અરુણાચલ પ્રદેશ દેશનું અભિન્ન અંગ હતુ, છે અને રહેશે, અમિત શાહના પ્રવાસ પર ભારતનો ચીનને કડક શબ્દોમાં જવાબ
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે ભારતીય નેતાઓ નિયમિત રીતે અરુણાચલ પ્રદેશની એ જ રીતે મુલાકાત લે છે જે રીતે તેઓ અન્ય રાજ્યની મુલાકાત લે છે. અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ હતુ, છે અને રહેશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના અરુણાચલ પ્રવાસે હતા. ચીને આનો વિરોધ કર્યો હતો અને મુલાકાતનો વિરોધ કરતું નિવેદન બહાર પાડ્યું હતું. હવે ભારતે પણ આનો કડક શબ્દોમાં જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયે ચીનના સત્તાવાર નિવેદનને સંપૂર્ણપણે ફગાવી દીધું છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે ભારતીય નેતાઓ નિયમિત રીતે અરુણાચલ પ્રદેશની એ જ રીતે મુલાકાત લે છે જે રીતે તેઓ અન્ય રાજ્યની મુલાકાત લે છે. અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અંગ હતુ, છે અને રહેશે. ચીન દ્વારા કરવામાં આવેલા વાંધાઓનું કોઈ કારણ નથી અને તેનાથી વાસ્તવિકતા બદલાશે નહીં.
Inspected the Border Outpost of the @ITBP_official in Arunachal Pradesh and took stock of the force’s preparedness. pic.twitter.com/ldSjX4FG6J
— Amit Shah (@AmitShah) April 10, 2023
આ પણ વાંચો: Madhya Pradesh: શિવરાજ સરકારનો મોટો નિર્ણય, હવે ટ્રાન્સજેન્ડરોને પણ મળશે OBC અનામત
આ પહેલા 10 એપ્રિલે અમિત શાહ અરુણાચલ પ્રદેશના પ્રવાસે ગયા હતા. તે જ દિવસે ચીને તેનો વિરોધ કર્યો હતો અને તેને ચીનની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું કે ઝાંગનાન ચીનનો વિસ્તાર છે.
ચીને અરુણાચલ પ્રદેશમાં ઘણી જગ્યાઓના નામ પણ બદલ્યા
તેમણે કહ્યું કે ભારતીય મંત્રીની ઝાંગનાનની મુલાકાત ચીનની પ્રાદેશિક સંપ્રભુતાનું ઉલ્લંઘન કરે છે. સરહદ પર શાંતિ માટે આ સારું નથી. ચીન અરુણાચલ પ્રદેશને પોતાનો દાવો કરે છે અને તેને દક્ષિણ તિબેટ કહે છે. તાજેતરમાં તેણે અરુણાચલ પ્રદેશમાં ઘણી જગ્યાઓના નામ પણ બદલ્યા હતા.
2017માં ડોકલામ વિવાદ બાદથી ચીને અરુણાચલ પ્રદેશમાં ઘણી જગ્યાઓના નામ ત્રણ વખત બદલ્યા છે. 2017માં તેણે 6 જિલ્લાના નામ બદલી નાખ્યા હતા. આ પછી ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ તેણે 15 જગ્યાના ચાઈનીઝ નામ રાખ્યા અને હવે તેણે 11 જગ્યાના નામ બદલી નાખ્યા. તેના પર પણ ભારતે તેને સીધો જવાબ આપ્યો અને દરેક દાવાને નકારી કાઢ્યા.
અમિત શાહે પણ અરુણાચલ પ્રદેશમાંથી ચીનને સીધો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે હવે એ સમય નથી જ્યારે કોઈ ભારતની જમીન પર અતિક્રમણ કરી શકે. આજે દેશની એક ઈંચ જમીન પણ કોઈ લઈ શકતું નથી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ચીન હવે સોયના નાકા જેટલી પણ જમીન પર કબજો કરી શકશે નહીં.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…