ઝોમેટો, સ્વિગી, ફ્લિપકાર્ડની ડિલિવરી બોયના રૂપે કામ કરી રહ્યા છે બાંગ્લાદેશી રોહિંગ્યા, ઓળખ કરી કરો કાર્યવાહી- ગિરીરાજસિંઘ
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંઘે દાવો કર્યો છે કે ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ પર કામ કરનારા મોટાભાગના ડિલિવર એજન્ટ બાંગ્લાદેશી રોહિંગ્યા હોય છે. તેમની ઓળખ કરી તેમના પર તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ.
કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંઘે શનિવારે દાવો કર્યો છે કે બાંગ્લાદેશી નાગરિક અને રોહિંગ્યા ઝોમેટો, સ્વિગી, ફ્લિપકાર્ટ જેવી ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ પર ડિલિવરી એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે. તેમની ઓળખ કરી તેની સામે કાર્યવાહી કરવી જોઈએ. હૈદરાબાદ ખાતે આયોજિત દિક્ષાંત સમારોહમાં કેન્દ્રીય મંત્રીએ આ ટિપ્પણી કરી હતી. ગિરીરાજસિંઘે જણાવ્યુ કે સેવા ક્ષેત્રો, ઝોમેટો હોય સ્વિગી હોય કે ફ્લિપકાર્ટ, ડિલિવરી કરનારા છોકરા બાંગ્લાદેશી અને રોહિંગ્યા છે. તેમની ઓળખ કરી તેમને પોલીસને સોંપવા જોઈએ.
યોગી આદિત્યનાથના નિવેદનનું સમર્થન
ગિરીરાજસિંઘે યોગી આદિત્યનાથની સંભલ અને બાંગ્લાદેશ વચ્ચે તુલના કરનારી ટિપ્પણીઓનું પણ સમર્થન કર્યુ અને જણાવ્યુ કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ કંઈપણ ખોટુ નથી કહ્યુ. આદિત્યનાથે ગુરુવારે જણાવ્યુ હતુ કે 500 વર્ષ પહેલા અયોધ્યા અને સંભલમાં મોગલ સમ્રાટ બાબરના કમાંડરની હરકતો અને વર્તમાનમાં બાંગ્લાદેશમાં થઈ રહેલી ઘટનાઓ એક જ પ્રવૃતિ છે અને બદઈરાદા સાથે થઈ રહી છે.
તેમણે કહ્યુ આપણા પડોશી દેશોમાં દુશ્મનો ક્યા પ્રકારની હરકતો કરી રહ્યા છે. તેને જુઓ. જો કોઈને હજુ પણ ભ્રમ હોય તો યાદ રાખો. 500 વર્ષ પહેલા બાબર એક સેનાપતિએ અયોધ્યામાં કેટલાક કામ કર્યા હતા. સંભલમાં પણ કેટલાક એવા જ કામ કર્યા હતા અને આજે બાંગ્લાદેશમાં જે થઈ રહ્યુ છે, તે ત્રણેયની પ્રકૃતિ અને DNA એક જ છે.
જિન્હાનું DNA બાંગ્લાદેશમાં- ગિરીરાજસિંઘ
આદિત્યનાથની ટિપ્પણી પર સવાલનો જવાબ આપતા ગિરીરાજસિંઘે જણાવ્યુ કે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાતુલ મુસ્લિમીન (AIMIM) ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યુ ભારતના પાકિસ્તાનના રૂપે ભાગલા થયા અને પાકિસ્તાનમાં હિંદુઓ ખતમ થઈ ગયા. આજે બાંગ્લાદેશમાં પણ એ જ થઈ રહ્યુ છે. જિન્હાનું DNA પાકિસ્તાનમાં હતુ અને જિન્હાનું DNA બાંગ્લાદેશમાં છે. જિન્હાનું DNA સંભલમાં પણ છે. જિન્હાનું જીન ઓવૈસીમાં પણ પ્રવેશ કરી ગયુ છે.