Twitter-Amit Shah : ટ્વિટરે અમિત શાહને લગતા ટ્વીટને કર્યા બ્લોક
ટ્વિટરનું આ પગલું ઘણું કેટલાક લોકો માટે ચોંકાવનારું છે. સામાન્ય રીતે ફક્ત તે પ્રદેશ અથવા દેશમાં જ ટ્વીટ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે જ્યાંથી બ્લોકની વિનંતી કરવામાં આવી હોય. પરંતુ આ મામલામાં અમિત શાહ સંબંધિત ટ્વીટને આખી દુનિયામાં બ્લોક કરી દેવામાં આવી છે.
એલોન મસ્કે ટ્વિટર ખરીદતી વખતે ફ્રી સ્પીચને લઈને ઘણી વાત કરી હતી.હતો. મસ્કે કહ્યું હતું કે તે ટ્વિટરને ફ્રી સ્પીચ માટે શ્રેષ્ઠ પ્લેટફોર્મ બનાવશે. જો કે, માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર ચાલી રહેલા નવી કાર્યવાહી થોડી આશ્ચર્યજનક છે. વાસ્તવમાં, ટ્વિટરે ગૃહમંત્રી અમિત શાહ સંબંધિત ટ્વીટને બ્લોક કરી દીધુ છે. રિપોર્ટ્સ અનુસાર, આ કાર્યવાહી ભારત તરફથી કરવામાં આવેલી કાનૂની માંગ પર કરવામાં આવી છે. આ કિસ્સામાં, ઇલોન મસ્કની કંપનીએ કંઈક એવું કર્યું છે જેણે ટ્વિટરના વપરાશકર્તાઓને આશ્ચર્યચકિત કર્યા છે.
કેન્દ્ર સરકારની કાયદાકીય માંગ પર પત્રકાર અને આરટીઆઈ કાર્યકર્તા સૌરવ દાસના ટ્વિટને ટ્વિટરે બ્લોક કરી દીધું છે. આ ટ્વીટ ગૃહમંત્રી વિશે કરવામાં આવ્યું હતું. સૌરવે ટ્વીટ કરીને જાણકારી આપી કે તેમના ટ્વીટને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં બ્લોક કરવામાં આવ્યુ છે.
My tweets have been withheld not just in India, but worldwide. I don’t remember the context of tweeting this, can anyone figure out? pic.twitter.com/lUwCfV1870
— Saurav Das (@OfficialSauravD) April 7, 2023
આખી દુનિયામાં ટ્વીટ બ્લોક થયુ
આ વાતે ટ્વિટર યુઝર્સને સૌથી વધુ ચોંકાવી દીધા છે. કાનૂની માંગ પર કોઈ ચોક્કસ ટ્વીટને અવરોધિત કરવી એ સામાન્ય પ્રથા છે. જો કે, આ ટ્વીટ ફક્ત તે પ્રદેશ અથવા દેશમાં જ બ્લોક કરવામાં આવે છે જ્યાંથી કાનૂની માંગ કરવામાં આવી હોય છે. જો કે સૌરવની ટ્વીટને ભારત સિવાય દુનિયાભરમાં બ્લોક કરી દેવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વમાં ટ્વિટ ત્યારે જ બ્લોક કરવામાં આવે છે જ્યારે ટ્વિટરની નીતિનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય.
ટ્વીટ ડિલીટ કરવાનું કારણ
ટ્વીટ હટાવવા પાછળનું કારણ શું હતું તે હજુ સુધી સામે આવ્યું નથી. એ પણ ખબર નથી કે કઈ સરકારી એજન્સીએ ટ્વીટને બ્લોક કરવાની માંગ કરી છે. ધ હિન્દુના રિપોર્ટ અનુસાર, સૌરવનું કહેવું છે કે, તેને યાદ નથી કે આ ટ્વીટ કયા સંદર્ભમાં કરવામાં આવ્યું હતું. સૌરવે બ્લોક કરેલા ટ્વીટનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…