Amit Shah In Arunachal: અમિત શાહના ચીન પર પ્રહાર, કહ્યું- સોયની અણી જેટલી જમીન કોઈ લઈ શકતું નથી
ગૃહમંત્રી અમિત શાહે અરુણાચલમાં કહ્યું છે કે, આજના સમયમાં ભારતની સરહદ સુરક્ષિત છે અને લોકો શાંતિથી સૂઈ રહ્યા છે, હવે કોઈ આંખ ઉંચી કરીને પણ ભારતીય સરહદ તરફ જોઈ શકશે નહીં.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અરુણાચલ પ્રદેશના પ્રવાસે છે. તેમણે અહીં એક જનસભાને સંબોધી હતી. આ જનસભામાં તેમણે ચીન પર નિશાન સાધતા કહ્યું છે કે કોઈ આપણી સરહદ તરફ આંખે ઉચી કરીને જોઈ શકે નહીં. તેમણે ચેતવણીના સૂરમાં કહ્યું છે કે એ યુગ ગયો જ્યારે કોઈ પણ ભારતની ધરતી પર અતિક્રમણ કરી શકતા હતા.
એવું માનવામાં આવે છે કે ચીને હાલમાં જ આ સ્થાન પર પોતાના નકશામાં 11 સ્થળોના નામ બદલ્યા હતા. આ પછી બંને દેશો વચ્ચે ફરી તણાવની સ્થિતિ સર્જાઈ રહી છે. આવી સ્થિતિમાં ગૃહમંત્રીની અરુણાચલની મુલાકાતને ચીન માટે મોટો સંકેત માનવામાં આવી રહ્યો છે. ગૃહમંત્રીનું વલણ પણ આ સમયગાળા દરમિયાન ખૂબ જ ધારદાર જોવા મળી રહ્યું છે.
#WATCH | The entire country can sleep peacefully in their homes today because our ITBP jawans & Army is working day & night on our borders. Today, we can proudly say that no one has the power to cast an evil eye on us: Union Home Minister Amit Shah in Kibithoo, Arunachal Pradesh pic.twitter.com/WNJra9iFuq
— ANI (@ANI) April 10, 2023
અમિત શાહે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, 1962ના યુદ્ધ માટે જે લોકો આવ્યા હતા, તેમણે અહીંના લોકોની દેશભક્તિના કારણે પાછા જવું પડ્યું હતું. શાહે કહ્યું કે ભારતની સોયની અણી જેટલી જમીન પણ કોઈ લઈ શકે નહીં.
અહીંના ગામડાઓ ખાલી થઈ જતા હતા
આ સમયગાળા દરમિયાન અરુણાચલમાં ભાજપ દ્વારા કરવામાં આવેલા કામોની ગણતરી કરતા શાહે કહ્યું કે, 10 વર્ષ પહેલા એક સમય હતો, જ્યારે અહીંના ગામડાઓ ખાલી થઈ જતા હતા, ત્યાં કોઈ વિકાસ ન હતો. પરંતુ કેન્દ્રની મોદી સરકારે આ ગામોની સંભાળ લીધી અને આ જગ્યાએ વિકાસ કરાવ્યો છે. ભારતનું આ પહેલું ગામ છે જ્યાં રોજગારી આપવાનું કામ પણ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.
શાહે વાતાવરણની પ્રશંસા કરી હતી
અમિત શાહે આ સ્થળની સુંદરતાના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે જ્યારે તેઓ અરુણાચલ પહોંચ્યા તો ભારતના પ્રથમ ગામનો ઝરણુ જોઈને તેઓ આનંદથી ભરાઈ ગયા હતા. આ તે ગામ છે જ્યાં ભારતમાં સૌપ્રથમ સૂર્ય ઉગે છે. શાહે 1962ના યુદ્ધની યાદ અપાવી અને તે સમયે લડેલા 6 અધિકારીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. સ્થાનિક લોકોની પ્રશંસા કરતા તેમણે કહ્યું છે કે, અહીંના લોકોમાં ભારતીય સેના અને સીમા સુરક્ષા દળો પ્રત્યે આદરની ભાવના છે.
2967 ગામોમાં વાઇબ્રન્ટ ગામની કામગીરી કરવામાં આવશે
અમિત શાહ અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લાના સરહદી ગામ કિબિતુ પહોંચ્યા છે. અહીં તેમણે ‘વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ’ કાર્યક્રમ શરૂ કર્યો છે. આ કાર્યક્રમ હેઠળ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, ઉત્તરાખંડ, હિમાચલ અને લદ્દાખના 19 જિલ્લાઓમાં કુલ 2967 ગામડાઓમાં જીવનધોરણ સુધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ITBPના કાર્યક્રમમાં પણ ભાગ લેવા જઈ રહ્યા છે
જણાવવામાં આવી રહ્યું છે કે, આ કાર્યક્રમનો હેતુ આ ગામોમાં જીવનધોરણ સુધારવાનો છે, જેથી કરીને આ ગામડાઓમાંથી સ્થળાંતર અટકાવી શકાય. આ સાથે તે ITBPના કાર્યક્રમમાં પણ ભાગ લેવા જઈ રહ્યા છે.