Bengal Train Accident: મૈનાગુરીમાં પટના-ગુવાહાટી-બીકાનેર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, 3ના મોત, 20 લોકો ઘાયલ, રેલ્વેએ જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે અને મૃત્યુની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વિસ્તાર નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયરમાં આવે છે. દુર્ઘટનાની માહિતી મળતા જ રેલવે અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા છે

Bengal Train Accident: મૈનાગુરીમાં પટના-ગુવાહાટી-બીકાનેર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, 3ના મોત, 20 લોકો ઘાયલ, રેલ્વેએ જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Guwahati-Bikaner Express derailed in jalpaiguri, West Bengal.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2022 | 10:15 PM

પશ્ચિમ બંગાળમાં (West Bengal Train Accident) એક મોટી ટ્રેન દુર્ઘટનાની માહિતી પ્રાપ્ત થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પટનાથી ગુવાહાટી જઈ રહેલી બિકાનેર એક્સપ્રેસને (Bikaner-Express) મૈનાગુરીમાં અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટનામાં ચાર કોચ પાટા પરથી ઉતરી જવાના અહેવાલ છે.  આ દુર્ઘટનામાં 3 લોકોના મૃત્યુ થયા હોવાની વિગત સામે આવી છે. જ્યારે 20 લોકો ઘાયલ થયા છે.

આ વિસ્તાર નોર્થ ઈસ્ટ ફ્રન્ટિયરમાં આવે છે. દુર્ઘટનાની માહિતી મળતા જ રેલવે અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને સ્થિતિની જાણકારી મેળવવામાં આવી રહ્યા છે. ટ્રેન દુર્ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો હજુ પણ ડબ્બામાં ફસાયેલા છે અને લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે.

ગુવાહાટી-બીકાનેર એક્સપ્રેસની ટ્રેન નંબર 15633 છે અને તે સવારે 5 વાગે અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માત મૈનાગુરી પહેલા ડોમોહાની પાસે થયો હતો. ટ્રેન બિકાનેરથી ગુવાહાટી જઈ રહી હતી. અલીપુરદ્વાર ડીઆરએમ દિલીપ કુમાર સિંહે કહ્યું, ”પ્રાથમિક સ્તરે માહિતી પ્રાપ્ત થઈ છે. અમે ઘટના સ્થળે પહોંચી રહ્યા છીએ. અમારી પ્રાથમિકતા ઘાયલ લોકોને બહાર કાઢવાની છે. ચાર કોચ પલટી ગયા હોવાના અહેવાલ છે. રાહત માટે વિવિધ ટીમો સ્થળ પર પહોંચી ગઈ છે.”

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

જે કોચ પલટી ગયા છે તેની માહિતી મેળવવા રેલવે દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રેલવેને રિઝર્વેશન લિસ્ટ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે જેથી કરીને તે જાણી શકાય કે આ જનરલ કોચ હતા કે રિઝર્વેશન. આ સાથે ઘટના સ્થળે લાઇટની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે કારણ કે ધીરે ધીરે અંધારું પડવા લાગ્યું છે. આવી સ્થિતિમાં રાહત કાર્ય ચાલુ રાખવા માટે પ્રકાશની જરૂર પડશે. સરકારી હોસ્પિટલોનો સંપર્ક કરવામાં આવ્યો છે અને લોકોને ત્યાં લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ટ્રેનમાં સવાર એક વ્યક્તિએ જણાવ્યું કે, અચાનક ટ્રેનમાં જોરદાર ઝાટકો લાગ્યો અને કોચ પલટી ગયા. તેણે કહ્યું કે બે કોચ ખરાબ રીતે ક્રેશ થયા છે.

Bengal Train Accident Help Line  Number

દુર્ઘટના બાદ રેલવેએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યા છે. રેલવેના હેલ્પલાઈન નંબરો છે – 03612731622, 03612731623.

આ હેલ્પલાઈન નંબર ઉત્તર પશ્ચિમ રેલ્વે – બિકાનેર 0151-2208222, જયપુર 0141-2725942, 9001199959 દ્વારા જારી કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો –

UP Election 2022: ટિકિટ વિતરણ પર ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પૂર્ણ, ટૂંક સમયમાં સીટ વહેંચણીની થઈ શકે છે જાહેરાત

આ પણ વાંચો –

UP Election 2022: મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, એનસીપી અને શિવસેના એક સાથે, યુપીમાં કહ્યું- ‘અમે ત્રણેય અલગ-અલગ છીએ’

આ પણ વાંચો –

સુપરટેક કંપનીના ડાયરેક્ટરોને સુપ્રિમ કોર્ટની ફટકાર, કહ્યું રોકાણકારોના પૈસા પાછા આપો નહીં તો જેલ જવા તૈયાર રહો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">