Anju Love Story: અંજુએ તેના પતિને ફોન કરીને આપી ધમકી, કહ્યુ- હું બાળકોને પાકિસ્તાન લઈ જઈશ

પાકિસ્તાન ગયેલી અંજુ અને અરવિંદને બે બાળકો છે. તેમની પુત્રી 15 વર્ષની છે અને પુત્ર 5 વર્ષનો છે. પુત્રી 10માં ધોરણમાં જ્યારે પુત્ર LKGમાં અભ્યાસ કરે છે. આ ઘટના સામે આવ્યા બાદ બંને બાળકોએ શાળાએ જવાનું બંધ કરી દીધું છે. અરવિંદને પણ તેની કંપનીએ કાઢી મૂક્યો છે.

Anju Love Story: અંજુએ તેના પતિને ફોન કરીને આપી ધમકી, કહ્યુ- હું બાળકોને પાકિસ્તાન લઈ જઈશ
Anju
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2023 | 5:28 PM

ભારતથી પાકિસ્તાન (Pakistan) ગયેલી અંજુ (Anju Love Story) હવે તેના બાળકોની યાદ આવી રહી છે. પાકિસ્તાનથી અંજુએ તેના પતિ અરવિંદને ફોન કર્યો હતો. તેણે અરવિંદને કહ્યુ કે, તમે કંઈ પણ કરો, પરંતુ હું બાળકોને પાકિસ્તાન લઈ જઈશ. બાળકો મારા છે અને તેમના પર મારો અધિકાર છે. તેના પર તેના પતિ અરવિંદે કહ્યું કે, હું બાળકો આપીશ નહીં. બાળકો મારી સાથે રહેશે. તે હવે તારો ચહેરો પણ જોવા માંગતા નથી. તું અમારા માટે મરી ગઈ છો.

વીડિયોમાં કોલિંગ દરમિયાન જ બંને વચ્ચે બોલાચાલી થઈ

અરવિંદ અને અંજુ વચ્ચે 29 જુલાઈના રોજ વોટ્સએપ કોલ પર વાતચીત થઈ હતી. વાતચીતનો આ વિડિયો અન્ય મોબાઈલમાં બનાવવામાં આવ્યો હતો. આ વીડિયો 31 જુલાઈના રોજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં કોલિંગ દરમિયાન જ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ વાતચીતમાં અંજુએ તેના પતિ અરવિંદને ઘણી વખત ધમકી પણ આપી છે. TV9 ભારતવર્ષની ટીમે અરવિંદ સાથે ફોન પર વાત કરી હતી.

પુત્રી 10માં ધોરણમાં અભ્યાસ કરે છે

પાકિસ્તાન ગયેલી અંજુ અને અરવિંદને બે બાળકો છે. તેમની પુત્રી 15 વર્ષની છે અને પુત્ર 5 વર્ષનો છે. પુત્રી 10માં ધોરણમાં જ્યારે પુત્ર LKGમાં અભ્યાસ કરે છે. આ ઘટના સામે આવ્યા બાદ બંને બાળકોએ શાળાએ જવાનું બંધ કરી દીધું છે. અરવિંદને પણ તેની કંપનીએ કાઢી મૂક્યો છે. અરવિંદને પૂછવામાં આવ્યું કે દીકરી માતા વિશે શું વિચારે છે?

આજનું રાશિફળ તારીખ : 27-11-2024
#majaniwedding લગ્નના બંધનમાં બંધાયા મલ્હાર અને પૂજા, જુઓ ફોટો
ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન, જાણો અહીં
Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024

આ પણ વાંચો : બિહારમાં ચાલુ રહેશે જાતિ આધારિત વસ્તી ગણતરી, પટના હાઈકોર્ટે હટાવ્યો પ્રતિબંધ, નીતિશ સરકારને મોટી રાહત

તેના પર અરવિંદ કહે છે કે મારી દીકરી હવે અંજુનો ચહેરો પણ જોવા માંગતી નથી. તે ફક્ત મારી સાથે રહેશે. તે પાકિસ્તાન જવા માંગતી નથી. દીકરી કહે છે કે હું કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાન જવા માંગતી નથી. અમારે તમારી સાથે રહેવું છે. હું તેને (નસરુલ્લા) ઓળખતી પણ નથી.

અંજુએ પોતાનું નામ બદલીને ફાતિમા કર્યું

એવા અહેવાલ આવ્યા છે કે અંજુએ ઈસ્લામ કબૂલ કરી લીધો છે અને પોતાનું નામ ફાતિમા રાખ્યું છે. આ સાથે નસરુલ્લા સાથે તેના લગ્નના સમાચાર પણ સામે આવ્યા છે. પાકિસ્તાનમાંથી પણ આવા વીડિયો સામે આવ્યા છે જેમાં તે બુરખો પહેરેલી જોવા મળી હતી. અંજુનો બુરખાનો ફોટો આવ્યા બાદ તેના પિતા ગયા પ્રસાદ ખૂબ જ ગુસ્સામાં છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">