AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગૃહપ્રધાન અમિત શાહનું નિવેદન, ‘બે વેક્સિનથી કોરોના વિરુદ્ધ લડાઈ અંતિમ તબક્કામાં’

કર્ણાટકના બે દિવસના પ્રવાસે પહોંચેલા ગૃૃહ મંત્રી અમિત શાહે (Amit shah) આજે શિવમોગામાં અનેક પરિયોજનાનો શિલાન્યાસ કર્યો. ગૃહ મંત્રીએ ભદ્રાવતી રેપિડ એક્શન ફોર્સ સેન્ટરના શિલાન્યાસ કાર્યક્રમમાં ભાગ લીધો.

ગૃહપ્રધાન અમિત શાહનું નિવેદન, 'બે વેક્સિનથી કોરોના વિરુદ્ધ લડાઈ અંતિમ તબક્કામાં'
HM Amit Shah
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Jan 16, 2021 | 9:10 PM
Share

કર્ણાટકના બે દિવસના પ્રવાસે પહોંચેલા ગૃૃહ મંત્રી અમિત શાહે (Amit shah) આજે શિવમોગામાં અનેક પરિયોજનાનો શિલાન્યાસ કર્યો. ગૃહ મંત્રીએ ભદ્રાવતી રેપિડ એક્શન ફોર્સ સેન્ટરના શિલાન્યાસ કાર્યક્રમમાં ભાગ લીધો. તેમણે રેપિડ એક્શન ફોર્સની નવી બટાલિયન પરિષદની આધારશિલા મૂકી હતી. કાર્યક્રમ દરમ્યાન અમિત શાહે કહ્યું કે સીઆરપીએફ રેપિડ એક્શન ફોર્સની 97મી બટાલિયનના શિલાયન્સમાં આવવા મળ્યું તેની મને ખુશી છે.

અમિત શાહે કહ્યું કે આના નિર્માણ માટે અંદાજે 230 કરોડનો ખર્ચ આવશે. તેમણે કહ્યું કે વહીવટી ભવન, રહેઠાણ, હોસ્પિટલ, કેન્દ્રીય સ્કૂલ અને રમત ગમત માટે સ્ટેડિયમ પણ ખૂલવાનું છે.  ગૃહમંત્રી અમિત શાહ રવિવારે પણ કર્ણાટકમાં રહેશે. આ દરમ્યાન તે બેલગાવી જિલ્લામાં એક એથેનોલ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. ગૃહ મંત્રી એક હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કરશે અને એક સભાને પણ સંબોધિત કરશે.

ભદ્રાવતીમાં રેપિડ એક્શન ફોર્સ સેન્ટરના શિલાન્યાસને સંબોધિત કરતાં અમિત શાહે ખુશી વ્યક્ત કરી કે ભારતે કોરોના વિરુદ્ધ સૌથી સફળ લડાઈ લડી છે.  દેશ એક વર્ષથી કોરોના સામે લડાઈ લડી રહ્યો છે. કોરોના લડાઈમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. અમિત શાહે કહ્યું કે આ માનવજાતિના ઈતિહાસમા સૌથી અઘરી લડાઈ છે. અમિત શાહે કહ્યું કે ‘આ ખુશીની બાબત છે કે ભારતમાં બનેલી બે વેક્સિનથી  કોરોના વિરુદ્ધની લડાઈ અંતિમ ચરણમાં છે.’

આ પણ વાંચો: NIAએ ખેડૂત નેતાઓને આપ્યું સમન્સ, અલગાવવાદી સંગઠનો સાથે મળી ષડયંત્ર રચવાનો આરોપ

g clip-path="url(#clip0_868_265)">