Arpita Mukherjeeની કારને નડયો અકસ્માત, EDના કાફલામાં ઘુસી ગઈ ઈનોવા કાર

પશ્ચિમ બંગાળમાં ઈડીની કાર્યવાહીને કારણે હાલમાં હડકંપ મચ્યો છે. શિક્ષણ ભરતી કૌભાંડમાં મમતાના મંત્રી પાર્થ ચેટરજીની ધરપકડ થયા બાદ તેમની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Arpita Mukherjeeની કારને નડયો અકસ્માત, EDના કાફલામાં ઘુસી ગઈ ઈનોવા કાર
Arpita Mukherjee car accidentImage Credit source: ANI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2022 | 11:36 PM

પશ્ચિમ બંગાળ હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યુ છે. શિક્ષણ ભરતી કૌભાંડમાં મમતાના મંત્રી પાર્થ ચેટરજીની (Partha Chatterjee) ધરપકડ થયા બાદ તેમના નજીકના અર્પિતા મુખર્જીની ધડપકડ કરવામાં આવી હતી. હાલમાં સમાચાર મળી રહ્યા છે કે અર્પિતા મુખર્જીની (Arpita Mukherjee) ગાડીનો અકસ્માત થયો છે. આ અકસ્માત સોલ્ટ લેક વિસ્તારમાં થયો હતો. કોર્ટથી સીજીઓ કોમ્પ્લેક્સ જવાના માર્ગમાં માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઈડીના કાફલામાં ઈનોવા કાર આવી. જોકે તમામ સુરક્ષિત છે. અર્પિતા મુખર્જીને સુરક્ષિત રીતે CGO સંકુલમાં લઈ જવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, આજે EDએ અર્પિતા મુખર્જીને કોર્ટમાં રજૂ કરી હતી. કોર્ટે અર્પિતાને એક દિવસના ED રિમાન્ડ પર મોકલી છે. તેને સોમવારે 25 જુલાઈએ વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવશે.

પશ્ચિમ બંગાળમાં ઈડીની કાર્યવાહીને કારણે હાલમાં હડકંપ મચ્યો છે. શિક્ષણ ભરતી કૌભાંડમાં મમતાના મંત્રી પાર્થ ચેટરજીની ધરપકડ થયા બાદ તેમની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આવતીકાલે તેમને કોર્ટના આદેશ અનુસાર ભુવનેશ્વરની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. જ્યાં તેમની સારવાર કરવામાં આવશે. તેમના નજીકના અર્પિતા મુખર્જી પર પણ ઈડીએ તપાસ ચલાવી હતી.

આ પણ વાંચો

કોણ છે અર્પિતા મુખર્જી?

અર્પિતા મુખર્જી એક અભિનેત્રી છે. તેણે બંગાળી, તમિલ, ઉડિયા ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે પાર્થ ચેટરજીની નજીકની સાથી છે. તે પાર્થ ચેટર્જી દ્વારા સંચાલિત દુર્ગા પંડાલનું કામ સંભાળે છે.

ઘરમાંથી મળ્યા 21 કરોડ

તમને જણાવી દઈએ કે શનિવારે સર્ચ ઓપરેશન દરમિયાન EDએ અર્પિતા મુખર્જીના ઘરેથી 21 કરોડ રૂપિયા રોકડા મળ્યા હતા, જે બાદ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો. તેમની ધડપકડ કરીને તેમને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. તેમના ઘરમાંથી 13-14 પ્રોપર્ટીના દસ્તાવેજ પણ મળ્યા હતા.

અર્પિતા મુખર્જીની જામીન અરજી રદ્દ

આજે અર્પિતા મુખર્જીને ઈડી દ્વારા વધુ રીમાન્ડ માટે કોર્ટમાં હાજર કરી હતી. જ્યા અર્પિતા મુખર્જીની જામીન અરજી કોર્ટમાં દાખલ કરી હતી. જેને કોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવી હતી. અર્પિતા મુખર્જીનું કહેવુ છે કે તે નિર્દોષ છે અને આ બધી ભાજપની ચાલ છે.

Latest News Updates

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
દેવળકી ગામમાં ઘઉંના ખેતરમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">