Funny Video: લગ્નમાં દુલ્હા-દુલ્હન હતા વ્યસ્ત ! કંટાળીને પંડિતજીએ કંઈક એવુ કર્યુ કે તમને પણ હસવુ આવશે
આજકાલ લગ્નનો એક રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં લગ્ન દરમિયાન પંડિત કંઈક એવુ કહે છે,તે સાંભળીને તમને પણ હસવુ આવશે.
Funny Video: લગ્નની સિઝન શરૂ થતા જ સોશિયલ મીડિયા પર લગ્ન સંબધિત વીડિયો (Wedding video) વાયરલ થતા જોવા મળી રહ્યા છે.જેમાં ક્યારેક દુલ્હા-દુલ્હનની એન્ટ્રી(Bride-Groom) તો ક્યારેક ડાન્સ લોકોના આકર્ષણનુ કેન્દ્ર બનતા હોય છે.આ દિવોસોમાં આવો જ એક રમુજી વીડિયો સોશિયલ મીડિયા(Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં દુલ્હા-દુલ્હનને વ્યસ્ત જોઈને પંડિતથી કંટાળીને જે કહે છે,તે સાંભળીને તમને પણ હસવુ આવશે.
પંડિતજીએ કંઈક આવુ કર્યુ….!
આપણે બધા જાણીએ છીએ કે લગ્ન પહેલા ઘણી બધી વિધિઓ (Wedding Ritual) કરવામાં આવતી હોય છે. ક્યારેક આ વિધિઓને કારણે દુલ્હા-દુલ્હન કંટાળી પણ જાય છે.વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પણ કંઈક આવુ જ જોવા મળી રહ્યુ છે.જેમાં લગ્નની એક વિધિ દરમિયાન દુલ્હા-દુલ્હન કંટાળીને મસ્તી કરવા લાગે છે.આ જોઈને પંડિતજી મહેમાનોની સામે જ દુલ્હા-દુલ્હનનો ક્લાસ લઈ લે છે.આ રમુજી વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.
જુઓ વીડિયો
View this post on Instagram
રમુજી વીડિયો થયો વાયરલ
તમને જણાવી દઈએ કે, આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી witty_wedding નામના અકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ રમુજી વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.
એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ કે,લગ્નમાં પંડિતજી ભારે કંટાળ્યા લાગે છે…! જ્યારે અન્ય એક યુઝરે (User) લખ્યુ કે, દુલ્હા-દુલ્હનની મસ્તી જોઈને મહેમાનો પણ વિચારમાં પડી ગયા હશે.આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Viral Video: ક્રિસમસ લાઈટ્સથી શણગારેલી અદ્ભૂત ટ્રેન જોઈ લોકોને ‘હેરી પોટર’નો સીન આવ્યો યાદ