AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAK સેના અને લશ્કર ભારતમાં મોટી સર્જિકલ સ્ટ્રાઈક કરવાનું કરી રહ્યાં છે ષડયંત્ર?

ભારતની સર્જિકલ સ્ટ્રાઈકની પીડાને હજી સુધી પાકિસ્તાન ભૂલ્યું નથી અને તેનો બદલો લેવાના નિષ્ફળ પ્રયાસ કરી રહ્યાં છે. પાકિસ્તાની સેના અને ખૂંખાર આતંકી સંગઠન લશ્કર-એ-તોયબા LoCથી જોડાયેલી ભારતીય ચોકીઓ પર એક મોટી સર્જિકલ સ્ટાઈક કરવાનું ષડયંત્ર કરી રહ્યું છે. ગુપ્તચર વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે પાકિસ્તાની સેનાના સ્પેશિયલ સર્વિસીસ ગ્રુપ (SSG)ના કમાન્ડો તેમજ લશ્કર-એ-તોયબાના આતંકીઓ જમ્મૂ-કાશ્મીરના […]

PAK સેના અને લશ્કર ભારતમાં મોટી સર્જિકલ સ્ટ્રાઈક કરવાનું કરી રહ્યાં છે ષડયંત્ર?
| Updated on: Jan 04, 2019 | 5:11 AM
Share

ભારતની સર્જિકલ સ્ટ્રાઈકની પીડાને હજી સુધી પાકિસ્તાન ભૂલ્યું નથી અને તેનો બદલો લેવાના નિષ્ફળ પ્રયાસ કરી રહ્યાં છે. પાકિસ્તાની સેના અને ખૂંખાર આતંકી સંગઠન લશ્કર-એ-તોયબા LoCથી જોડાયેલી ભારતીય ચોકીઓ પર એક મોટી સર્જિકલ સ્ટાઈક કરવાનું ષડયંત્ર કરી રહ્યું છે.

ગુપ્તચર વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે પાકિસ્તાની સેનાના સ્પેશિયલ સર્વિસીસ ગ્રુપ (SSG)ના કમાન્ડો તેમજ લશ્કર-એ-તોયબાના આતંકીઓ જમ્મૂ-કાશ્મીરના રજોરી તેમજ પુંછ સેક્ટરમાં સક્રિય છે.

નવા વર્ષના એક દિવસ પહેલા એટલે કે 31 ડિસેમ્બરે ભારતીય સેનાએ 2 ઘૂષણખોરોને ઠાર કર્યા હતા. કહેવાઈ રહ્યું છે કે આ ઘૂષણખોરો પાકિસ્તાની સેનાના સૈનિકો હતા. સાથે જ ભારતીય સેનાએ પાકિસ્તાન બોર્ડર એક્શન ટીમ (BAT)ના હુમલાને પણ નિષ્ફળ કરી દીધું હતું. પાકિસ્તાની BATએ LoCથી જોડાયેલી ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના નૌગામ સેક્ટરની ભારતીય ચોકીઓને નિશાના બનાવવાની કોશિષ કરી હતી પરંતુ તેમનો આ પ્રયાસ સફળ ન થયો.

આ વર્ષે એવું બીજી વખત થયું જ્યારે પાકિસ્તાની સેનાએ ભારતમાં ઘૂષણખોરી કરવા તેમજ અગ્રણી ભારતીય ચોકીઓ પર હુમલા કરવા માટે BATનો ઉપયોગ કર્યો હોય. આ પહેલા 23 ફેબ્રુઆરી, 2018ના રોજ પાકિસ્તાની સેનાએ ભારતીય ચોકીઓ પર હુમલા કરવા તેમજ ઘૂષણખોરી કરવા BATનો ઉપયોગ કર્યો હતો.

આ પહેલા વર્ષ 2017માં પાકિસ્તાને એલઓસીથી જોડાયેલા જમ્મૂ-કાશ્મીરના વિસ્તારોમાં 5 વખત ભારતીય ચોકીઓ પર હુમલા કરવાની કોશિષ કરી હતી. તેમાં ભારતીય સેનાએ 7 ઘૂષણખોરોને ઠાર કર્યા હતા. ત્યાં, 2 ભારતીય સેનિક શહીદ થઈ ગયા હતા. જોકે ફેબ્રુઆરીમાં થયેલા BATના હુમલામાં કોઈ નુક્સાન નહોતું થયું.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા અંગે શું કહ્યું 2018ની છેલ્લી ‘મન કી બાત’માં… જુઓ VIDEO

તમને જણાવી દઈએ કે ઉરી આતંકી હુમલા બાદ સપ્ટેમ્બર, 2016માં ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી અને ઘણાં આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. ઉરી આતંકી હુમલામાં ભારતીય સેનાના 20 સૈનિકો શહીદ થયા હતા.

[yop_poll id=459]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">