Jammu and Kashmir : અમિત શાહ આજથી બે દિવસ કાશ્મીરમાં, ઉચ્ચસ્તરીય બેઠક યોજી સ્થિતિની કરશે સમીક્ષા
ગૃહ પ્રધાન અમિત શાહ, શુક્રવારે સાંજે લગભગ 7.45 વાગ્યે જમ્મુ એરપોર્ટ પહોંચ્યા પછી સીધા રાજભવન જવા રવાના થશે. તેઓ શનિવારે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના રાઇઝિંગ ડેની ઉજવણીમાં હાજરી આપશે અને સુરક્ષા બેઠક પણ યોજશે.
કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) શુક્રવારે સાંજે જમ્મુ-કાશ્મીરની (Jammu and Kashmir) બે દિવસીય મુલાકાતે જમ્મુ પહોંચી રહ્યા છે. જમ્મુના મૌલાના આઝાદ સ્ટેડિયમમાં શનિવારે કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સના (Central Reserve Police Force) 83માં રાઇઝિંગ ડે કાર્યક્રમમાં ભાગ લેવાની સાથે ગૃહ પ્રધાન અમિત શાહ, જમ્મુ અને કાશ્મીરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને, સુરક્ષા સ્થિતિની સમીક્ષા પણ કરશે. ગૃહ પ્રધાનની સાથે, વડા પ્રધાન કાર્યાલયના રાજ્ય પ્રધાન ડૉ. જીતેન્દ્ર સિંહ, કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લા, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના ડીજી કુલદીપ સિંહ અને અન્ય કેટલાક સુરક્ષા દળોના મહાનિર્દેશક પણ શુક્રવારે સાંજે જમ્મુ પહોંચી રહ્યા છે.
ઉચ્ચ સ્તરીય સૂત્રોને ટાંકીને મીડિયામાં આવેલા રીપોર્ટ અનુસાર, ગૃહ પ્રધાન અમિત શાહ, શુક્રવારે સાંજે લગભગ 7.45 વાગ્યે જમ્મુ એરપોર્ટ પહોંચ્યા પછી સીધા રાજભવન જવા રવાના થશે. તેઓ શનિવારે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના રાઇઝિંગ ડેની ઉજવણીમાં હાજરી આપશે અને સુરક્ષા બેઠક પણ યોજશે. હાલમાં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી માટે વિધાનસભા સીટોના સીમાંકનની પ્રક્રિયા ચાલી રહી છે. આ ઉપરાંત બાબા અમરનાથ યાત્રાને (Baba Amarnath Yatra) લઈને પણ નિર્ણય લેવાનો છે. બેઠકમાં કાશ્મીરની (Kashmir) સુરક્ષા સ્થિતિ પર પણ ચર્ચા થશે.
આ બેઠક બાદ તેઓ બપોરે 3 વાગે હેલિકોપ્ટર દ્વારા કઠુઆના બસોહલી તહસીલના મહાનપુર જશે. ત્યાં ગૃહમંત્રી હાઈ સિક્યોરિટી જેલ (High Security Prison) બનાવવાની દિશામાં પ્રગતિનું નિરીક્ષણ કરશે. કાશ્મીરના વહીવટીતંત્રે જેલના બાંધકામ માટે જમીન ફાળવી છે.
દરમિયાન, ગૃહમંત્રીની મુલાકાત માટે જમ્મુમાં વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જમ્મુના મૌલાના આઝાદ સ્ટેડિયમ સ્ટેડિયમ, સ્થાપના દિવસની ઉજવણીનું સ્થળ બુધવારે સીલ કરવામાં આવ્યું હતું. ગુરુવારે જમ્મુ અને કાશ્મીર પોલીસના મહાનિર્દેશક દિલબાગ સિંહે ગૃહમંત્રીની મુલાકાત માટે કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી. શહેરમાં વધારાના નાકાઓ સાથે ક્વિક રિએક્શન ટીમો પણ તહેનાત કરાશે.
બીજી તરફ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સે પણ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. સીઆરપીએફના જવાનોની સાથે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં શાર્પ શૂટર્સ પણ તૈનાત કરવામાં આવ્યા છે. મૌલાના આઝાદ સ્ટેડિયમની સુરક્ષા માટે સીઆરપીએફના કોબ્રા કમાન્ડોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ
Omicron Wave : ચીનમાં ઓમિક્રોન વેવથી ભારત એલર્ટ, કેન્દ્રએ રાજ્યોને લખ્યો પત્ર, સાવચેત રહેવા કરી તાકીદ
આ પણ વાંચોઃ