ગણેશ મંડપમાં નાચતા નાચતા ઢળી પડ્યો યુવક, આંખના પલકારે થઈ ગયુ મોત, Video થયો Viral
ગણેશ ચતુર્થીના કાર્યક્રમ દરમિયાન એક યુવકનું મોત થયું હતું. આ ઘટના સાથે જોડાયેલો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મીડિયા રિપોટ મુજબ ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીના આગમન બાદ છોકરાઓ મંડપમાં ડાન્સ કરી રહ્યા હતા. ત્યારે ડાન્સ કરતી વખતે છોકરો અચાનક અટકી જાય છે અને માત્ર 5 સેકન્ડમાં તેનું મોત થઈ જાય છે. તે ત્યાં લાકડીનો સહારો લેવાનો પ્રયત્ન કરે છે પણ તેમ છત્તા તે નીચે પડી જાય છે.
આંધ્રપ્રદેશના શ્રી સત્ય સાંઈ જિલ્લામાં ગણેશ ચતુર્થીના કાર્યક્રમ દરમિયાન એક યુવકનું મોત થયું હતું. આ ઘટના સાથે જોડાયેલો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મીડિયા રિપોટ મુજબ ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીના આગમન બાદ છોકરાઓ મંડપમાં ડાન્સ કરી રહ્યા હતા. ત્યારે ડાન્સ કરતી વખતે છોકરો અચાનક અટકી જાય છે અને માત્ર 5 સેકન્ડમાં તેનું મોત થઈ જાય છે. તે ત્યાં લાકડીનો સહારો લેવાનો પ્રયત્ન કરે છે પણ તેમ છત્તા તે નીચે પડી જાય છે.
ડાન્સ કરતા કરતા ઢળી પડ્યો યુવક
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આ ઘટના 20 સપ્ટેમ્બરની છે. મૃતકનું નામ પ્રસાદ જણાવામાં આવી રહ્યુ છે. ઉંમર લગભગ 26 વર્ષની જણાવામાં આવી રહી છે. જિલ્લાના ધર્મવરમ નગરમાં ગણેશ ચતુર્થી નિમિત્તે મંડપને શણગારવામાં આવ્યો હતો. નાચ-ગાન વચ્ચે પ્રસાદ પણ તેના એક મિત્ર સાથે ડાન્સ કરી રહ્યો હતો. ત્યારે અચાનક તે નીચે પડી ગયો. નજીકમાં હાજર લોકો પ્રસાદને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. અત્યાર સુધીની માહિતી મુજબ, પ્રસાદનું શંકાસ્પદ મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હતું.
గణేష్ మండపం దగ్గర డాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి
శ్రీ సత్యసాయి జిల్లా – ధర్మవరంలో ప్రసాద్ (26) అనే యువకుడు బుధవారం రాత్రి గణేష్ మండపం వద్ద డాన్స్ చేస్తూ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందాడు. pic.twitter.com/RUqf1mzRMR
— Telugu Scribe (@TeluguScribe) September 21, 2023
આવા ઘણા કિસ્સા તાજેતરમાં સામે આવ્યા છે
આ વર્ષે મે મહિનામાં છત્તીસગઢમાંથી પણ આવો જ એક મામલો સામે આવ્યો હતો. ભત્રીજીના લગ્નમાં ડાન્સ કરતી વખતે તેના કાકાનું મોત થયું હતું. બાદમાં જાણવા મળ્યું કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. મૃતકનું નામ દિલીપ હોવાનું જણાવાયું હતું. તે દલ્લી રાજહરા ખાણોમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતો.
આ ઘટના પહેલા એપ્રિલમાં 19 વર્ષીય યુવકના મોતના સમાચાર હતા.ડીજે પર ડાન્સ કરતી વખતે અચાનક બેહોશ થઈ ગયો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું. હવે ગમે ત્યારે ગમે તેને હાર્ટ એટેક આવી જાય છે. ત્યારે જો આવુ તમારી આસપાસમાં કોઈને છાતીમાં અચાનક દુખાવો કે કઈ એવું લાગવા લાગે તો આ રીતે પ્રાથમીક સારવાર આપવી
શું કરવું જોઈએ?
જો આવી ઘટના અચાનક થાય તો નીચે આપેલા કેટલાક ઉપાયો અમલમાં મૂકી શકાય છે.
1. જો તમે કોઈને અસ્વસ્થતા અનુભવતા જોશો, તો તરત જ સપોર્ટ આપો.
2. જે વ્યક્તિ બેભાન થઈ રહી છે તેને જાગૃત રાખવાનો પ્રયાસ કરો.
3. છાતી અને માથાને સતત પમ્પિંગ અને હલનચલન કરતા રહો.
4. જો તે શ્વાસ લેવામાં અસમર્થ હોય, તો તમારા શ્વાસને તેના મોંમાં ઝડપથી છોડો.