AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: હવાઈ મુસાફરીમાં ‘મોંઘવારીનો ઉભરો’! એર ઈન્ડિયાએ ફ્યુઅલ સરચાર્જ વધારતા ખિસ્સા પર પડશે સીધો ભાર

જો તમે પણ ઉનાળાના વેકેશનમાં પ્લેનમાં ક્યાંક જવાનું વિચારી રહ્યા છો, તો તમારું બજેટ બગડી શકે છે. એર ઈન્ડિયાએ ફ્યુઅલ સરચાર્જમાં ધરખમ વધારો કર્યો છે, જાણો નવા દરો.

Breaking News: હવાઈ મુસાફરીમાં 'મોંઘવારીનો ઉભરો'! એર ઈન્ડિયાએ ફ્યુઅલ સરચાર્જ વધારતા ખિસ્સા પર પડશે સીધો ભાર
Image Credit source: TV9 Network
| Updated on: Apr 07, 2026 | 6:08 PM
Share

દુનિયાભરમાં ક્રૂડ ઓઈલ એટલે કે કાચા તેલના ભાવમાં આવેલા તોતિંગ ઉછાળાની અસર હવે સીધી તમારા હવાઈ સફર પર પડવા જઈ રહી છે. દેશની અગ્રણી એરલાઈન એર ઈન્ડિયા અને તેની પેટા કંપની એર ઈન્ડિયા એક્સપ્રેસે મંગળવારે એક મોટી જાહેરાત કરતા પ્રવાસીઓને આંચકો આપ્યો છે. એરલાઈને તેના ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બંને રૂટ પર ‘ફ્યુઅલ સરચાર્જ’ (ઈંધણ અધિભાર) વધારવાનો નિર્ણય લીધો છે.

નવો નિયમ: ક્યારથી અને કોને લાગશે?

એર ઈન્ડિયાનો આ નવો નિયમ આવતીકાલે એટલે કે બુધવાર, 8 એપ્રિલ 2026 થી લાગુ થઈ જશે. જે મુસાફરોએ આ તારીખ પહેલા ટિકિટ બુક કરાવી લીધી છે, તેમને વધારાના પૈસા આપવા પડશે નહીં. પરંતુ જો તમે ટિકિટમાં કોઈ ફેરફાર કરાવો છો અથવા નવી ટિકિટ બુક કરો છો, તો તમારે નવા દરો મુજબ ચાર્જ ચૂકવવો પડશે.

ઘરેલુ ઉડાન: હવે અંતર મુજબ લાગશે ટેક્સ

એર ઈન્ડિયાએ આ વખતે ફ્લેટ રેટને બદલે ‘ડિસ્ટન્સ બેઝ્ડ’ એટલે કે મુસાફરીના અંતરના આધારે નવું માળખું તૈયાર કર્યું છે:

  • 500 કિમી સુધી: ₹299 વધારાનો ચાર્જ.
  • 501 થી 1,000 કિમી: ₹399 નો વધારો.
  • 1,001 થી 1,500 કિમી: ₹549 નો બોજ.
  • 1,501 થી 2,000 કિમી: ₹749 નો ટેક્સ.
  • 2,000 કિમીથી વધુ: ₹899 વધારાના ચૂકવવા પડશે.

વિદેશ જવું ઘણું મોંઘું પડશે

આંતરરાષ્ટ્રીય રૂટ પર સરકારે ઈંધણના ભાવ પર કોઈ નિયંત્રણ રાખ્યું નથી, તેથી અહીં વધારો ઘણો વધારે છે. ગ્લોબલ જેટ ફ્યુઅલના ભાવ વધીને 195.19 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયા છે, જેના કારણે:

  • અમેરિકા અને ઓસ્ટ્રેલિયા: આશરે $280 એટલે કે ₹23,000 થી વધુનો સરચાર્જ લાગશે.
  • યુરોપ અને બ્રિટન: $205 નો વધારો.
  • દક્ષિણ-પૂર્વ એશિયા: $100 વધારાના દેવા પડશે.
  • સાર્ક દેશો: $24 નો વધારો થશે.

કેમ લેવો પડ્યો આ નિર્ણય?

એર ઈન્ડિયાનું કહેવું છે કે હાલમાં વિમાન ચલાવવાના કુલ ખર્ચના આશરે 40 ટકા હિસ્સો માત્ર ઈંધણ પાછળ જ ખર્ચાઈ રહ્યો છે. ઈન્ડિગો બાદ એર ઈન્ડિયાનું આ પગલું દર્શાવે છે કે એવિએશન સેક્ટર અત્યારે આર્થિક દબાણ હેઠળ છે.

શું આગામી દિવસોમાં અન્ય એરલાઈન્સ પણ આ રસ્તે ચાલશે? જો તેલના ભાવ હજુ વધશે તો હવાઈ મુસાફરી સામાન્ય માણસની પહોંચથી દૂર થઈ શકે છે.

વીમા કંપનીઓનો ‘છૂપો ખેલ’ ખતમ ! IRDAI એ આપ્યું 15 દિવસનું અલ્ટીમેટમ, હવે હિડન ચાર્જ અને છેતરપિંડી કરનાર કંપનીઓની ખેર નથી

Follow Us
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી
રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી
દેશના 22 રાજ્યોમાં ચોમાસાનું આગમન, ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવનો ડબલ
દેશના 22 રાજ્યોમાં ચોમાસાનું આગમન, ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવનો ડબલ
150+ મગરોનું અનોખું મલાતજ ગામ, 'ડેન્જરસ' નહીં પરંતુ 'માણસમિત્ર'
150+ મગરોનું અનોખું મલાતજ ગામ, 'ડેન્જરસ' નહીં પરંતુ 'માણસમિત્ર'
ગાંધીનગરને મળી 40 નવી ઈ-બસ, શહેરમાં ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુગ
ગાંધીનગરને મળી 40 નવી ઈ-બસ, શહેરમાં ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુગ
સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડિંગ વખતે લેસર એટેક
સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટ લેન્ડિંગ વખતે લેસર એટેક
g clip-path="url(#clip0_868_265)">