6થી 14 જાન્યુઆરી વચ્ચે આપે લોકો પાસે માંગવા પડી શકે પૈસા ઉછીનાં, કારણ કે

જો આપનું બૅંકનું કામ પૅન્ડિંગ હોય, તો તે પતાવી લેજો. નહિંતર બૅંકોની લાંબી રજાઓમાં આપે થવું પડશે હેરાન. બૅંકોમાં એમ પણ છાશવારે શનિ-રવિ અને તહેવારોની રજાઓ આવતી હોય છે. વધારામાં કર્મચારીઓ હડતાળ કરી નાખે છે. આવી પરિસ્થિતિમાં સામાન્ય માણસના બૅંક સાથેના કામકાજ મુશ્કેલીમાં મૂકાઈ જાય છે. આગામી 6થી 14 તારીખ વચ્ચે પણ કંઇક આવું જ […]

6થી 14 જાન્યુઆરી વચ્ચે આપે લોકો પાસે માંગવા પડી શકે પૈસા ઉછીનાં, કારણ કે
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jan 04, 2019 | 10:47 AM

જો આપનું બૅંકનું કામ પૅન્ડિંગ હોય, તો તે પતાવી લેજો. નહિંતર બૅંકોની લાંબી રજાઓમાં આપે થવું પડશે હેરાન. બૅંકોમાં એમ પણ છાશવારે શનિ-રવિ અને તહેવારોની રજાઓ આવતી હોય છે. વધારામાં કર્મચારીઓ હડતાળ કરી નાખે છે.

આવી પરિસ્થિતિમાં સામાન્ય માણસના બૅંક સાથેના કામકાજ મુશ્કેલીમાં મૂકાઈ જાય છે. આગામી 6થી 14 તારીખ વચ્ચે પણ કંઇક આવું જ થવા જઈ રહ્યું છે કે જેનાથી લોકોની હાલાકીઓ વધી શકે છે.

મળતી માહિતી મુજબ ફરી એક વાર કેટલાક બૅંક યુનિયન પોતાના પડતર પ્રશ્નોને લઈને હડતાળ પર ઉતરશે. હડતાળને પગલે બૅંકની કામગીરી પર સીધી અસર પડી શકે છે.

આ પણ વાંચો : 5 જાન્યુઆરીએ 5 રાશિઓ પર શનિ મહારાજ કરી શકે છે ઍટૅક, શું આ 5 રાશિઓમાં આપની રાશિ પણ છે ? બચવા માટે વાંચો ઉપાયો

થોડા દિવસ પહેલા બૅંક ઑફિસર યુનિયન અને સાથે બૅંક એમ્પ્લૉય યુનિયન દવારા હડતાળ પાડવામાં આવી હતી. આ હડતાળના પગલે અને રજાઓ મળીને પાંચ દિવસ બેંકો બંધ રહી હતી.

હવે ફરી એક વાર આ જ રીતે બૅંક બંધ રહેશે.6થી 14 જાન્યુઆરીના કુલ 9 દિવસો દરમિયાન 6 દિવસો બૅંકો બંધ રહેશે અને માત્ર ત્રણ દિવસ જ કામ થશે. બૅંક યુનિયનની જાહેરાત મુજબ 8 અને 9 જાન્યુઆરીએ કર્મચારીઓ હડતાળ પર રહેશે.

આ પણ વાંચો : દાઉદ ઇબ્રાહીમથી પણ ખતરનાક અપરાધી બંધ છે દેશની એક જેલમાં, જેલમાંથી કરાવે છે લોકોનું કિડનૅપિંગ, પછી જેલમાં જ ઉતારે છે તેમની ચામડી

આમ, 6 જાન્યુઆરીએ ઑલરેડી રવિવાર હોવાથી બૅંકો બંધ રહેશે. 7 જાન્યુઆરી સોમવારે બૅંકો કામકાજ કરશે, પરંતુ હડતાળના પગલે 8 અને 9 જાન્યુઆરીઓ બૅંકો તો ચાલુ રહેશે, પણ કર્મચારીઓ કામ નહીં કરે. 10 અને 11 જાન્યુઆરીએ બૅંકો રાબેતા મુજબ કામ કરશે, પરંતુ 12 જાન્યુઆરીએ બીજો શનિવાર હોવાથી અને 13 જાન્યુઆરીએ રવિવાર હોવાથી બૅંકો બંધ રહેશે, તો 14 જાન્યુઆરીએ ઉત્તરાયણની જાહેર રજા રહેશે.

આમ 6થી 14 જાન્યુઆરી વચ્ચે 9 દિવસોમાંથી બૅંકો 6 દિવસ બંધ રહેવાની છે.. આવી પરિસ્થિતિઓમાં ખાતેદારોએ બૅંકને લગતા કામો સમયસર પતાવી લેવા જોઇએ.

[yop_poll id=464]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Visit our YouTube channel”]

Latest News Updates

વર્લ્ડ કપને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહી છે અંતિમ તૈયારીઓ
વર્લ્ડ કપને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહી છે અંતિમ તૈયારીઓ
ખંભાતમાં ગણેશ વિસર્જન દરમિયાન વીજ કરંટ લાગતા 2 લોકોના મોત
ખંભાતમાં ગણેશ વિસર્જન દરમિયાન વીજ કરંટ લાગતા 2 લોકોના મોત
પાલનપુરના ભાગળ ગામની મહિલાઓએ ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો
પાલનપુરના ભાગળ ગામની મહિલાઓએ ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો
નર્મદાના પૂર મુદ્દે ભાજપ સાંસદનું ચોંકાવનારૂ નિવેદન, જુઓ Video
નર્મદાના પૂર મુદ્દે ભાજપ સાંસદનું ચોંકાવનારૂ નિવેદન, જુઓ Video
ઓખા નજીક શંકાસ્પદ બોટ ઝડપાઈ, 4ની અટકાયત
ઓખા નજીક શંકાસ્પદ બોટ ઝડપાઈ, 4ની અટકાયત
અંબાજી પગપાળા જતા વ્યક્તિને હાર્ટ એટેક આવતા ટ્રાફિક પોલીસ બની દેવદૂત
અંબાજી પગપાળા જતા વ્યક્તિને હાર્ટ એટેક આવતા ટ્રાફિક પોલીસ બની દેવદૂત
પોલીસની લોખંડી સુરક્ષા વચ્ચે વિધ્નહર્તાનું કૃત્રિમ તળાવમાં થશે વિસર્જન
પોલીસની લોખંડી સુરક્ષા વચ્ચે વિધ્નહર્તાનું કૃત્રિમ તળાવમાં થશે વિસર્જન
Bhavanagar : વરતેજ પોલીસની હદમાં જ દારુનો કારોબાર ધમધમી રહ્યો છે !
Bhavanagar : વરતેજ પોલીસની હદમાં જ દારુનો કારોબાર ધમધમી રહ્યો છે !
Ahmedabad : નાગાલેન્ડની યુવતીને ઢોર માર મારનાર સ્પા સંચાલક ભૂગર્ભમાં !
Ahmedabad : નાગાલેન્ડની યુવતીને ઢોર માર મારનાર સ્પા સંચાલક ભૂગર્ભમાં !
Surat : ATMમાં નાણાં ચોરતી ગેંગ સકંજામાં
Surat : ATMમાં નાણાં ચોરતી ગેંગ સકંજામાં