AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેવી લાચારી ! મૃત્યુ બાદ ના મળી એમ્બ્યુલન્સ, પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને રિક્ષામાં લઈ જવો પડ્યો

એક પરિવારના મૃતદેહને હોસ્પિટલથી પોસ્ટમોર્ટમ હાઉસ (Postmortem House) સુધી લઈ જવા માટે એમ્બ્યુલન્સની (ambulance) પણ વ્યવસ્થા થઈ શકી નથી. મજબૂરીમાં પરિવારના સભ્યો પોતે જ તેમને ખભા પર તો ક્યારેક રિક્ષામાં બેસાડી પોસ્ટમોર્ટમ હાઉસ લઈ ગયા.

કેવી લાચારી ! મૃત્યુ બાદ ના મળી એમ્બ્યુલન્સ, પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને રિક્ષામાં લઈ જવો પડ્યો
Dead body taken in rickshaw instead of ambulance in Jharkhand
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2022 | 11:46 AM
Share

ઝારખંડમાં (Jharkhand) સરકારની ઉદાસીનતા અને આરોગ્ય વિભાગની મનમાનીનું ચિત્ર સામે આવ્યું છે, જે સમગ્ર સરકારી તંત્રને ઉજાગર કરવા પૂરતું છે. આ તસવીરમાં એક પરિવારના લોકો મૃતદેહને હોસ્પિટલથી પોસ્ટમોર્ટમ હાઉસ (Postmortem House) સુધી લઈ જવા માટે એમ્બ્યુલન્સની (ambulance) પણ વ્યવસ્થા થઈ શકી નથી. મજબૂરીમાં પરિવારના સભ્યો પોતે જ તેમને ખભા પર તો ક્યારેક રિક્ષામાં નાખીને પોસ્ટમોર્ટમ હાઉસ લઈ ગયા. સોશિયલ મીડિયા પર આ તસવીર વાયરલ થતાં અધિકારીઓ સફાળા જાગી ગયા છે. હવે અધિકારીઓ આ મામલાની તપાસ કરાવવાનો દાવો કરી રહ્યા છે.

આ સમગ્ર મામલો ગરમ થતો જોઈને પોલીસકર્મીઓને દોષી ઠેરવવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેમણે પરિવારને તેમના સ્વજનના મૃતદેહને પોસ્ટમોર્ટમ હાઉસ લઈ જવા કહ્યું હતું. વાસ્તવમાં આ આખો મામલો ઝારખંડના ગુમલા જિલ્લાનો છે. અહીં સદર પોલીસ સ્ટેશન વિસ્તારના કુંબટોલી ગામમાં રહેતી 60 વર્ષીય મહિલા લીલો દેવીને ગુમલા સદર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેનું મૃત્યુ થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે મારપીટની ઘટના બાદ લીલો દેવીની હાલત ખરાબ થઈ ગઈ હતી.

આવી સ્થિતિમાં પોલીસે લીલો દેવીના મૃત્યુ બાદ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવા જણાવ્યું હતું. મૃતદેહને હોસ્પિટલથી પોસ્ટમોર્ટમ હાઉસ સુધી પહોંચાડવાની જવાબદારી પરિવારના સભ્યો પર નાખવામાં આવી હતી. આ સાથે વહેલા પહોંચવાની પણ સૂચના આપવામાં આવી હતી. પોલીસના આ આદેશ સામે લાચાર અને નિસહાય સ્વજનો લાંબા સમય સુધી એમ્બ્યુલન્સની રાહ જોતા રહ્યા, પરંતુ એમ્બ્યુલન્સ ન મળતાં તેઓ પોતાને ખભા પર મૃતદેહ લઈને હોસ્પિટલની બહાર આવ્યા અને પછી મૃતદેહ રિક્ષામાં ચઢાવીને 4 કિ.મી. દુર પોસ્ટમોર્ટમ હાઉસ પહોંચ્યા.

આવી ઘટનાઓ પહેલા પણ સામે આવી ચુકી છે.

આ પ્રકારની આ પહેલી ઘટના નથી. ભૂતકાળમાં પણ આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. તાજેતરમાં, સાહિબગંજ જિલ્લામાં એક દર્દીને એમ્બ્યુલન્સ ન મળવાના કિસ્સામાં, સંબંધીઓ તેને ખાટલા પર સૂઈને લગભગ 12 કિમી દૂર હોસ્પિટલ લઈ ગયા હતા. તે સમયે પણ આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. સરકારે તપાસના આદેશ પણ આપ્યા હતા, પરંતુ હજુ સુધી આ મામલે કોઈ પ્રગતિ થઈ નથી. હવે આ નવો મામલો સામે આવ્યો છે.

મોટો પ્રશ્ન, એમ્બ્યુલન્સ કેમ નથી મળી રહી

આ ઘટનાને લઈને ઝારખંડના લોકોમાં સવાલો ઉભા થવા લાગ્યા છે. લોકો હવે પૂછી રહ્યા છે કે જરૂરિયાતમંદોને એમ્બ્યુલન્સ કેમ નથી મળી રહી. આખરે તમામ સરકારી એમ્બ્યુલન્સ ક્યાં છે, તેનું સંચાલન કેવી રીતે થઈ રહ્યું છે. આ તમામ સવાલો લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારને પૂછી રહ્યા છે, પરંતુ આજ સુધી સરકાર કે આરોગ્ય વિભાગ દ્વારા આ પ્રશ્નોના જવાબ આપવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી.

g clip-path="url(#clip0_868_265)">