Atal Bihari Vajpayee: જાણો રાજનીતિમાંથી સંન્યાસ બાદ કેમ એકાંતવાસમાં રહ્યા વાજપેયી

2004 પછીના વર્ષોમાં જાણે કે વાજપેયીના જીવનમાં એકાંતવાસ શરૂ થઈ ગયો. જો કે વાજપેયી રાજકીય જીવનમાંથી નિવૃત્તિ લેશે કે નહીં આ અંગે ઘણી ચર્ચાઓ થઈ હતી.

Atal Bihari Vajpayee: જાણો રાજનીતિમાંથી સંન્યાસ બાદ કેમ એકાંતવાસમાં રહ્યા વાજપેયી
Atal Bihari Vajpayee (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 6:18 PM

આજે એટલે કે 25 ડિસેમ્બરે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી (Former Prime Minister Atal Bihari Vajpayee)ની જન્મજયંતિ છે. ત્યારે તેમના જીવનની કેટલીક રસપ્રદ વાતો જાણવી લોકોને ગમે છે. આપણે પણ તેમની નિવૃત્તિની વાત વિશે જાણીશું. વર્ષ 2005માં મુંબઈના શિવાજી પાર્કમાં ભાજપની રજતજયંતી (BJP’s silver jubilee)ના આયોજિત કાર્યક્રમમાં વાજપેયીએ નિવૃત્તિની જાહેરાત કરી હતી. પોતાના ભાષણમાં પક્ષની જવાબદારી અડવાણી અને પ્રમોદ મહાજનને સોંપી હતી.

”અમારા પક્ષ અને ગઠબંધનની હાર, દેશ જીત્યો”

13 મે 2004 ગુરૂવારે કેબિનેટની છેલ્લી બેઠક પતાવીને અટલ બિહારી વાજપેયી રાષ્ટ્રપતિભવન તરફ રવાના થયા હતા. તેમની આગેવાની હેઠળ સંસદીય ચૂંટણીમાં તેમના પક્ષની હાર થઈ હતી. તેઓ સાંજે રાજીનામું આપવા માટે રાષ્ટ્રતપતિ ભવન ગયા ત્યારે ઔરંગઝેબ રોડ સ્થિત કૉંગ્રેસ કાર્યાલયમાં વિજયોત્સવ ચાલી રહ્યો હતો. જો કે રાજીનામું આપ્યા બાદ અટલજી બહાર આવીને બોલ્યા હતા, “અમારા પક્ષ અને ગઠબંધનની હાર થઈ છે, દેશ જીતી ગયો છે. અમે આ પોસ્ટ છોડી છે પણ જવાબદારી છોડી નથી.”

સુષ્મા સ્વરાજે વાજપેયી વિરોધ પક્ષના નેતા બનશે એવી જાહેરાત કરી હતી પણ બધાં જ એ વાતથી અજાણ હતા કે વાજપેયી રાજનીતિમાંથી નિવૃત્તિ લેશે, બધા જ એ વાતથી પણ અજાણ હતા કે વાજપેયીનો અવાજ હવે શાંત થઈ જવાનો હતો. 2004 પછીના વર્ષોમાં વાજપેયીના જીવનમાં એકાંતવાસ શરૂ થઈ ગયો. જો કે હજુ પણ વાજપેયી રાજકીય જીવનમાંથી નિવૃત્તિ લેશે કે નહીં તે અંગે ઘણી ચર્ચાઓ થઈ હતી.

પક્ષની જવાબદારી અન્યને સોંપી

આખરે 2005માં મુંબઈના શિવાજી પાર્કમાં ભાજપની રજતજયંતી પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં વાજપેયીએ નિવૃત્તિની જાહેરાત કરી હતી. પોતાના ભાષણમાં પક્ષની જવાબદારી અડવાણી અને પ્રમોદ મહાજનને સોંપી હતી. 2007માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરવા માટે વાજપેયી વ્હિલચૅર પર બેસીને આવ્યા ત્યારે લોકોને આશ્ચર્ય થયું હતું.

