હે ભગવાન! હજારો ફૂટ હવામાં એર ઈન્ડિયાના વિમાનનું AC થયું ખરાબ, અને પછી થઈ જોવા જેવી

એર ઈન્ડિયાનું વિમાન કેરળથી ઉડાન ભર્યાના થોડા કલાકો બાદ તિરુવનંતપુરમ એરપોર્ટ પર પાછું લેન્ડ થયું હતું. એરક્રાફ્ટના ACને નુકસાન થયું હતું, જે બાદ વિમાન અધવચ્ચે પરત ફર્યું હતું.

હે ભગવાન! હજારો ફૂટ હવામાં એર ઈન્ડિયાના વિમાનનું AC થયું ખરાબ, અને પછી થઈ જોવા જેવી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2023 | 7:48 PM

Air India: એર ઈન્ડિયાની એક ફ્લાઈટ રવિવારે કેરળની રાજધાની તિરુવનંતપુરમથી દુબઈ માટે ઉડાન ભરી હતી. પરંતુ થોડા કલાકોમાં જ વિમાન દુબઈ જવાને બદલે તિરુવનંતપુરમ પરત ફર્યું. હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે એવું તો શું થયું કે વિમાને ઉડાન ભર્યાના થોડા કલાકો બાદ પરત ફરવું પડ્યું.

વાસ્તવમાં, દુબઈ માટે ટેકઓફ કર્યાના થોડા કલાકો બાદ જ એરક્રાફ્ટના એર કન્ડીશનીંગ એટલે કે ACમાં ખામી સર્જાઈ હતી, જેના પછી વિમાનને તિરુવનંતપુરમમાં પાછું લેન્ડ કરવું પડ્યું હતું. તિરુવનંતપુરમ એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું કે એર ઈન્ડિયાની ફ્લાઈટ IX 539, 178 મુસાફરો સાથે દુબઈ જઈ રહી હતી.

વિમાને બપોરે 1.19 વાગ્યે એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી અને પછી 3.52 વાગ્યે પાછું લેન્ડ કર્યું હતું. અધિકારીઓનું કહેવું છે કે વિમાન સુરક્ષિત એરપોર્ટ પર લેન્ડ થયું હતું. તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે. સ્થાનિક સ્ટેન્ડબાય જાહેર કરવામાં આવ્યું હતું. સમસ્યા એસીના મેસને લગતી હતી. તેમનું કહેવું છે કે મુસાફરોને અન્ય પ્લેન દ્વારા ફરીથી દુબઈ મોકલવામાં આવ્યા છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

એર ઈન્ડિયાની ફ્લાઈટ 9 કલાક મોડી

આ પહેલા શુક્રવારે દિલ્હીથી વાનકુવરની ફ્લાઈટમાં 9 કલાકનો વિલંબ થયો હતો. આ અસુવિધાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટ સવારે 5.10 વાગ્યે દિલ્હીથી વાનકુવર જવાની હતી. પરંતુ તે સમયસર ઉપડી શકી ન હતી. આ પછી, લગભગ 300 મુસાફરોને દિલ્હીની એક હોટલમાં રોકાવું પડ્યું. જેમાં મોટાભાગના ભારતીય મુસાફરો હતા. ફ્લાઈટના વિલંબથી નારાજ અધિકારીઓએ એર ઈન્ડિયાના અધિકારીઓને ફરિયાદ પણ કરી હતી.

આ પણ વાંચો : દિલ્હીમાં યમુના, ગાઝિયાબાદમાં હિંડોન નદીએ લોકોને ડરાવ્યા, જળસ્તરમાં વધારો થતા અનેક ઘરો ડૂબવા લાગ્યા

યાત્રીઓ વચ્ચે મારામારી

એર ઈન્ડિયા હંમેશા હેડલાઈન્સમાં રહે છે, ક્યારેક તેની સેવાઓના કારણે તો ક્યારેક મુસાફરોના વર્તનને કારણે. 9 જુલાઈના રોજ સિડની-નવી દિલ્હી ફ્લાઈટમાં એર ઈન્ડિયાના વરિષ્ઠ મેનેજમેન્ટ ઓફિસર પર એક મુસાફર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પ્લેનમાં મૂળભૂત નિયમોની માહિતી આપવામાં આવી રહી હતી, પછી ધક્કામુક્કી શરૂ થઈ ગઈ. એવિએશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ને પણ આ ઘટના વિશે જાણ કરવામાં આવી હતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">