Uttar Pradesh: લુલુ મોલ વિવાદ પર લખનૌ પોલીસની કાર્યવાહી, નમાઝ અદા કરવા બદલ વધુ 2 લોકોની ધરપકડ

જણાવી દઈએ કે 12 જુલાઈની આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન આ ધરપકડ મોલના પીઆરઓ સિબતૈન હુસૈન દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર (FIR) બાદ કરવામાં આવી છે.

Uttar Pradesh: લુલુ મોલ વિવાદ પર લખનૌ પોલીસની કાર્યવાહી, નમાઝ અદા કરવા બદલ વધુ 2 લોકોની ધરપકડ
લુલુ મોલ વિવાદમાં વધુ 2 લોકોની ધરપકડ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2022 | 8:10 PM

ઉત્તર પ્રદેશની (Uttar Pradesh) રાજધાની લખનૌના લુલુ મોલમાં નમાઝ અદા કરવાનો વિવાદ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. આજે પોલીસે (Police) નમાઝ અદા કરવાના આરોપમાં ઈરફાન અને સઈદ નામના બે લોકોની ધરપકડ કરી છે. સુશાંત ગોલ્ફ સિટી પોલીસના જણાવ્યા અનુસાર, બંને આરોપીઓ સાહદતગંજ વિસ્તારના રહેવાસી છે. જણાવી દઈએ કે 12 જુલાઈની આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન આ ધરપકડ મોલના પીઆરઓ સિબતૈન હુસૈન દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર (FIR) બાદ કરવામાં આવી છે.

મોલમાં નમાઝ અદા કરવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં 9 લોકો નમાજ અદા કરતા જોવા મળી રહ્યા હતા. પોલીસ હવે અન્ય બે લોકોને શોધી રહી છે. જણાવી દઈએ કે સીએમ યોગી આદિત્યનાથે 10 જુલાઈના રોજ મોલનું ઉદ્ઘાટન કર્યું હતું. રવિવારે પોલીસે લુલુ મોલ પરિસરમાં કથિત રીતે નમાજ પઢવાના આરોપમાં વધુ બે આરોપીઓની ધરપકડ કરી હતી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ દરમિયાન એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (દક્ષિણ) રાજેશ કુમાર શ્રીવાસ્તવે જણાવ્યું કે સઆદતગંજ વિસ્તારના રહેવાસી ઈરફાન અહેમદ અને સઈદની ધરપકડ કરવામાં આવી છે. જો કે આ કેસમાં અન્ય આરોપીઓને પકડવાના પ્રયાસો ચાલુ છે. ધરપકડ કરાયેલા લોકોમાંથી કોઈ પણ લુલુ મોલના કર્મચારી નથી. જણાવી દઈએ કે, રવિવારે આ કેસમાં વધુ બે લોકોની ધરપકડ બાદ અત્યાર સુધીમાં ધરપકડ કરાયેલા આરોપીઓની કુલ સંખ્યા 7 થઈ છે.

લખનૌ પોલીસે લુલુ મોલમાં નમાજ અદા કરવા બદલ 2 આરોપીઓની ધરપકડ કરી

જાણો શું છે સમગ્ર મામલો?

13 જુલાઈના રોજ લુલુ મોલમાં નમાઝ અદા કરતા લોકોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો. જ્યાં એક હિન્દુ સંગઠને લુલુ મોલ પરિસરમાં નમાજ પર વાંધો ઉઠાવ્યો હતો. આ પછી ત્યાં હનુમાન ચાલીસાના પાઠ કરવાની પરવાનગી માગતા આ ઘટનાએ વિવાદ સર્જ્યો હતો. અખિલ ભારતીય હિંદુ મહાસભાના કેટલાક સભ્યોએ 14 જુલાઈના રોજ લુલુ મોલના ગેટ પર ધરણા કર્યા હતા. મહાસભાના રાષ્ટ્રીય પ્રવક્તા હોવાનો દાવો કરતા શિશિર ચતુર્વેદીએ આરોપ લગાવ્યો હતો કે એક ખાસ સમુદાયના લોકોને મોલની અંદર પૂજા કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે. મોલની અંદર ધાર્મિક પ્રાર્થના કરવાની છૂટ હોવી જોઈએ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">