Jammu and Kashmir: કુલગામમાં આતંકવાદીઓ-સુરક્ષાદળના જવાનો વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

|

Jul 26, 2021 | 6:29 PM

જમ્મુ કાશ્મિર પોલીસે જણાવ્યુ છે કે, સુરક્ષા દળના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. સુરક્ષાદળના જવાનોની સાથે સાથે કાશ્મિર પોલીસ પણ આ કામગીરીમાં જોડાઈ છે.

Jammu and Kashmir: કુલગામમાં આતંકવાદીઓ-સુરક્ષાદળના જવાનો વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર
કાશ્મિરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળના જવાનો વચ્ચે અથડામણ ( સાંકેતિક તસવીર )

Follow us on

કાશ્મિર ઝોન પોલિસે જણાવ્યુ છે કે, કુલગામ જિલ્લાના અહરબલ વિસ્તારમાં સુરક્ષા જવાન અને આતકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. સુરક્ષા દળ અને પોલીસ જવાનોએ આતંકવાદીઓને ઘેરવાની કામગીરી કરી છે.

સોમવારે દક્ષિણ કાશ્મિરના (South Kashmir) કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળના જવાનો વચ્ચે અથડામણ (Encounter in Kulgam) થઈ છે. અથડામણ અહરબલ વિસ્તારમાં ચાલી રહી છે. અત્યાર સુધીમાં સુરક્ષા દળના જવાનોએ એક અજાણ્યા આતંકવાદીને ઠાર માર્યો (Unidentified Terrorist Neutralized) છે. કાશ્મિર ઝોન પોલીસ (Kashmir Zone Police) આતંદવાદી અને સુરક્ષા જવાનો વચ્ચેની અથડામણ અંગેની જાણકારી આપી હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

જમ્મુ કાશ્મિર પોલીસે જણાવ્યુ છે કે, સુરક્ષા દળના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે. સુરક્ષાદળના જવાનોની સાથે સાથે કાશ્મિર પોલીસ પણ આ કામગીરીમાં જોડાઈ છે. આ પહેલા ગઈકાલ રવિવારે કુલગામ જિલ્લાના મુનંદ વિસ્તારમાં સુરક્ષાબળના જવાનોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો.

શનિવારે ત્રણ આતંકવાદીઓને ઠાર કરાયા હતા
આ પહેલા શનિવારના રોજ, જમ્મુ કાશ્મિરના બાંદિપોરા જિલ્લામાં થયેલ અથડામણમાં સુરક્ષા દળે ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જેમાં સેનાના એક જવાન પણ ઘાયલ થયો હતો. આજ સોમવારે સતત ત્રીજા દિવસે આતંકવાદી અને સુરક્ષા દળના જવાનો વચ્ચે અથડામણ થઈ છે. શનિવારે બાંદિપોરા વિસ્તારમાં થયેલ અથડામણને લઈને અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, ઉતર કાશ્મિરમા બાંદીપોરાના સુંબલર વિસ્તારના શોખબાબા જંગલમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમીના આધારે સુરક્ષા દળના જવાનોએ ચારેબાજુથી ઘેરો કર્યો હતો.

આ સમયે આતંકવાદીઓએ સુરક્ષા બળના જવાનો ઉપર ગોળીબાર કરતા જવાનોએ પણ સામો ગોળીબાર કર્યો હતો. જે આખરે અથડામણમમાં ફેરવાયો હતો અને ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા.

આ પણ વાંચોઃ landslides: જાણો કેમ થાય છે ભૂસ્ખલન ? કરો એક નજર, ભારતમાં થયેલ કેટલીક ભૂસ્ખલનની ઘટનાઓ પર

આ પણ વાંચોઃ covid protocol : દુનિયા વિજેતાઓનું સ્મિત જોશે, ખેલાડીઓેને 30 સેકન્ડ માટે માસ્ક ઉતારવાની પરવાનગી અપાઈ

Next Article