Ramanujacharya Statue: રામાનુજાચાર્યની 1000મી જન્મજયંતિ ધામધૂમથી ઉજવણી, જગન મોહન રેડ્ડીએ ‘સ્ટેચ્યુ ઓફ ઈક્વોલિટી’ની મુલાકાત લીધી

Ramanujacharya Statue: હૈદરાબાદમાં સંત રામાનુજાચાર્યની 216 ફૂટ ઊંચી પ્રતિમા બનાવવામાં આવી છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડી પણ સ્ટેચ્યુ ઓફ ઈક્વોલિટી'ની મુલાકાત લીધી હતી.

Ramanujacharya Statue: રામાનુજાચાર્યની 1000મી જન્મજયંતિ ધામધૂમથી ઉજવણી, જગન મોહન રેડ્ડીએ 'સ્ટેચ્યુ ઓફ ઈક્વોલિટી'ની મુલાકાત લીધી
CM Jagan Mohan Reddy visits Statue of Equality (Photo: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2022 | 9:33 AM

Ramanujacharya Statue: સમાજ સુધારક અને 11મી સદીના સંત રામાનુજાચાર્ય(Ramanujacharya)ની 216 ફૂટ ઊંચી પ્રતિમાના અનાવરણ બાદ સોમવારે મોટી સંખ્યામાં લોકો તેમના દર્શન માટે પહોંચ્યા હતા. જેમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડી પણ સામેલ છે. રામાનુજાચાર્યની 1000મી જન્મજયંતિ નિમિત્તે સહસ્ત્રાબ્દી ઉજવણી (Ramanujacharya Birth Anniversary)નું આયોજન કરવામાં આવ્યું હતું, જે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યું છે.

આ કાર્યક્રમ વૈષ્ણવ સંપ્રદાયના સાધુ ત્રિદંડી ચિન્ના જયાર સ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યો છે. આ કૃતિમાં 5000 રુત્વિજોએ ભાગ લીધો છે.

મહાનુભાવોએ વક્તવ્ય આપ્યું હતું

કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ પ્રવચન આપ્યું હતું. વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો.  મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ રામાનુજાચાર્યની મુલાકાત લીધી. તેમની મૂર્તિને સમતા મૂર્તિ પણ કહેવામાં આવે છે. મુખ્યમંત્રીએ કેમ્પસમાં બનેલ 108 દિવ્યદેશની મુલાકાત લીધી હતી. ત્યારબાદ તેમણે ચિન્ના જયાર સ્વામી પાસેથી મંદિરો અને સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી વિશે માહિતી લીધી.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

3D લેસર શો માણ્યો

મુખ્યમંત્રી રેડ્ડીએ 3ડી લેસર શો પણ જોયો હતો. તેમણે યજ્ઞશાળા અને લક્ષ્મીનારાયણ મહાયજ્ઞ પૂર્ણાહુતિમાં ભાગ લીધો હતો. ત્રિદંડી ચિન્ના જયાર સ્વામીએ મુખ્યમંત્રીને તીર્થ પ્રસાદમ અર્પણ કર્યો. મુખ્ય પ્રધાન રેડ્ડી અને ત્યાં પહોંચેલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ ભગવદ ગીતા અર્પણની પ્રક્રિયાને ધ્યાનથી સાંભળી.

રેડ્ડીએ રામાનુજાચાર્ય વિશે વાત કરી હતી

મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીએ કહ્યું કે સંત રામાનુજાચાર્યએ જે કહ્યું હતું, તે બધી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હજારો વર્ષ પહેલા તમામ લોકો સમાન હતા તેમ કહીને તેમણે માર્ગદર્શન આપ્યું છે. કહેવાય છે કે અષ્ટાક્ષરી મંત્રનો પ્રચાર તમામ જાતિઓમાં થયો હતો. તેમણે કહ્યું કે આ પ્રેરણા માત્ર આજની પેઢી માટે જ નહીં પરંતુ આવનારી પેઢીઓ માટે પણ છે.

ટીટીડી પ્રમુખે પણ મુલાકાત લીધી હતી

મુખ્યમંત્રી ઉપરાંત, TTD પ્રમુખ વાયવી સુબ્બરેડ્ડી, આંધ્રપ્રદેશના મંત્રી વેલ્લમપલ્લી શ્રીનિવાસ, ડેપ્યુટી સ્પીકર કોના રઘુપતિ, YCP સાંસદ માર્ગાની ભરત, શ્રીકૃષ્ણ દેવરાયા અને YCP ધારાસભ્ય ચેવિરેડ્ડી ભાસ્કર રેડ્ડીએ પણ સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટીની મુલાકાત લીધી હતી.

આ પણ વાંચો : Uttar Pradesh Election: યુપીમાં પ્રથમ તબક્કા માટે પાર્ટીઓએ લગાવી તાકાત, આજે વડાપ્રધાન મોદી, સીએમ યોગી અને પ્રિયંકા ગાંધી કરશે પ્રચાર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">