AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

All India Mayor’s Conference: PM નરેન્દ્ર મોદી મેયર કોન્ફરન્સને સંબોધશે, ‘ન્યૂ અર્બન ઈન્ડિયા’ બનાવવા પર ભાર મૂકશે

ભગવાન ભોલેની નગરી કાશીમાં ઓલ ઈન્ડિયા લેવલ મેયર કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે. પીએમ નરેન્દ્ર મોગી મેયરના મહાસંગમને સંબોધશે.

All India Mayor's Conference: PM નરેન્દ્ર મોદી મેયર કોન્ફરન્સને સંબોધશે, 'ન્યૂ અર્બન ઈન્ડિયા' બનાવવા પર ભાર મૂકશે
PM Narendra Modi
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 9:22 AM
Share

All India Mayors’ Conference વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આજે શુક્રવાર સવારે 10:30 કલાકે વારાણસીમાં યોજાનારી ઓલ ઈન્ડિયા મેયર્સ કોન્ફરન્સનું (All India Mayors Conference) વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કરશે અને મેયર્સ કોન્ફરન્સને સંબોધન કરશે. વિવિધ રાજ્યોના શહેરના મેયર્સ કોન્ફરન્સમાં ભાગ લેશે અને તેની થીમ છે ‘ન્યુ અર્બન ઈન્ડિયા’ (New Urban India). પીએમઓએ એક નિવેદનમા જણાવ્યું હતું કે શહેરી વિસ્તારોમાં જીવન સરળ બનાવવા માટે વડા પ્રધાનનો સતત પ્રયાસ રહ્યો છે, સરકાર શહેરી માળખાકીય સુવિધાઓ (Urban infrastructure) અને સુવિધાઓના અભાવના મુદ્દાઓને ઉકેલવા માટે ઘણી યોજનાઓ અને કાર્યક્રમ અમલમાં મૂકેલ છે.

યુપીમાં જબરદસ્ત પરિવર્તન આવ્યું છે પીએમઓએ કહ્યું કે આ પ્રયાસોનું વિશેષ ધ્યાન ઉત્તર પ્રદેશ રાજ્ય છે, જેણે શહેરી લેન્ડસ્કેપમાં, ખાસ કરીને છેલ્લા પાંચ વર્ષમાં જબરદસ્ત પ્રગતિ અને પરિવર્તન જોયું છે. પ્રદર્શન માટે 17 થી 19 ડિસેમ્બર દરમિયાન એક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સંમેલનમાં ભાગ લેવા માટે દેશના 100 થી વધુ શહેરોના મેયર વારાણસી પહોંચવા લાગ્યા છે.

સ્વચ્છ ભારત મિશન પર વિશેષ ચર્ચા મેયર કાશીના વિકાસનો અભ્યાસ કરવા ઉપરાંત જીર્ણોદ્ધાર અને વિસ્તૃત શ્રી કાશી વિશ્વનાથ ધામની પણ મુલાકાત લેશે. કાર્યક્રમની શરૂઆતમાં યુપીમાં શહેરી તકો અને વિકાસ પર એક ટૂંકી ફિલ્મ પણ દર્શાવવામાં આવશે, ત્યારબાદ પુણે અને સુરતના મેયરો દ્વારા સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરવામાં આવશે અને સરકારની શહેરી વિકાલસક્ષી યોજના ઉપર પ્રેઝન્ટેશન આપવામાં આવશે. સ્થાનિક વહીવટીતંત્ર, વારાણસી મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્માર્ટ સિટી વારાણસી પણ વારાણસીના વિકાસ પર ફિલ્મ દર્શાવશે. પાંચ મેયરોના જૂથની રચના કરવામાં આવશે અને દરેક જૂથ જૂથ ચર્ચા કરશે. શહેરી વિકાસના મુદ્દાઓ અને તેના પરિણામો પર એક રજૂઆત કરવામાં આવશે.

આ પણ વાંચોઃ

Petrol Diesel Price Today: ક્રૂડ ઓઈલના ભાવમાં ઉતાર – ચઢાવ વચ્ચે શું છે 1 લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત? જાણો અહેવાલ દ્વારા

આ પણ વાંચોઃ

Winter Health: શિયાળામાં થતી ગળાની ખરાશને અવગણવાની ભૂલ ના કરશો, હોઈ શકે છે આ રોગનું લક્ષણ, જાણો ઉપાય

Follow Us
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">