Karnataka: અગાઉની સરકારે જે જીલ્લાને પછાત કહ્યો હતો, તે જીલ્લામાં અમે વિકાસ પહોંચાડ્યો છે: PM નરેન્દ્ર મોદી
PM નરેન્દ્ર મોદીએ હજારો કરોડ રૂપિયાના અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. વડાપ્રધાને તેમના સંબોધનમાં કહ્યું કે અમે એવા જિલ્લાઓમાં વિકાસ અને સુશાસન લાવ્યા છીએ જે અગાઉની સરકાર લાવી શકી ન હતી.
કર્ણાટક વિધાનસભા ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં અનેક પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ માટે પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે યદગીરી જિલ્લામાં નારાયણપુર લેફ્ટ બેન્ક કેનાલ-એક્શટેંશન, મોર્ડનાઈઝેશન અને આધુનિકીકરણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે. અહીં તેમણે હજારો કરોડ રૂપિયાના અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો. વડાપ્રધાને તેમના સંબોધનમાં કહ્યું કે અમે એવા જિલ્લાઓમાં વિકાસ અને સુશાસન લાવ્યા છીએ જે અગાઉની સરકાર લાવી શકી ન હતી.
વડાપ્રધાન યદગીરી અને કલાબુર્ગીના પ્રવાસે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં એમ પણ કહ્યું હતું કે સાડા ત્રણ વર્ષ પહેલા જ્યારે જલ જીવન મિશન શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે 18 કરોડ ગ્રામીણ પરિવારોમાંથી માત્ર 3 કરોડ પરિવારોને જ નળનું પાણી મળતું હતું અને આજે 11 કરોડ ગ્રામીણ વસ્તીને પાણી મળી રહ્યું છે. વડાપ્રધાન યદગીરી અને કલાબુર્ગીના પ્રવાસે છે, જ્યાં તેઓ રૂ. 10,800 કરોડથી વધુની કિંમતની વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
બધાના વિકાસમાં જ દેશનો વિકાસ
વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા બાદ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે દેશ આગામી 25 વર્ષ માટે નવા સંકલ્પોને સાબિત કરવા માટે આગળ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે, આ 25 વર્ષ દેશના દરેક વ્યક્તિ માટે અમૃત સમાન છે. દરેક રાજ્ય માટે અમૃત સમય હોય છે. આપણે અમૃતકાળમાં વિકસિત ભારતનું નિર્માણ કરવું છે. તેમણે કહ્યું, જ્યારે દેશનો દરેક નાગરિક, દરેક પરિવાર, દરેક રાજ્ય આ અભિયાનમાં જોડાય ત્યારે ભારતનો વિકાસ થઈ શકે છે.
ભારતનો વિકાસ ત્યારે જ થઈ શકે જ્યારે બધાનું જીવન સારું હોય, પછી તે ખેતરમાં કામ કરતા ખેડૂત હોય કે ઉદ્યોગોમાં કામ કરતા કારીગરો હોય. આ મહિનામાં મોદીની કર્ણાટકની આ બીજી મુલાકાત છે. આ પહેલા તેઓ રાષ્ટ્રીય યુવા મહોત્સવના ઉદ્ઘાટન માટે હુબલ્લી આવ્યા હતા અને આ દરમિયાન તેમણે રોડ શો પણ કર્યો હતો.
ડબલ એન્જિન સરકારનો લાભ મળી રહ્યો છે
વડાપ્રધાને તેમના સંબોધન દરમિયાન અનેક વિકાસ યોજનાઓ અને કાર્યક્રમોનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે રાજ્યના લોકો જોઈ શકે છે કે તેમને ડબલ એન્જિન સરકારથી કેટલો ફાયદો થઈ રહ્યો છે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી કર્ણાટકમાં મેમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે કમર કસી રહી છે અને તેણે કુલ 224માંથી ઓછામાં ઓછી 150 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. આવી સ્થિતિમાં વડાપ્રધાનની આ મુલાકાત મહત્વની છે.