક વ્યવહારોની તપાસ કરવા માંગ કરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 6:23 PM
Share

તેમણે કરેલી રજૂઆતમાં જણાવાયું હતું કે પીઆઇ અજય દેસાઇની કંપાસ કાર ગિફ્ટમાં અપાઇ હતી તો એ મુદ્દે તથા તેમની બહેન અને અજયની પત્ની પૂજાનું ઉપરાંત અજયના અમદાવાદના મકાનની તપાસ કરવામાં આવે.

કરજણના ચકચારી સ્વીટી પટેલ(Sweety Patel)કેસના આરોપી પીઆઇ અજય દેસાઇની આવક તથા મિલકતો તથા કિરીટસિંહ જાડેજા સહિતના અન્ય લોકો સાથેના આર્થિક વ્યવહારોની તપાસ કરવા માટે સ્વીટી પટેલના ભાઇ જયદીપ પટેલે એસીબી(ACB)સમક્ષ માંગ કરી છે.

તેમણે કરેલી રજૂઆતમાં જણાવાયું હતું કે પીઆઇ અજય દેસાઇની કંપાસ કાર ગિફ્ટમાં અપાઇ હતી તો એ મુદ્દે તથા તેમની બહેન અને અજયની પત્ની પૂજાનું ઉપરાંત અજયના અમદાવાદના મકાનની તપાસ કરવામાં આવે. પીઆઇની મિલકત આવક કરતાં વધુ હોવાનું જણાવી તપાસ કરવાની  માંગ  કરાઈ છે.

 

સ્વીટી પટેલના ભાઇ જયદીપ પટેલે એસીબીના ડિરેકટરને પત્ર લખીને માગ કરી છે કે, તેમની બહેન સ્વીટીનાં બેંક ખાતા અને લોકરની તપાસ કરાય એ જરુરી છે. બહેનની લાશને સગેવગે કરવા જે કાળા રંગની કંપાસ જીપકારને અજય દેસાઇએ તેમની બહેનને બર્થ ડે ગિફ્ટ તરીકે આપી હતી એવું જે-તે સમયે તેમની બહેને તેમને જણાવ્યું હતું, જેથી આ કારની તપાસ કરવામાં આવે.

આ ઉપરાંત સહ આરોપી કિરીટસિંહ જાડેજા તથા અન્ય લોકો જોડે અજય દેસાઇના આર્થિક વ્યવહારો, રોકાણ અંગે તપાસ કરાય તથા તેમની બહેનનું અને અજયની પત્ની પૂજાનું ઘર તથા અમદાવાદના અજયના ઘર, અન્ય મિલકતોની તપાસ કરાય. અજય દેસાઇની મિલકતો તેની આવક કરતાં વધુ હોવાથી તપાસ કરવી જરૂરી છે.

આ પણ વાંચો : પાકિસ્તાનથી ઉડીને આવેલું શંકાસ્પદ કબૂતર ઝડપાયું, તેના પગ અને પાંખ પર મોબાઈલ નંબર લખેલો જોવા મળ્યો

આ પણ વાંચો : Tokyo Olympics 2020 : સંજીવ અને એશ્વર્ય ન લગાવી શક્યા ફાઇનલના ટિકિટ પર નિશાનો, શૂટિંગમાં મેડલની આશા સમાપ્ત

g clip-path="url(#clip0_868_265)">