જમ્મુના કઠુઆમાં સૈન્ય વાહન પર હુમલો, આતંકીઓએ ફાયરિંગ બાદ ગ્રેનેડ ફેંક્યો, એન્કાઉન્ટર ચાલુ

|

Jul 08, 2024 | 6:33 PM

જમ્મુ ક્ષેત્રમાં આવેલા કઠુઆ જિલ્લામાં આતંકીઓએ, ભારતીય સેનાના એક વાહનને નિશાન બનાવ્યું છે. ભારતીય સેના આનો વળતો જવાબ આપી રહી છે. સુરક્ષાદળોની વધુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કઠુઆ જિલ્લાના બિલવર તાલુકાના મછેડી વિસ્તારના બદનોટા ગામમાં, આતંકવાદીઓએ સૈન્ય વાહન પર હુમલો કર્યો હતો.

જમ્મુના કઠુઆમાં સૈન્ય વાહન પર હુમલો, આતંકીઓએ ફાયરિંગ બાદ ગ્રેનેડ ફેંક્યો, એન્કાઉન્ટર ચાલુ
ભારતીય સૈન્ય જવાનો ( ફાઈલ ફોટો )

Follow us on

જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આતંકવાદીઓએ, સેનાના એક વાહનને નિશાન બનાવ્યું છે. આ હુમલા અંગે સેનાની વળતી જવાબી કાર્યવાહીથી એન્કાઉન્ટર શરૂ થયું છે. સૂત્રોનું કહેવું છે કે આ એક આયોજનબદ્ધ આતંકવાદી હુમલો છે. ભારતીય સેના આનો જવાબ આપી રહી છે. સુરક્ષાદળોની વધારાની કુમક પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કઠુઆ જિલ્લાના બિલવર તાલુકાના મછેડી વિસ્તારના બદનોટા ગામમાં આતંકવાદીઓએ સૈન્ય વાહનને નિશાન બનાવ્યું હતું.

જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લો ભારતીય સેનાની 9મી કોર્પ્સ હેઠળ આવે છે. આતંકવાદીઓના ગોળીબાર બાદ સેનાના જવાનોએ પણ આતંકવાદીઓની સામે જવાબી કાર્યવાહી કરી છે. બંને તરફથી ગોળીબાર ચાલુ છે. આ પૂર્વે ગત શનિવારે કાશ્મીરના કુલગામમાં બે એન્કાઉન્ટરમાં છ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન બે જવાનો પણ શહીદ થયા હતા.

આતંકવાદને ખતમ કરવાની લડાઈ

અધિકારીઓએ રવિવારે કહ્યું હતું કે, મોદરગામ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે રવિવારે ચિન્નીગામમાંથી ચાર મૃતદેહ મળી આવ્યા હતા. સૈન્ય અધિકારીએ જણાવ્યું કે, કુલગામ જિલ્લાના બે ગામોમાં શનિવારે એન્કાઉન્ટર શરૂ થયું હતું. આતંકવાદીઓ સાથેની અથડામણમાં એક પેરા કમાન્ડો સહિત બે જવાનો શહીદ થયા હતા.

51 વર્ષ બાદ અમિતાભ-જયાના લગ્નનું કાર્ડ થયું વાયરલ, આમિર ખાને ફેન્સને ચોંકાવ્યા
જાયફળનું સેવન કરવાથી થાય છે જબરદસ્ત ફાયદા
ગુજરાતી સિંગર જયકર ભોજક ગરબાનો બાદશાહ છે
ભાગવતમાં જણાવ્યું છે, બાળક ગર્ભમાં હોય ત્યારે માતાએ આ 5 કામ અવશ્ય કરવા
શરીરમાં લોહીના ટકા ઓછા હોય તો શું કરવું? ડૉક્ટર પાસેથી જાણો
Green Methi Leaves : શિયાળાની સિઝનમાં લીલી મેથીની લઈ લો મજા! વિટામીનથી ભરપૂર

આ ઓપરેશન્સ વિશે વાત કરતા પોલીસ મહાનિર્દેશક આરઆર સ્વૈને કહ્યું કે 6 આતંકવાદીઓનો ખાત્મો એ મોટી ઉપલબ્ધિ છે. આ સફળતા એ સંકેત છે કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદને ખતમ કરવાની લડાઈ તેના અંત સુધી પહોંચશે.

 

Published On - 5:56 pm, Mon, 8 July 24

Next Article