AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Joshimath News: જોશીમઠ પર વધુ એક ખતરો, વરસાદના કારણે ખેતરમાં 6 ફૂટ ઉંડો ખાડો પડતા લોકો ચિંતિત

મીડિયા રિપોર્ટ મુજબ, માર્ચથી જૂન સુધીના લગભગ ચાર મહિના સુધી જોશીમઠમાં તિરાડોનો પડવાની ઘટના ઓછી થઈ રહી છે, જે બાદ બધું શાંત પણ રહ્યું, પરંતુ થોડા દિવસો પહેલા એક ખેતરમાં છ ફૂટ ઊંડો ખાડો જોવા મળતા ફરી એકવાર લોકો ચિંતામાં મૂકાઈ ગયા છે.

Joshimath News: જોશીમઠ પર વધુ એક ખતરો, વરસાદના કારણે ખેતરમાં 6 ફૂટ ઉંડો ખાડો પડતા લોકો ચિંતિત
Another danger in Joshimath
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2023 | 12:54 PM
Share

Joshimath News: આ વર્ષની શરૂઆતમાં ઉત્તરાખંડના ચમોલી જિલ્લાનું જોશીમઠ શહેર ચર્ચામાં રહ્યુ હતું. તેનું કારણ જોશીમઠમાં પડતી તિરાડો છે જેના કારણે લોકોને સ્થળાંતર કરવું પડી રહ્યું છે. અહીંના લોકો તેમના ઘર છોડીને રાહત શિબિરો, સમુદાય કેન્દ્રો વગેરેમાં આશ્રય લેવો પડ્યો છે. જેમાં આજે પણ જોશીમઠના કેટલાક રહેવાસીઓ આવી ભયંકર સ્થિતિમાં જીવન વિતાવી રહ્યા છે. તેનું કારણ એ છે કે ઘરો, હોટેલો અને રસ્તાઓમાં મોટી તિરાડો પડી ગયા બાદ લોકો પાસે રાહત કેમ્પમાં જવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.

ફેબ્રુઆરીના અંત સુધીમાં લગભગ 868 મકાનો અને હોટલોમાં તિરાડો પડી ગઈ હતી. પોલીસ-વહીવટી તંત્ર દ્વારા કેટલાક મકાનો અને હોટેલો પર બુલડોઝર ચલાવીને રેડ માર્ક કરીને તોડી પાડવામાં આવ્યા હતા. ત્યારે વહીવટીતંત્રે કહ્યું કે આ મકાનો અને હોટલો ગમે ત્યારે પડી શકે છે. તેથી જ તેઓને તોડી પાડવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ માર્ચથી જૂન સુધીના લગભગ ચાર મહિના સુધી જોશીમઠમાં તિરાડો પડવાની ઘટના ઓછી થઈ રહી છે, જે બાદ બધું શાંત પણ રહ્યું, પરંતુ થોડા દિવસો પહેલા એક ખેતરમાં છ ફૂટ ઊંડો ખાડો જોવા મળતા ફરી એકવાર લોકો ચિંતામાં મૂકાઈ ગયા છે.

જોશીમઠ પર હવે વરસાદનો ખતરો

સ્થાનિક રહેવાસીઓ દાવો કરે છે કે જોશીમઠના ભૂપ્રદેશની અસ્થિરતા માટે આ એક કારણ હોઈ શકે છે. હેમવતી નંદન બહુગુણા ગઢવાલ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના વડા પ્રોફેસર વાયપી સુન્દ્રિયાલે જણાવ્યું હતું કે આ સમયે ચોમાસું પૂરજોશમાં છે. વધુ વરસાદના કિસ્સામાં અહીં સમસ્યા વધી જશે. લોકોએ વધુ સાવચેત રહેવું જોઈએ. જે લોકો રાહત છાવણીમાં છે તેઓએ વરસાદ ન થાય ત્યાં સુધી કેમ્પમાં રહેવું જોઈએ. તમારા ઘર તરફ ન જશો. સાંભળવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકો દિવસ દરમિયાન રાહત કેમ્પ છોડીને પોતાના ઘર તરફ જતા રહે છે.

જોશીમઠના એક સ્થાનિકે જણાવ્યું હતુ કે “મેં મારા ઘરની નજીકના ખેતરમાં ઓછામાં ઓછો છ ફૂટ ઊંડો ખાડો જોયો છે. ખાડાને જોતા એવું લાગતું હતું કે જાણે વરસાદને કારણે થયું હોય. હવે અમને ડર છે કે જો સતત વરસાદ પડશે તો વધુ ખાડાઓ પડવા લાગશે. અત્યાર સુધી માત્ર ઘરોમાં તિરાડો જ દેખાતી હતી, પરંતુ હવે જોશીમઠમાં ખાડાઓ પણ દેખાવા લાગ્યા છે.

રહેવાસીઓ ચમોલી ડીએમને મળી 11 મુદ્દાની માંગણીઓ મૂકી

રવિવાર સુધીમાં મળતી માહિતીના આધારે સ્થાનિક અધિકારીઓએ જ્યાં ખાડો પડ્યો હતો તે સ્થળની મુલાકાત લીધી હતી. આજે ખાસ ટીમ ખાડાની બારીકાઈથી તપાસ કરશે. તાજેતરમાં, જોશીમઠ બચાવો સંઘર્ષ સમિતિના બેનર હેઠળ સ્થાનિક રહેવાસીઓનું એક જૂથ વરસાદને ધ્યાનમાં રાખીને ચમોલીના ડીએમ હિમાંશુ ખુરાનાને મળ્યું હતું. આ દરમિયાન તેમણે ડીએમને તેમની 11 મુદ્દાની માંગણીઓ રજૂ કરી હતી.

વૈજ્ઞાનિકોનો તપાસ અહેવાલ સાર્વજનિક કરવો જોઈએ- જોશીમઠવાસીઓ

અતુલ સતીએ જણાવ્યું હતું કે જોશીમઠમાં તિરાડો પડ્યા બાદ વૈજ્ઞાનિકોએ પણ તપાસ કરી હતી. તેમનો તપાસ અહેવાલ હજુ સાર્વજનિક કરવામાં આવ્યો નથી. હવે એવું સાંભળવા મળી રહ્યું છે કે સત્તાવાળાઓએ શહેરના ભવિષ્ય માટે ઘાતક એવા હેલાંગ મારવાડી બાયપાસનું નિર્માણ કાર્ય ફરી શરૂ કર્યું છે. આ અંગે મેજિસ્ટ્રેટ કુમકુમ જોશીને ઘણી વખત ફોન કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે ફોનનો જવાબ આપ્યો ન હતો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
g clip-path="url(#clip0_868_265)">