AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિક્ષણમાં સુધારણા માટે સરકારનું મહત્વનું પગલું, 12 વિષયો માટે 120 Graphics Comics બુકસ લોન્ચ

CBSC બોર્ડની શાળાઓ માટે શિક્ષણ પ્રધાન ડૉ. રમેશ પોખરીયાલ નિશંકે 120 ગ્રાફિક કોમિક્સ (Graphics Comics) લોન્ચ કરી છે. આ કોમિક્સમાં વર્ગ 3 થી 12 ના 12 વિષયો આવરી લેવામાં આવ્યા છે.

શિક્ષણમાં સુધારણા માટે સરકારનું મહત્વનું પગલું, 12 વિષયો માટે 120 Graphics Comics બુકસ લોન્ચ
Heena Chauhan
| Edited By: | Updated on: Mar 09, 2021 | 11:35 PM
Share

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન Dr. રમેશ પોખરીયલ નિશાંકે સોમવારે દેશના CBSC બોર્ડની શાળાઓ માટે 120 ગ્રાફિક કોમિક્સ (Graphics Comics) લોન્ચ કરી હતી. સ્કૂલોમાં CBSC બોર્ડનું શિક્ષણ વધુ સારું બનાવવા માટે સરકારનું આ ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે. ભારતના 13 રાજ્યોના સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSC) એ મળીને ગ્રાફિક કોમિક્સ (Graphics Comics) બુક તૈયાર કરી છે.

આ કોમિક્સમાં વર્ગ 3 થી 12 ના 12 વિષયો આવરી લેવામાં આવ્યા છે. આના માધ્યમથી વિદ્યાર્થીઓને નવી રીતે અભ્યાસ કરવામાં મદદ કરવા માટેનું કામ કરવામાં આવી રહ્યું છે. આ પુસ્તકોનો સ્ટડી મટેરિયલ તરીકે ઉપયોગ કરવામાં આવશે, જે વિવિધ અન્ય કુશળતા શીખવાની સાથે સાથે મહિલા સશક્તિકરણ અને નૈતિક શિક્ષણની ઝીણવટતાને પણ જોડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

પ્રથમ કોમિક્સ જુલાઈમાં લોન્ચ કરી હતી

વિશેષ કોમિક્સ બુક (Graphics Comics) બાળકોને વિચારવાની અને સમજવાની શક્તિ આપવા અને દરેક સવાલના તાર્કિક જવાબો આપવા માટે તૈયાર કરવામાં આવી રહી છે. તેનું નામ ‘કોગીતો’ છે. આમાં અંકિત અને અંકિતા ફક્ત બે પાત્રો જ એકબીજા સાથે વાતચીત કરે છે, જે કોઈપણ વિદ્યાર્થી માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. જેમ કે,મનથી આપડે કેવી રીતે વિચારીએ છીએ, તે બાળકો આ કોમિક્સ વાંચીને તેનો જવાબ જાણી શકે છે.

વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશે

શનિવારે, પ્રથમ કોમિક્સ ક્ષમતા આધારિત અભ્યાસ એટલે કે Compatibility Based Learning હેઠળ શરૂ કરવામાં આવી હતી. કોઈપણ વર્ગનો કોઈપણ વિદ્યાર્થી તેને ડાઉનલોડ કરી CBSE વેબસાઇટ પરથી વાંચી શકે છે. તે દીક્ષા પોર્ટલ દ્વારા પણ વાંચી શકાય છે. સીબીએસઇના સિટી કોઓર્ડિનેટર સરદાર બલવિંદર સિંહ કહે છે કે બાળકોમાં વાંચન અને સમજવાની કળા ખૂબ જ રસપ્રદ રીતે વિકસાવવા માટે શરૂ કરવામાં આવી છે.

શિક્ષણમંત્રીએ માહિતી આપી

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન Dr. રમેશ પોખરીયલ નિશાંક દ્વારા સોમવારે CBSE ની 13 રાજ્યોની 50 શાળાઓ વતી 120 ગ્રાફિક્સ કોમિક્સ બુકનું લોકાર્પણ કરાયું. આ દરમિયાન તેમણે દેશની યુવતીઓને સંબોધન કર્યું હતું. આ કોમિક્સ વિશે વાત કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ કોમિક્સ શિક્ષણ અને વિષયોને રસપ્રદ, સમજી શકાય તેવું બનાવે છે. આ એક સફળ અભ્યાસ સામગ્રી સાબિત થશે. શિક્ષણ પ્રધાને કહ્યું કે આ કોમિક્સ દીક્ષા મંચ પર અપલોડ કરવામાં આવશે જ્યાંથી તેઓ સરળતાથી ડાઉનલોડ થઈ શકે છે.

કોરોના કોમિક બુક

જે સમયે આખો દેશ કોરોના સંકટ સામે લડી રહ્યો હતો, ત્યારે CBSE એ ભણવામાં થતાં નુકશાને સહન કરતાં બાળકો માટે કોરોના કોમિક્સ શરૂ કરી. સીબીએસઇએ બાળકો માટે શાળાઓમાં કોરોના કોમિક બુક મોકલી હતી. આમાં દરેક આચાર્યને દરેક શાળાના બાળક સુધી આ બુક પહોંચાડવાની સૂચના આપવામાં આવી હતી. આ માટે સીબીએસઇએ ‘કિડ્સ વાયુ એન્ડ કોરોના-હુ વિન્સ ધ ફાઇટ’ નામનું એક કોમિક બુક લોન્ચ કર્યું હતું.

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
g clip-path="url(#clip0_868_265)">