2007માં વાજપેયી ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે આવશે કે નહીં તે અંગે ઘણી ચર્ચા થઈ હતી. છેવટે લખનઉમાં બેઠક યોજી અને તેમણે કહ્યું કે હું મતદાન માટે નહીં આવી શકું. વાજપેયી લખનઉ બેઠકથી લોકસભાના સાંસદ હતા, પરંતુ સ્વસ્થ ન હોવાથી સંસદની કામગીરીમાં નિયમિત રીતે ભાગ નહોતા લઈ શકતા.

2007માં વાજપેયીએ મહારાષ્ટ્રની મુલાકાત લીધી, તેઓ સંઘ પરિવારના એક કાર્યક્રમમાં હાજરી આપવા ઉપસ્થિત રહ્યા હતા. ડૉક્ટરે ચાલવા પર મનાઈ ફરમાવી હોવાથી તેઓ વ્હિલચૅર પર બેસીને આવ્યા હતા. વ્હિલચૅરમાં સ્ટેજ પર જઈ શકે એ માટે લિફ્ટની વ્યવસ્થા પણ કરાઈ હતી. 2009માં સાંસદ તરીકેના તેમના પાંચ વર્ષ પૂર્ણ થયા અને એ સાથે સક્રિય રાજનીતિમાંથી તેમણે વિદાય લીધી હતી.

આ પણ વાંચો: Video : શ્રીલંકન સોંગનો દેશી લહેકો ! ‘માનિકે માગે હિતે’ સોંગના નવા વર્ઝને ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

આ પણ વાંચો: Funny Video: લગ્નમાં દુલ્હા-દુલ્હન હતા વ્યસ્ત ! કંટાળીને પંડિતજીએ કંઈક એવુ કર્યુ કે તમને પણ હસવુ આવશે

Latest News Updates

પાવાગઢમાં દુકાનોનુ દબાણ દૂર કરાતા યાત્રિકોને હાલાકી, પાણી વિના રઝળ્યા
પાવાગઢમાં દુકાનોનુ દબાણ દૂર કરાતા યાત્રિકોને હાલાકી, પાણી વિના રઝળ્યા
ગુજરાત યુનિવર્સિટીમાં મહિલા પ્રોફેસરનો HOD સામે માનસિક હેરાનગતિનો આરોપ
ગુજરાત યુનિવર્સિટીમાં મહિલા પ્રોફેસરનો HOD સામે માનસિક હેરાનગતિનો આરોપ
સુરેન્દ્રનગરમાં હડકાયા શ્વાને 100થી વધુ લોકોને ભર્યા બચકા- જુઓ Video
સુરેન્દ્રનગરમાં હડકાયા શ્વાને 100થી વધુ લોકોને ભર્યા બચકા- જુઓ Video
અમરેલીમાં વડલી ગામે શાળાના મધ્યાહન ભોજનના અનાજમાંથી નીકળી જીવાત- Video
અમરેલીમાં વડલી ગામે શાળાના મધ્યાહન ભોજનના અનાજમાંથી નીકળી જીવાત- Video
Monsoon: ચોમાસાના વિદાયની શરૂઆત, ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહિવત્
Monsoon: ચોમાસાના વિદાયની શરૂઆત, ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા નહિવત્
સ્નાતકોને ઓટોમોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 75,000થી વધુ પગાર
સ્નાતકોને ઓટોમોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 75,000થી વધુ પગાર
પૂરગ્રસ્ત વિસ્તારોમાં નાના વેપારીઓને સરકાર સહાય આપશે
પૂરગ્રસ્ત વિસ્તારોમાં નાના વેપારીઓને સરકાર સહાય આપશે
સ્નાતકોને ઓટોમેશન ક્ષેત્રમાં મળશે મહિને 1,00,000થી વધુ પગાર
સ્નાતકોને ઓટોમેશન ક્ષેત્રમાં મળશે મહિને 1,00,000થી વધુ પગાર
2 oct થી પાણી પુરવઠા બોર્ડના કોન્ટ્રાક્ટરો કરશે હડતાળ, જુઓ
2 oct થી પાણી પુરવઠા બોર્ડના કોન્ટ્રાક્ટરો કરશે હડતાળ, જુઓ
Gujarat Rain: વિજયનગર અને પોશીનામાં વરસાદ, એક કલાકમાં સવા ઈંચ વરસાદ
Gujarat Rain: વિજયનગર અને પોશીનામાં વરસાદ, એક કલાકમાં સવા ઈંચ વરસાદ