Kerala : કોવિડ નિયમો અંગે રાજ્ય સરકારને ફટકાર, હાઈકોર્ટે બાર અને બેવરેજની દુકાનોમાં નવી માર્ગદર્શિકા લાગુ કરવા કર્યા આદેશ

|

Aug 11, 2021 | 12:34 PM

જસ્ટિસ દેવન રામચંદ્રને રાજ્ય સરકારને કોવિડ નિયમો અંગે રાજ્ય સરકારને ફટકાર લગાવી છે. જેમાં બાર અને બેવરેજ કોર્પોરેશનની દુકાનોમાં કોરોના નિયમોનું પાલન ન થતા ફટકાર લગાવવામાં આવી છે.

Kerala : કોવિડ નિયમો અંગે રાજ્ય સરકારને ફટકાર, હાઈકોર્ટે બાર અને બેવરેજની દુકાનોમાં નવી માર્ગદર્શિકા લાગુ કરવા કર્યા આદેશ
File Photo

Follow us on

Kerala: કેરળ હાઈકોર્ટે મંગળવારે રાજ્યમાં બાર અને બેવરેજ કોર્પોરેશનની દુકાનો (Beverage Corporation Shop) બહાર કતાર લગાવવા માટે નવા COVID-નિયમોનું પાલન ન કરવા બદલ રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. ઉલ્લેખનીય છે કે, કોવિડ ગાઈડલાઈન મુજબ ગ્રાહકે વેક્સિનનો (Vaccine) ઓછામાં ઓછો એક ડોઝ લીધેલો હોવો જોઈએ અથવા RT PCR રિપોર્ટ નેગેટિવ (Nagetive) હોવો જરૂરી છે.

કોવિડની નવી માર્ગદર્શિકા લાગુ કરવા કોર્ટનો આદેશ

જસ્ટિસ દેવન રામચંદ્રએ (Justice Devan Ramchndran) રાજ્ય સરકારને પ્રશ્ન કર્યો હતો કે, શા માટે બાર અને બેવરેજ કોર્પોરેશનની દુકાનો પર ગ્રાહકને વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ અથવા 72 કલાકની અંદર RT PCR ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ રિપોર્ટના નિયમોનું પાલન કરવામાં આવતું નથી. ઉલ્લેખનીય છે કે, બારની બહાર ગ્રાહકોની લાંબી કતાર જોવા મળે છે, ત્યારે કોર્ટે રાજ્ય સરકારને (Kerala Government) નવી માર્ગદર્શિકા લાગુ કરવા માટે આદેશ કર્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કોરોનાની નવી માર્ગદર્શિકા બારમાં કેમ માન્ય નથી: હાઈકોર્ટ

જસ્ટિસ રામચંદ્રને જણાવ્યું હતું કે, “ખૂબ જ આશ્ચર્યજનક વાત છે કે 4 ઓગસ્ટનો સરકારી આદેશ બાર કે બેવરેજ કોર્પોરેશનની દુકાનો પર કોવિડ નિયમો (Covid Guidelines) લાગુ કરવામાં આવ્યા નથી.” વધુમાં જણાવ્યું હતું કે, 4 ઓગસ્ટનો સરકારી આદેશનું બધી જગ્યાએ પાલન થાય છે, પરંતુ બાર અને બેવરેજની દુકાનો પર શા માટે નિયમોનું પાલન કરવામાં આવતુ નથી.

ઉપરાંત અદાલતે સુચન કર્યું કે, સરકારના આદેશનું આવી દુકાનો પર પણ અમલ થવો જોઈએ, કારણ કે “તે વેક્સિનેશનને પ્રોત્સાહન આપશે”. આપને જણાવવું રહ્યું કે, હાઈકોર્ટ દ્વારા 11 ઓગસ્ટના રોજ એટલે કે આજે સુનાવણી હાથ ધરવામાં આવશે.

કેરળ સરકારે કોરોના નિયંત્રણો હળવા કર્યા હતા

થોડા દિવસો પહેલા જ કેરળ સરકારે COVID-19 ના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કોવિડ પ્રતિબંધોને (Covid Guidelines)  કરવાની જાહેરાત કરી છે. આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે આ અંગે કેરળ વિધાનસભામાં (Assembly) નિવેદન આપતા જણાવ્યું હતુ કે, વર્તમાન પરિસ્થિતિ અને રસીકરણની ગતિને ધ્યાનમાં રાખીને દુકાનો 6 દિવસ સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવશે, જે અંતર્ગત દુકાનો સવારે 7 થી રાત્રે 9 વાગ્યા સુધી ખોલવાની અનુમતિ આપવામાં આવશે.

રાજ્યના આરોગ્ય પ્રધાને આ બાબતે જણાવ્યું હતુ કે, કોરોના સંક્રમણને (Corona) ધ્યાનમાં રાખીને કેટલાક વિસ્તારોમાં દુકાનો ખોલવાની અનુમતિ આપવામાં આવશે નહિ. ઉલ્લેખનીય છે કે, એક અઠવાડિયામાં 1000 વસ્તીમાંથી 10 થી વધુ લોકો ચેપગ્રસ્ત થતા હોય તેવા વિસ્તારમાં પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા નથી.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ અને 22 ઓગસ્ટના રોજ ઓણમના તહેવાર (Onam Festival) નિમિતે પણ લોકડાઉન પ્રતિબંધોમાં છુટછાટ આપવામાં આવશે. જો કે, મંત્રીએ દુકાનો અને વ્યાપારી સંસ્થાઓને તહેવારો પર ભીડ ટાળવા અને તેમના સામાજિક અંતરના નિયમોનું પાલન કરવા માટે અપીલ કરી હતી.

 

આ પણ વાંચો: Delhi: પંજાબના CM અમરિંદર સિંહ આજે પીએમ મોદી સાથે કરી શકે મુલાકાત, કૃષિ કાયદાને નાબૂદ કરવા મુદ્દે ચર્ચા થવાની સંભાવના

આ પણ વાંચો: Vaccination Certificate: કોરોના વેક્સિનનાં સર્ટિફિકેટ પર કેમ હોય છે વડાપ્રધાન મોદીનો ફોટો, જાણો શું કહ્યું મંત્રીજી એ

 

Next Article